________________
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૨ જે. ૮૫ હવે ક્યા છે કમેને (પુદ્ગલેને) ગ્રહણ કરે છે ? જીવ બે પ્રકારના કહ્યા છે. એક સકમાં અને બીજા અકમાં. તેમાં અમને કર્મ લાગતાં નથી. અને સકમ એટલે જીવ અને કર્મને અનાદિ બંધ રહ્યો છે તે જ સકમાં કહેવાય છે, તે બંધ કઈને કરેલું નથી. જેમ પૃથ્વીમાં સુવર્ણ અને માટીને મેલાપ કયારે થયે તેની આદિ નથી તેમ જીવ અને કર્મના મેલાપની આદિ નથી. એવા સકમ જીવને શરીર ઇદ્રિ અને મન રૂપ પીચકારી વડે આત્મરૂપ હસ્તે કરી કર્મ રૂપ જળનું ખેંચાણ થાય છે. એટલે એટલી પીચકારીથી જલનું ખેંચાણ થાય નહિ, એકલા હાથથી પણ જલનું ખેંચાણ થાય નહિ, તેમ આત્મ પ્રદેશ સાથે રહેલા કામણ શરીરના પ્રાગે અને આત્મવૃત્તિના ખેંચાણે કર્મોના પુદ્ગલેને ખેંચીને પુદ્ગલેને આત્મ પ્રદેશ સાથે એક રૂપે મળેલા કાર્મણ શરીરની સાથે તૈજસ શરીર (જઠર રૂપે રહેલ છે તે) વડે આત્યપ્રદેશ અને કાશ્મણ શરીર સાથે એક રૂપે પાચન કરવા રૂપ મેલાપ કરે છે. આનું નામ આત્મા સાથે કર્મનું મળવું યા કર્મને બંધ કહેવામાં આવે છે. માટે જેનું માનવું એમ છે કે કર્મને કર્મ ગ્રહણ કરે છે તે વાત મિથ્યા છે, સૂત્રના ન્યાયે તે આત્મા જ કર્મને ગ્રહણ કરે છે. માટે કર્મને કર્તા આત્મા છે, કર્મ નથી એ વાત સૂત્ર ન્યાયે સિદ્ધ છે.
પ્રશ્ન ૩૨–કેટલાક પિતાને વિષે સંયમીપણું માની બીજાને હિસાબમાં ન ગણે તેનું કેમ?
ઉત્તર–સૂયગડાંગ સૂત્ર તસ્કંધ પહેલે અધ્યયન ૧૩ મે ગાથા ૮૯ મીમાં કહ્યું છે કે જે કોઈ એમ માને છે કુંજ સંયમવંત છું, હું જ જ્ઞાની છું, પરમાર્થ અજાણ એમ માને તથા હંજ તપસ્વી છું. એમ પોતે માનતા બીજાને પૂતળા સરખા ગણી લેખામાં ન ગણે તે જેમ મૃગ પાસમાં પડ્યા દુઃખ પામે તેમ એકાંત સંસાર માંહી ફરી દુઃખ પામે. ને મદે કરી રાચે તે સર્વજ્ઞના માર્ગને અજાણ થકેજ પ્રવર્તે. એમ કહ્યું છે.
પ્રશ્ન ૩૩–કેટલાક જ્ઞાનવાદીઓ કહે છે કે અમારે વ્રત નિયમ, પચખાણ કે ત્યાગ કરવાની શી જરૂર ? અર્થાતુ અમારે ક્રિયા કરવાની કાંઈ જરૂર નથી. જ્ઞાન વડે અમે તમામ સ્વરૂપ જાણીએ છીએ, મેક્ષ કેમ મેળવાય છે. તે તે અમારા આત્માને જાણ્યું જ વર્તે છે. માટે કિયાની કોઈ જરૂર નથી, ક્રિયા તે આંધળી છે. જ્ઞાન વિનાની ક્રિયા મક્ષ ફળને આપતી નથી, માટે જ્ઞાનથી જ મોક્ષ મળે છે, તે વાત ખરી છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org