________________
શ્રી પ્રશ્નનેાત્તર મેહનમાળા-
--ભાગ ૨ જો.
ઉત્તર-એ તે એકાંતવાદ્દીતુ વાકય છે, અનેકાંતવાદી તીર્થંકર મહારાજે તે જ્ઞાન અને ક્રિયા અન્ને મળવાથીજ મેાક્ષ કહેલ છે. યથાખ્યાત ચારિત્ર અને ક્ષાયક સમકિત વિના મેાક્ષ નથી એમ ભગવતીજી સૂત્રમાં કહ્યું છે. માટે નથી એકલી ક્રિયાથી મેક્ષ કે નથી એકલા જ્ઞાનથી મેાક્ષ. જ્ઞાન અને ક્યા અન્ને હોય તાજ મેાક્ષની પ્રાપ્તિ કહી છે. ઉત્તરાધ્યયનના ૨૮ મા અધ્યયનમાં પહેલીજ ગાથામાં માથુ પ્રાપ્તિના સાધન માટે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ ચાર ખેલ કહ્યા છે. તેમજ મહાનિશીય સૂત્રમાં કહ્યું છે કે
हतं ज्ञानं क्रियाहिन, हतं अनाणओ क्रिया; पासंतो पंगुलो दिठो, ध्याय माणोय अंधलो. १ संजोग सिद्धी सफलं वयंत्ति, न हु एग चक्केण रहो पयाण अंधोय पंगोय समीच लोए, तेसिं पहुता नगरं पड़ठा. २ ||
અર્થ :—એક પુરૂષ જ્ઞાનવાન છે અને ક્રિયા રહિત છે, બીજો પુરૂષ કિયાવાન છે ને જ્ઞાન રહિત છે; એટલે દેખવાવાળા પાંડુલા છે અને ચાલવાવાળા આંધળા છે. તે બન્ને અટવીમાં રહેલા છે, તે નગર ભેગા કેમ થઇ શકે ? અથાત્ એકાંત પક્ષે ન થઇ શકે, તેમ એકલા જ્ઞાનવાદી તથા એકલા ક્રિયાવાદી મેક્ષ નગરીએ જઇ શકે નહિ. ૧. હવે મેક્ષ નગરીએ કોણ જઇ શકે? તે જણાવે છે. જ્ઞાની પુરૂષષ કહે છે કે-બે વસ્તુનુ મળવાપણુ થાય તે એટલે બે વસ્તુના સોંગ થાય તેા સિદ્ધિની સફળતા થાય. દાખલા તરીકે, એક ચક્ર રથ ચાલે નિહ. બે અથવા ચાર ચક્ર હોય તે રથ ચાલે. તેમ આંધળે અને પાંગળા બન્ને એકઠા મળે અને આંધળાની ખાંધે પાંગળા બેસે તે અન્ને નગર ભેગા થાય. તે ન્યાયે જ્ઞાન અને ક્રિયા બન્ને સાથે હોય તાજ મેક્ષ નગરીએ પહોંચી શકે. ૨.
જ્ઞાનવાદી, માત્ર એકલા જ્ઞાનનાજ વાદ કરી બેસી રહે તેથી કાંઈ વળવાનું નથી. દાખલા તરીકે, દેખતા પુરૂષ સાવરના મધ્ય ભાગે રહેલા ચારે તરફના કાંઠા ભાળે તેથી કાંઠે પહેાંચી શકે નહીં, પણ પગ ચલાવે પગે ચાલે તે કાંઠે પહોંચી શકે, તેમ જ્ઞાનવાન મેાક્ષનુ સ્વરૂપ જાણે તેથી મેક્ષ મળી શકતા નથી. ક્રિયા વિના મેક્ષ પ્રાપ્ત થાય નહિ. શ્રાદ્ધ વિધિ ભાંષાંતરમાં પાને ૨૨૫મે કહ્યુ` છે કે-ઔષધ માત્ર જાણવાથીજ આરેગ્ય થવાનુ નથી, તથા ભક્ષ પદાર્થી પણ કેવળ જોવાથી પેટ ભરાતું નથી, તેમ કેવળ ધર્મોપદેશ સાંભળવાથી પણ પૂરૂ' ફળ મળતું નથી, તેમજ કોઇ પુરૂષ તરવાનુ જાણતા હોય, તે પણ જો નદીમાં પડી શરીરને હલાવે નહિ, તે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org