________________
ગંભીર શ્રાવક તે જણાય, પરંતુ સદ્દગુરૂને વિરહ થતાં મન પાછું કલુષિત થઈ જાય.
પાંચમાં પ્રકારને શ્રાવક ગુજરાતની ભૂમિ જેવું છે. ગુજરાતની ભૂમિપર મેઘ પડયા પછી કેટલાક વખત સુધી તેને ત્રહ-ભેજ રહ્યા કરે છે અને તેથી તે ભૂમિપરના પાકને પોષણ મળ્યા કરે છે. એ જ રીતે એ પ્રકારના શ્રાવકને સદ્દગુરૂના ધરૂપી જળને ત્રહ થોડો વખત રહે છે.
છઠ્ઠા પ્રકારને શ્રાવક મારવાડની ભૂમિ જે છે કે જેમાં પાકને માટે રોજ રજ વરસાદ જોઈએ છે. બેચાર દિવસ સુધી વરસાદ ન આવે તે પાક સુકાવા લાગે છે કારણ કે ત્યાંની ભૂમિમાં ભેજ રહી શક્તનથી; એ રીતે મારવાડની ભૂમિ જેવા શ્રાવકને જ્યાં સદ્ગુરૂને સમાગમ હોય છે ત્યાં સુધી તેનું મન કેમળ રહે છે, પરંતુ સરૂ જાય કે તુરત તેનું મન પૂર્વવત્ કઠોર બની જાય છે. પણ
સાતમા પર્વત કેરી ટૂંક,
ઘન વૂડે નવ ઊગે રૂબ! આવા પત્થરપર પાણી ઢેળ છતાં કશી અસર ન થાય એવા સાતમા પ્રકારના શ્રાવકોએ હોય છે અને તેમને તે જેમ સદ્ગુરૂ ઉપયોગી નથી તેમ સદગુરૂનાં વચનામૃતે પણ ઉપયોગી નથી. આ સાત પ્રકારમાંના છેલ્લા ચાર પ્રકારના શ્રાવકેથી આજને જનસમુદાય બહુ અંશે ભરેલે છે. પહેલા ત્રણ પ્રકારના શ્રાવકે તે કોઈ જ જોવામાં આવે છે. જ્ઞાનપ્રાપ્તિનું સાધન સદગુરૂ છે એમ ઉપર કહ્યું છે પરંતુ સદગુરૂના વચનરૂપી મેઘને પ્રહાર હમેશાં ચાલુ રહે એવે વેગ ભાગ્યે જ બને છે અને તેથી કોઈ વાર લીલી બનેલી ભૂમિને લાંબો વખત તે સુકામણાં જ બને વેઠવાં પડે છે. આ કારણથી ભૂમિ સુકાય જાય, તરડાઈ જાય કે બહુ તે બે ચાર માસ બેહ રહે, પરંતુ એવા પ્રકારે મનુષ્યને સત્યજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. સત્યજ્ઞાનની પ્રાપ્તિ વિના સત્ય દર્શનને તેમજ સત્ય ચારિત્રને લાભ પણ સંભવિત નથી સદ્ગુરૂની ઉપસ્થિતિને અભાવે સશુરૂનાં વચનામૃતને સતત સમાગમ જે બને છે તે પણ ગ્રહણ કરવાલાયક છે, અને તે કારણે આવા તત્વસારરૂપ ગ્રંથ મુમુક્ષુ જીવન રામદિવસના સેવતી જેવા થઈ પડે અને સદ્દગુરૂને અભાવે તેમાંના વચનામૃતનું પાન શુષ્ક હૃદયભૂમિને હમેશાં હવાળી–વૈરાગ્યવાસિત જ રાખીને જેને સ્વકલ્યાણને માર્ગે દોરે એ સ્વાભાવિક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org