________________
શ્રી પ્રશ્નોત્તર મહિનમાળા–ભાગ ૨ જે. ૮૭ નદીને પ્રવાહમાં તણાઈ જાય, તેમ જ્ઞાનવાન પુરૂષ ધર્મ ક્રિયા ન કરે તે, સંસાર સમુદ્રમાં ફરે.
પ્રશ્ન ૩૪–કેટલાક એમ કહે છે કે સૂત્રના ન્યાયે જ્ઞાન અને ક્રિયાને મકાબલે કરતાં કિયાથી જ્ઞાન ચડી જાય છે. ભગવતીજીના ૮મા શતકમાં ૧૦ મે ઉદેશે કહ્યું છે કે-જ્ઞાનવાન છે અને ક્રિયા નથી તે દેશથી વિરાધક છે ૧ અને જે ક્રિયાવાન છે અને જ્ઞાન નથી તે દેશથી આરાધક છે ૨ ક્રિયા અને જ્ઞાન બંને સંયુક્ત હોય તે સર્વથા આરાધક ૩ અને ક્રિયા કે જ્ઞાન બેમાંથી એકે ન હોય તે સર્વથા વિરાધક કહેલ છે. તે કિયાથી જ્ઞાનવાન ચડીઆ કહ્યો. એકલી ક્રિયાવાળે દેવગતિ આશ્રી દેશથી આરાધક કહ્યો, અને એકલા જ્ઞાનવાળે (સમકિતી) વખતે નરકે જાય તે આશ્રી દેશથી વિરાધક કહ્યો. જે દેશથી આરાધક તે ભવ આશ્રી સર્વથા વિરાધક એટલે ભવ ઘટ્યો નહિ માટે અને જે દેશથી વિરાઘક તે ભવ આશ્રી સર્વથા આરાધક એટલે ભવ ઘટવા આથી કહેલ છે. માટે અમે જ્ઞાનીઓ ભલે ક્રિયાને સ્વીકાર ન કરીએ તે અમને નુકશાની કેટલી કે માત્ર એક રૂપીયાની ૧૯૨ પાઈમાંની જેમ પાઇ જેટલી ( વિરાધક પદની ) છે પણ ૧૯૧ પાઈ જેટલે (આરાધકપણાને) નફે છે. કાગળના આખા વેળા કાગળમાં એક જરા જટલું શાહીનું ટપકું પડે તેટલું વિરાધકપણું છે, બાકી જેટલું ધળાપણું તેટલું આરાધકપણું છે. અને કિયાવાળાને એથી તદ્દન ઉલટું જ છે. અમે સમ્યગ જ્ઞાનને જ સ્વીકાર કરીએ છીએ તે શું છેટું છે !
ઉત્તર–ઉપર કહેલી કેટલીક વાત ભગવતીજી સૂત્રમાં છે ખરી, પણ માન્યતામાં તફાવત જણાય છે. એજ ઉપર કહેલા અધિકારની શરૂઆતમાં ગોતમ સ્વામીએ અન્યતીથીને ઉદેશીને પ્રશ્ન કહેલ છે કે એકેક અન્યતીથી જ્ઞાનને શ્રેષ્ઠ માને છે તેનું કેમ ? તેના જવાબમાં ભગવંતે એમ કહ્યું કે એ માનવું મિથ્યા છે. એમ કહી ભગવંતે ચાર પ્રકારના પુરૂષની વ્યાખ્યા કહી સાંભળાવી, તે પ્રક્ષકારના કહ્યા મુજબ છે. આ ઉપરથી એમ જણાય છે કે અહિયાં ભગવંતે બે વર્ગ પાડ્યા. એક એકાંતવાદીના અને બીજે અનેકાંતવાદીને તેમાં એકાંતવાઢીને બે મત જણાવ્યા એક જ્ઞાનવાદી અને બીજા કિયાવાદી, આ બન્નેને ભગવતે મિથ્યાવાદમાં ગણી કાઢ્યા.
તેમજ સૂયગડાંગજીના છઠ્ઠા અધ્યયનમાં પણ કહ્યું છે કે
किरियाय किरियं विणइयाणुवाय, अन्नणियाणं पडि यच्च ठाणं. से सन्क्वायं इति वेदइता, उवठ्ठीए धम्म सदीहरायं ॥२७॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org