________________
શ્રી પ્રત્તર મેહનમાળા–ભાગ ૨ જે.
૧૦૧
ત્યારે ભગવતે કહ્યું છે કે-નિર્વાણ ન થાય-મક્ષ ન જાય. વગેરે ઘણુ બાબત લખી છે. સૂયગડાંગ સૂત્ર વાંચવાથી અન્ય ધર્મમાં મેક્ષ છે કે નથી અને જૈન ધર્મમાં મોક્ષ છે, તેનો હેતુ કારણે તમામ જણાઈ આવશે.
હવે “તીથી સિદ્ધયા, અન્યતીર્થ સિદ્ધયા” તે ખોટું છે પણ તે ઠેકાણે તે “તીર્થસિદ્ધા અતીર્થસિદ્ધા” એમ કહ્યું છે. એને અર્થ એ છે કે-તીર્થકરને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયા પછી સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા રૂપ ચાર તીર્થનું સ્થાપન કર્યા પછી જે.સિદ્ધ થયા તેને તીર્થ સિદ્ધા કહીએ. અને તીર્થ સ્થાપ્યા પહેલાં જે સિદ્ધ થાય-મરૂદેવી માતાવ-તે અતીર્થસિદ્ધા કહિયે. એ સૂત્રને મત છે.
પ્રશ્ન ૬૧–તે પછી અન્યલિંગ તયા ગૃહસ્થલિંગ સિદ્ધા કહ્યા છે તે કેમ ?
ઉત્તર–અન્યલિંગને ગૃહસ્થલિંગમાં ભાવ ચારિત્ર આવે. અને લપક શ્રેણીએ ચડે તે સુખેથી સિદ્ધ થાય. અન્યલિંગમાં અચાનો અધિકાર ભગવતીજીના નવમા શતકના ૩૧ મે ઉદ્દેશે સવિસ્તર ભગવંતે કહી બતાવ્યા છે. તેમાં ચોખું લખ્યું છે કે જેણે કેવળીભાષિત વીતરાગ ધર્મ કઈ વખત સાંભળે નથી. એવા કેઈ જે અન્ય મતની પ્રવજ્ય ગ્રહણ કરી છે. ને ? તે છઠ છઠનાં પારણુ કરતે, આતાપના લેતે, ભદ્રિક અને સરળ સ્વભાવી હોવાથી તેને વિભજ્ઞાન ઉત્પન્ન થયું, અને તેથી તેની દષ્ટિ તમામ મત જેવા ઉપર ગઈ. તેમાં તમામ મત સારંભીને સપરિગ્રહી જોવામાં આવ્યા, અને એક વીતરાગ ધર્મ નિરારંભીને નિષ્પરિગ્રહી છે, તેથી તેની દ્રષ્ટિ ત્યાં કરી. અને મોક્ષ માર્ગના સાધન રૂપ સત્ય ધર્મ માને. તેથી મિથ્યા દ્રષ્ટિમાંથી સમ્યગૃષ્ટિ થઈ અને વિલંગમાંથી અવધિજ્ઞાન થયું, અને પરિણામની ધારા સુધરતી ગઈ. તદાવર્ણિ કમને ક્ષેપશમ થતે ગયે તેમ તેમ અવધિજ્ઞાન વૃદ્ધિગત થતું ગયું. અને તેમાથી ક્ષાયક ભાવ, લાયક સમક્તિ, યથાખ્યાત ચારિત્ર અપૂર્વ કરણ, શુકલ ધ્યાન, કેવળ જ્ઞાન ને કેવળ દર્શન ઉત્પન્ન થયું. વેશ તે અન્યલિંગને છે, પણ ભાવ ચારિત્ર પ્રગટ થવાથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, અને તે જ વેશમાં મરી સિદ્ધ થાય તેનું નામ અન્યલિંગ સિધ્ધા કહીએ.
અને મરૂદેવી માતા હાથીની અંબાડીએ બેઠા થકાં અંતગડ કેવળી થયાં અને મેક્ષ ગયાં તે ગૃહસ્થ લિંગે સિદ્ધ થયાં, એ અર્થ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org