________________
૧૦
જ્ઞાન એકલું શ્રેયઃને સાધી શકતું નથી. ક્રિયા વિનાનું જ્ઞાન પાંગળુ છે, એટલે જ્ઞાનની સાથે ક્રિયાની-કમની પણ જરૂર છે. આ કમ તે કયાં ? શ્રી કૃષ્ણે નિયતં જર્મમાર એમ કહ્યું છે તે કર્મ, અને જ્ઞાનક્રિયાજ્યાં મોક્ષ માં જે ક્રિયા કહી છે તે ક્રિયા એ છે કે જેડે અશુભ કર્મોના વિલય થાય. જૈન ધર્મ અનેકાંતવાદી છે. તે એક પ્રકારનાં કમેŕને તેડવાને બીજા પ્રકારનાં કર્માં આદરવાનુ પણ કહે છે. આ આદરણીય કર્મો કાં અને ત્યાજ્ય કાં કાં તેને બેધ પ્રાપ્ત કરનાર સદ્ગુરૂ અથવા સદ્ગુરૂના વચનામૃતના સંગ્રહરૂપ આવા ગ્રંથા અતિ ઉપયુક્ત છે. આ ગ્રંથમાં જ્ઞાનનું દનનું અને ચારિત્રનુ’-કર્માને કાપવાને કર્મો કરવાનુ` કથન વિસ્તારથી જુદેજીદે સ્થળે કરવોમાં આવેલું છે. ક્રિયા વિનાનું જ્ઞાન પાંગળુ છે, તેમજ જ્ઞાન વિનાની ક્રિયા આંધળી છે, છતાં અજ્ઞાનવશતઃ થએલી શુભ ક્રિયા પણ સ્વલ્પાંશે આત્માને હિતકર થાય છે, અજ્ઞાનવશત: પણ જેટલે સમય શુભ ક્રિયા કરવામાં આવે, તેટલે સમય આત્માની આશ્રવક્રિયા——પાપાગમનની ત્રિયા અટકે છે, તે પણ આત્માને એક મોટા લાભ છે. શુભ વિચાર અને શુભ આચારના યાગ અત્યુત્તમ છે, પરન્તુ શુભ વિચારની અનુપસ્થિતિમાં શુભ આચાર પણ હિતાવહ તા છે જ. જે શુભ વિચાર ન હોય તે માત્ર શુભ આચારથી શુ વળવાનું છે ? એમ કહી વિચારની સાથે આચાર પણ અશુભ આદરે છે તે આત્માનું એકાન્ત અકલ્યાણ કરે છે. આ ગ્રંથના એક વિભાગમાં ગ્રંથકારે જ્ઞાનવાદી અને ક્રિયાવાદીનુ સ્વરૂપ જણાવતાં એકાન્ત વાદના જે શાસ્ત્રસિદ્ધ નિષેધ દર્શાવ્યે છે અને અન્ય વિભાગમાં દયા, દાન, પુણ્યાદિ સત્કર્મોના ઉત્થાપકોના એકાન્તવાદને નિષેધ દર્શાવ્યે છે તે જૈન ધર્મના અનેકાન્તવાદને સારી રીતે પ્રકાશિત કરે છે.
અનેકાન્ત આગમ કહ્યાં, એકત વદે ઋણગાર, જે અંગે વારીયે, એ નહિં તુજ વ્યવહાર, અનેકાંત આગમ કહ્યાં, નયનિક્ષેપ પ્રમાણ, એકાન્તવાદીને કહ્યો, મિથ્યાવાદ અયાણુ. દ્રવ્ય ક્ષેત્ર ને કાળ ભાવ, ઉત્સગ ને અપવાદ, તે જાણ્યાણિ જે વદે, એકાન્ત મિથ્યાવાદ.
Jain Education International
૧
For Private & Personal Use Only
ર
આ ગ્રંથમાં પ્રત્યેક પ્રશ્નાત્તરમાં જૈન ધર્મના અનેકાન્તવાદ દીપી રહ્યો છે અને એ અનેકાન્તવાદની નિષ્પત્તિ માટે શકાની ઉપસ્થિતિ અને તેનું ચગ્ય રીતે સમાધાન કરવા સારૂ પ્રશ્ન ઉત્પન્ન કરીને તેને ઉત્તર આપવાની શૈલી ગ્રંથકારે ચેજી છે. આ શૈલી જુદા જુદા પ્રકારના અને
૩
www.jainelibrary.org