________________
૯૨
શ્રી પ્રનત્તર મેહનમાળા–ભાગ ૨ જે.
તે અનાદિ સિદ્ધ છે. ત્રણ કાળમાં ભવ્ય ટળી અભવી ન થાય અને અભિવી ટળી ભવી પણ ન થાય એ અનાદિ વ્યવહાર છે.
પ્રશ્ન કર-અભવી અને ભવમાં તફાવત છે કે ભવીને અભાવી ન થાય, અને અભવીને ભવી ન થાય તેનું કારણ શું ?
ઉત્તર–તફાવતમાં કેટલાક એમ કહે છે કે સિદ્ધના જીવ વિના, બાકીના તમામ જીવના અસંખ્યાતા આત્મપ્રદેશ કમેં કરી અવરાયેલા છે. તેમાં આઠ રૂચક પ્રદેશ તમામ ભવ્ય જીવના આવરણ રહિત ઉઘાડા છે, અને અભવ્યના આઠે રૂચક પ્રદેશ આવરેલા છે. એમ રૂચક પ્રદેશમાં તફાવત જણાવે છે. પણ તે વાત, કોઈ સૂત્ર પાઠે નથી, તેથી તે વાતને કઈ કબૂલ કરે અને કોઈ કબુલ ન પણ કરે.
પ્રશ્ન ૪૩—ભવી, અભવીના, પટાંતર માટે સૂવમ કેઈએ ખુલાસો છે કે તે વાત બધા કબૂલ કરે ?
ઉત્તર છે ખરો, સાંભળે, સમવાયાંગમાં ૩૮ મા સમવાયગે કહ્યું છે કે-ભવ્ય જીવને મહનીય કર્મની અઠ્ઠાવશે પ્રકૃતિ સત્તામાં રહી છે. અને અભવને સમકિત મોહનીય તથા મિશ્રમેહનીય એ બે વરજીને ૨૬ પ્રકૃતિ સત્તામાં છે. આને પરમાર્થ એ છે કે દર્શન મેહનીયની ત્રણ પ્રકૃતિ કહી છે. તેમાંની ભવીને ત્રણે છે ને અભવીને એક મિથ્યાત્વ મેહનીય જ છે. સમકિત મિહનીય અને મિશ્ર મહનીય એ બે પ્રકૃતિ તે અભવીને મૂળે જ છે નહિ. તે પછી એ સવાલ કયાંથી ઉઠે કે દર્શન મેહનીયનું આવરણ ખસે તે સમક્તિ પ્રગટ થાય. માટે અભવીને સમકિત પ્રાપ્ત થવાની અદ્ધિ મૂળથી જ નથી. અને ભવીને તે ત્રાદ્ધિ છે. ભવી અભવીમાં આટલે તફાવત સૂત્ર પાઠે કહેલ છે.
વળી નદીજી સૂત્રમાં પણ ભવી અભવીને તફાવત આ પ્રમાણે જણાવ્યું છે કે-મસિદ્ધિારા ગુર્થ સારૂ સાવસિર્ષ, સમદ્ધિકરણ સુચારૂ પન્નાલાં, ભવ્ય જીવનું સૂત્રજ્ઞાન આદિ અંત રહિત કહ્યું છે, અને અભવીનું સૂત્રજ્ઞાન અનાદિ અનંત કહ્યું છે. એટલે ભવ્ય જીવન મતિ શ્રુતજ્ઞાનની આદિ હોય છે, અને અંત પણ હોય છે. અતિશ્રુત અજ્ઞાનમાંથી મતિયુત જ્ઞાન થાય તે આશ્રી આદિ, અને મતિશ્રુત જ્ઞાનમાંથી કેવળ જ્ઞાન થાય તે આશ્રી અંત કહેલ છે. અભવીનાં મતિ શ્રુત જ્ઞાન (અજ્ઞાન) ની આદિ અંત છે નહિ. જ્યારે પૂછીયે ત્યારે મતિ અને શ્રત એ બે અજ્ઞાન હોય. પણ પાંચ માંહેલું એકે જ્ઞાન હોય જ નહિ. અને સૂત્રમાં પણ કહ્યું છે કે અભવીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org