________________
૭૮ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા—ભગ ૧ લે. કર્યા ત્યાં સુધી લાગવાને સંભવ છે. સૂયગડાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધમાં કહ્યું છે કે–જ્યાં સુધી જીવે પચ્ચખાણ કર્યા નથી ત્યાં સુધી અપચ્ચખાણની ક્રિયા ચાલી આવે છે. દાખલા તરીકે પચાસ વર્ષ પહેલોના મનુષ્ય એ જે દેશમાં રેલ્વે, મટર, બલુન, સ્ટીમર પ્રમુખ ભાળી નહતી અને તેનું નામ પણ કાને સાંભળ્યું નહોતું. તથા ફળદ્રુમની જાત અનેનાસ, ફણસ, વગેરે (કુટની ચીજ ) કે જેણે સ્વમમાં જાયું નહોતું એવાઓએ વ્રત આદરતી વખતે તે સમયનાં ચાલતી પ્રવૃત્તિનાં વાહને તથા ફળની જાતને આગાર રાખી બાકીનાં પચ્ચખાણ કરેલાં તે અત્યારનાં વિદેશી વાહને રેલગાડી, મેટર, બલુન, બેટ વગેરે તથા અનેક પ્રકારના ફળદ્રુમની જાતિને પરિભેગ કરતા અટકે છે એવું નજરે જોઈએ છીએ. અને જેણે પચ્ચખાણ નથી કરેલાં તેઓ બધે પરિભેગ કરે છે. માટે ભગવંતે કહ્યું છે કે જ્યાં સુધી પચ્ચખાણ નથી કર્યા ત્યાં સુધી અપચ્ચખાણની અવતની ક્રિયા ચાલી આવે છે. એવા જ પાપકર્મથી છૂટયા નથી એમ પણ કહી શકાય. ક્રિયા એ પાપકર્મને આવવાનું નાનું છે, અને વ્રત પચ્ચખાણ તે નાલામાંથી આવતા પ્રવાહને અટકાવવાને કપાટ, કમાડ કે ઢાંકણું છે, માટે પચ્ચખાણની જરૂર છે. જુગલીયાં થ ભક્ત, છઠ ભક્ત, અઠમ ભક્ત આહાર કરે છે. એમ સૂત્ર પાઠે ચાલેલ છે તેને ઉપવાસ કહ્યા નથી પણ અગ્રતી ને અપચ્ચે ખાણ કહ્યાં છે. અને ગુણઠાણું પહેલું હોય કે કોઈને ચોથું હોય, પાંચમું તે હોયજ નહિ. સૂત્રમાં મુનિયેને માટે ચઉલ્થ ભક્ત અહાર કરવા વાળાને એક ઉપવાસ, છઠ ભકત વાળાને બે અને અઠમ ભકત વાળાને ત્રણ ઉપવાસની સંજ્ઞા આપવામાં આવી છે, તે પચ્ચખાણને લઈને આપવામાં આવી છે. તેમ જુગલીયાને ઉપવાસની સંજ્ઞા આપવામાં આવી નથી. તેનું એક કારણ કે પચ્ચખાણ નથી માટે ઉપવાસ કહેવાય નહિ.
એકેન્દ્રિય જીવ કાંઈ પણ ચીજ ખાતા નથી, માટે તેને જાવજીવન ઉપવાસ કે ત્યાગ કાંઈપણ કહી શકાય નહિ.
નારકી દેવતા કવલ આહાર કરતા નથી. વળી દેવતામાં તે જેટલા સાગરોપમનું આઉખું હોય તેટલા હજાર વરસે આહારની ઈચ્છા થાય, પણ ત્યાં સુધી તેને ત્યાગ કે ઉપવાસ કાંઈ પણ કહેવાય નહિ.
જુગલીયા, નારકી, દેવતા અને એકેદ્રિય, એ તમામને અગ્રત અને અપચ્ચખાણની ક્રિયા સદાયની ચાલતીજ છે. કોઈપણ પ્રકારની તેને ઈચ્છા ન હોય તે પણ તેને અપચ્ચખાણની ક્રિયા તે જૈન સૂત્રની અપેક્ષાએ લાગુજ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org