________________
શ્રી પ્રશ્નોત્તર મોહનમાળા–ભાગ ૧ લે.
૭૩
શ્રી મહાવીર પરમાત્માના ઘરનું એવું બંધારણ હોય એમ જણાતું નથી. કારણ કે શ્રી મહાવીર દેવની પાસે અંબડ સન્યાસી સાસે ચેલાઓ સહિત મહાવીરે ઉપદેશેલો ધર્મ અંગીકાર કરવા આવેલ, તેને ભગવંતે એમ કહ્યું નથી કે તારાં વ્રત નિયમાદિ તથા તારે વેશ છોડી દે તે તને મારો ધર્મ સંભળાવું યા શ્રાવક ધર્મ અંગીકાર કરાવું. એવે આગ્રહ કે બોધ કાંઈ પણ કર્યો નથી. પરંતુ જે તેના સન્યાસપણને ત્યાગ અને વેશ હતે તે મેજુદ રાખી શ્રાવકનાં વ્રત અદાવતાં શ્રાવક ધર્મમાં તમામ દાખલ કરી દીધું અને સન્યાસના વેશે શ્રાવક ધર્મ પાળે. વગેરે અધિકાર ઉવવાઈ સૂત્રમાં વિસ્તાર સહિત છે.
તેમજ ઉત્તરાધ્યયનનું ૨૩ મું અધ્યયન જેવાં કેશી સ્વામી ગૌતમ સ્વામી સાથે ભળ્યા ત્યારે ગૌતમ સ્વામીએ એમ જણાવ્યું નથી કે તમારૂ કેરે મૂકે તે મારું અંગીકાર કરાવું. પણ એ પાઠ છે કે–સુવરી સEજરિ પરૂપણ અને આચાર સખે , એટલે શ્રી મહાવીરના સાધુ પ્રમાણે કેશી સ્વામીએ આચાર વ્યવહાર અને જ્ઞાનમાં (પરૂપણામાં) સુધાર કર્યો એવા ઘણા અધિકાર છે. પણ હાલના જમાનામાં જૈનમાં ઉત્પન્ન થયેલા નવીન માર્ગો પંથની પેઠે તિલાંજલીઓ દેવરાવતા નહિ.
પ્રશ્ન ૧૫–કોઈ કહે કે, ભગવતીજી સૂત્રમાં ક્ષતક ૧લે ઉદ્દેશે ૯ મે કહ્યું છે કે–ગાથા સામાપુ, ગાથા સામાસય. આત્મા એજ સામાયિક અને આત્મા એજ સામાયિકને અર્થ છે. માટે અમને આત્મજ્ઞાનીને ખોતાં પીતાં, કામકાજ કરતાં અને વિષયાદિ ભેગવતાં પણ અમે સામાયિકમાંજ છીએ. આ પ્રમાણે બેલનારા સાંભળીએ છીએ તેનું કેમ ?
ઉત્તર–અરે ભાઈ ! એથીએ પણ અધિક બોલનારા અને આત્મ જ્ઞાનીનું નામ ધરાવનારા સાંભળતા આવીએ છીએ. હું કેવળી છું, તીર્થકર છું, અરિહંત છું, વીતરાગ છું. વગેરે પિતે પિતાની મેળે માના બેઠેલા યા તે ભાવિક સેવકેએ તેવા પ્રકારને અધિકાર આપે હોય, કે લખ્યું વંચાશે એમ ધારી પુસ્તકમાં કોઈએ દાખલ કર્યું હોય, પણ તેવા શબ્દો વાચવા સાંભળવામાં આવ્યા છે ખરા. તે પછી સામાયિક, વ્રત, પચ્ચખાણ, સંયમ, સંવરાદિકના અધિકારી થઈને બેસે તેમાં નવાઈ શી. ભગવાન બનવું કને ખોટું લાગે, એ તે અનાદિને જીવને ઢાલે છે. પણ પ્રશ્નકારનું પ્રશ્ન ખોટું નથી એવા અવાજ તે ઘણુ વખત થયાં સાંભળતા આવીએ છીએ, અને એમ બોલનારા નિડરપણે બોલ્યા પણ કરે છે. તેથી એમ માનવાનું નથી કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org