________________
શ્રી પ્રત્તર મહનમાળા–ભાગ ૨ જે.
ઉપશમ ભાવમાં હેવાથી મન, વચન, કાયાને વેગ પ્રબળ-શુભ ભાવમાં વર્તે છે, એથી શાતાને બંધ થાય છે. અને એ શાતા ઘણું કરીને પાંચ અનુત્તર વિમાનની હેય છે. આનું શું સમજવું ?
ઉત્તર–“અગિઆઉમેથી લથડેલે” એ શબ્દ મૂક્યો છે, તે લથડેલાને અર્થ પડવાને થાય. અગિઆરમે ગુણઠાણે માત્ર બેજ બેલ લાગુ થાય છે કે કાંતે પડે કે કાંતે મરે. અગિઆરમે ગુણઠાણે મરવાવાળાને લથડે કે પડે એ શબ્દ લાગુ થતું નથી. તથાપિ લથડવાને અર્થ કોઈ મરવાને કરે તે તેમના દર્શાવેલા ભવને માટે વાંધો નથી. પણ ત્યાં શાતાને બંધ અનુત્તર વિમાનની શાતા માટે લખે છે, તેમાં વિચારવા જેવું છે. કારણ કે-અગિઆરમે ગુણઠાણે મરવાવાળાની જે કે અનુત્તર વિમાનની ગતિ કહી છે. પણ તે ગતિને બંધ અગિઆરમે ગુણઠાણે પડતું નથી, તે ગુણઠાણે તે આઉખાને અબંધ છે. અનુત્તર વિમાનને બંધ તે છઠું સાતમે ગુણઠાણે પડેલું હોય છે. અને અગિઆરમે ગુણઠાણે શાતા વેદનીયને જે બંધ પડે છે, તે માત્ર બે જ સમયની સ્થિતિને પડે છે. પહેલે સમય બાંધે, બીજે સમય વેદે અને ત્રીજે સમય નિર્જરે. શાતા વેદનીય દવાને માત્ર એકજ સમય રહ્યો. તે શાતા અનુત્તર વિમાનમાં કેવી રીતે પહોંચી શકે? અને લથડેલાને અર્થ પડવાને થાય તે અગિઆરમેથી પડેલા અદ્ધપુદ્ગલમાં જાય એમ ભગવતીજી વગેરે સૂત્રમાં કહ્યું છે.
પ્રશ્ન પ૭–અગિઆરમે ગુણઠાણે પહેચેલાને જે અનુત્તર વિમાનને બંધ છછું કે સાતમે ગુણઠાણે પડ્યા હોય તે તે અગિઆરમેથી પડેલ અનુત્તર વિમાને કેવી રીતે જઈ શકે ? પડેલાને માટે તે અદ્ધપુદ્ગલ જણાવે છે ?
ઉત્તર–અગિઆરમે ગુણઠાણેથી જે પડવું થાય તે તેના બે પ્રકાર છે, એક આઉખું બાંધેલા અને એક આઉખું નહિ બાંધેલા. તેમાં આઉખું બાધેલાનું પડવું થાય તે તે છે કે સાતમે ગુણઠાણે અટકી કાળ કરે અને અનુત્તર વિમાને જાય. અને આમ પણ કહ્યું છે કે-અનુત્તર વિમાનનું આઉખું બાંધેલાનું અગિઆરમે ગુણઠાણે ચડવું થાય તે તેનું અગિઆરએજ ગુણઠાણે મરવું થાય, એમ બે મત પડે છે.
અને અગિઆરમે ગુણઠાણે ચડેલાએ પૂર્વે આઉખું બાંધ્યું નથી. અને પવું થાય તે તેના પણ બે ભેદ છેઃ એક અગિઆરમેથી ઉપશમ શ્રેણીથી પડી આઠમે ગુણઠાણે અટકી ક્ષેપક શ્રેણીએ ચડે તે બારમે જઈ સર્વ મોહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org