________________
૧૦૪
શ્રી પ્ર
ત્તર મેહનમાળા–ભાગ ૨ જે.
વળી શ્રીભગવતીજી સૂત્રન શ૦ ૨૫ માના ઉ૦ ૭ મામાં છેદેપસ્થાપનીય ચારિત્રને વિરહકાળ જઘન્ય ૬૩ હજાર વર્ષને કહ્યો, તે ન્યાયે પાંચ આરો પૂરો થશે તે દિવસ સુધી સાધુપણું રહેવું જણાય છે. વળી શ્રીભગવતીજી સૂત્રના વશમા શતકના ૮ મા ઉર્દશામાં મહાવીર સ્વામી મુક્તિએ ગયા પછી ૨૧ હજાર વર્ષ સુધી સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, એ ચાર તીર્થ ચાલશે તેથી હમણા તે સાધુ છે. ૪.
પ્રશ્ન ૬૯–અહિં કેટલાએક એમ કહે છે કે ભરત ક્ષેત્રમાં સાધુ છે તે ખરા, પણ અહિંયાં દેખાતા નથી તેનું કેમ ?
ઉત્તર–જે અહિંયાં સાધુ નથી તે શ્રાવક કેના પ્રતિબંધેલા હોય ? અને એ પ્રત્યક્ષ આર્ય દેખાય છે કે, અનાર્ય ? અનાર્ય છે તે જનનાં સૂત્રો ક્યાંથી ? અનાર્યમાં શ્રાવક કયાંથી? ઉત્તમ જાતિ વાણિયાવબ્રાહ્મણ કયાંથી? અને જે આર્ય દેશ છે તે આર્યમાં સાધુ કેમ નહિ ? બીજા કયા દેશ આર્ય છે ? તે દેખાડે. તથા શ્રીબૃહકલ્પ સૂત્રમાં સાધુને વિહાર કરવાની દિશા બતાવી છે કે, પૂર્વે અંગદેશ ચંપા નગરી, દક્ષિણે કેશાંબી નગરી, પશ્ચિમે મથુરા નગરી તે સિંધની ધરતી; અને ઉત્તરે સાવથી નગરી તે લાહોરની ધરતી. એ ધરતી ઉપરાંત જવું નહિ. જાય તે જ્ઞાનાદિ ત્રણને નાશ થાય. એ ન્યાયે તે આ દેશમાંજ સાધુ છે. બીજે ઠેકાણે નથી. ડાહ્યા હશે તે વિચારી જેશે.
પ્રશ્ન છ– કેટલાક એમ કહે છે કે- સાધુને સૂત્રમાં ત્રીજે પહેરે ગૌચરી કરવી કહી છે. તે આ કાળે તે પ્રમાણે જોવામાં આવતા નથી તેનું કેમ ?
ઉત્તર-સૂત્રમાં ત્રીજે પહોરે ગીગરી કહી છે. તે તે ગીતમાદિ ઉત્કૃષ્ટી કરણી કરવાવાળાને માટે કહી છે. અને ત્રીજે પહોરે ગૌચરી કરવી તે અધિકાઇ છે, પણ પહેલે કે બીજે પહોરે કોઇ ઠેકાણે નિષેધી નથી. ઉત્તરાધ્યયનના ત્રીશમાં અધ્યયનમાં ચાર પહોરના ત્રણ ભાગમાં ગોચરી કરવાની કહી છે. શ્રીબૃહકલ્પ સૂત્રમાં ચાર આહાર માંહેલે કોઈ પણ આહાર પહેલા પહેરને ચોથા પહેર સુધી રાખે ન કપે, તે પહેલે પહેરે લાવવાનું તો ઠર્યું. એમ શ્રીનિશીથ સૂત્રના દશમ ઉદ્દેશામાં સાધુને ઉજવીજી પ્રથમg સંપે કહ્યું એટલે સૂર્ય ઉગ્યા પછી અને આથમ્યા પહેલાં આહારાદિકની વૃત્તિ કહી. વળી કહ્યું કે આહારદિક કરતાં કે લેતાં શંકા ઉપજી જે સૂર્ય ઉગે નથી અથવા આથમી ગયો છે, એમ જાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org