________________
શ્રી પ્રત્તર મહનમાળા–ભાગ ૨ જે.
ત્રણ અજ્ઞાનની ભજના અને બે અજ્ઞાનની નિયમ અને ભવીને પાંચ જ્ઞાનને ત્રણ અજ્ઞાન એ આઠની ભજના. અર્થાત્ ભવીને ઓછામાં ઓછાં કાં બે જ્ઞાન હોય કે, કાં બે અજ્ઞાન હોય. અને અભવીને તે સદાય જ્યારે પૂછે ત્યારે બે અજ્ઞાન તે હોયજ, એમ ભગવતી સૂત્રના ૯મા શતકના બીજે ઉદેશે કહેલ છે. એ ભવી અભવીને તફાવત સૂત્રના ન્યાયથી કહ્યો.
પ્રશ્ન ૪૪–અભવી કેટલું જ્ઞાન મેળવે ? અર્થાત્ અભાવને કેટલું જ્ઞાન હોય ?
ઉત્તર–બાબુ તરફથી છપાયેલા નદીજી સૂત્રના પને ૩૯૯ માં કહ્યું છે કે અભિવ્યસિદ્ધીયાનું મતિ શ્રત અનાદિ અનંત છે. અભવ્ય જીવ જે ઉત્કૃષ્ટી ભણે તે ૧૦ પૂર્વ કાંઈ એક ઉણે ભણે તે ઉણે કેમ જાણે તે કહે છે. દશ પૂર્વ ભણેલે નિશ્ચય સમકિત પામી મેક્ષ જાય. અને પાછો પડે તે શુક્લ પક્ષી થાય અને થાય અને દેસુણો અદ્ધપુદ્ગળ સંસારમાં રહે તે નિયમા ભવ્ય જીવજ હોય. અને કૃષ્ણ પક્ષી ભવ્ય જીવ થાય તે ઘણામાં ઘણે દશ પૂર્વ ઉણાં ભણે, તે સમકિત ફર્યા વિના પાછો પડે. અને અભવ્ય જીવ છે તે તે સદાય કૃષ્ણપક્ષી મિથ્યદષ્ટી છે, માટે દશ પૂર્વ પૂરાં ન ભણે, કોઈ એક ઉણાં દશ પૂર્વ ભણે. પાછો પડે, અનાદિ સંસારમાં રહે. એમનંદીજીની પર્યાયમાં કહેલ છે. અને કેટલાકની એમ પણ માન્યતા છે કે અભવીને અગીયાર અંગનું જ જ્ઞાન હોય એથી વધારે જ્ઞાન હોય નહિ. પણ સૂત્ર પાઠ ખુલાસે નહિ હોવાથી એ વાત બહુસૂત્રીગમ્ય છે.
પ્રશ્ન ૪૫–કેટલાક કહે છે કે-ચૌદપૂવી દેશે ઉણ પડીને નરક નિગોદમાં જાય છે. અને તેને માટે એમ જણાવે છે કે-એક દેશે કહ્યું એવું ચૌદ પૂર્વધારીનું જ્ઞાન તે એક મૂળ વસ્તુને જ્ઞાન સિવાય બીજું બધું જાણનાર થયું, પણ દેહ દેવળમાં રહેલે શાશ્વત પદાર્થ જાણનાર ન થયું. માત્ર મૂળવતુનું જ્ઞાન ન મળ્યું એટલીજ ઉણપે તેનું રોદ પૂર્વનું બાકીનું જ્ઞાન નિષ્ફળ કર્યું, વગેરે શ્રીમદ્ રાજચંદ્ર બીજી આવૃત્તિ પાને ૧૬૩ મે લખ્યું છે. તે “ચૌદ પૂર્વધારી” કંઇક જ્ઞાને ઉણ એવા અનંત નિગોદમાં લ ભે, અને જઘન્ય જ્ઞાનવાળા પણ અધિકમાં અધિક પંદર ભવે મોક્ષ જાય. અને વળી એમ પણ લખે છે કે-જે વસ્તુ પ્રાપ્ત કરવા ચૌદ પૂર્વનું જ્ઞાન જિને બોધ્યું છે તે વસ્તુ ન મળી તે પછી ચોદ પૂર્વનું જ્ઞાન અજ્ઞાન રૂપજ થયું. આ વાત સત્ય છે કે કેમ ?
ઉત્તર --એ વાત બંધ બેસતી નથી. ઉપરનું લખાણ સૂત્રને તદન ખાધક છે. ચોદ પૂર્વના જાણનારને નદીજી સૂત્રમાં નિયમ સમકિતી કા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org