________________
શ્રી પ્રત્તર મેહનમાળા–ભાગ ૧ લે.
૭૧ વંતે સહેલાઇથી બતાવ્યું છે, પણ તેવા દોષના ભયથી સામાયિક કરતાં અટકાવેલ નથી.
પ્રશ્ન ૧૨–કેટલાક એવી વાત પણ કરે છે કે–અમે તે એવા નિશ્ચયપર આવી ગયા છીએ કે સમક્તિ સહિત અને મનવૃત્તિ સ્થિર રહે એવું સામાયિક થાય તેજ કરવું પણ સમક્તિ વિના દેષવા સામાયિક કરવું નહિ. સમકિત વિના અને વ્યવહારિક સામાયિક આદિ ધર્મ કરણી તે આ જીવે અનંતીવાર કરી મેરૂ પર્વત જેટલા એધા મુહપતિને ઢગલા કર્યા પણ સમક્તિ વિના આત્માનું કાંઈ વળ્યું નહીં માટે પ્રથમ સામક્તિની પ્રાપ્તિને ઉપાય કરે તે શ્રેષ્ઠ છે.
ઉત્તર—તે વાત તે સૌ કોઈ કબુલ કરે, પણ કેઈ એ હઠાગ્રહ કરે કે મારે તે સાત માળને બંગલે મળે તેજ તેમાં રહેવું. પણ જ્યાં સુધી સાત માળને બંગલે ન મળે ત્યાં સુધી શું કરવું ? તે વિચાર પણ સાથે કરે જોઈએ. તે નિર્વાહ જેગ જેવું તેવું ઝુંપડું વીંખી નાખે તે શી દશા થાય ? માટે વિચારયુકત માણસે ભલે સાત માળના બંગલાની ઈચ્છા રાખવી, પણ તે મળે ત્યાં સુધી ઝુંપડું તે વિંખવું જ નહિ. તેમ સમક્તિ સહિત અને મન સ્થિર રાખી કરણ કરવાનો પ્રયન્ન કરે, પણ તેમ ન બને ત્યાં સુધી કાંઈ કરવું જ નહિ એ તે અગતિમાં જવાને રસ્તે લીધે ગણાય ઝુંપડાવાળે જ્યાં સુધી ઝુંપડામાં પડે રહેશે ત્યાં સુધી ટાઢ તડકે વગેરે ઘણું ઉપસર્ગોથી બચી શકશે. માટે બંગલે ન મળે ત્યાં સુધી ઝુંપડાને રીપેર કરી સાફસુફ રાખવાની જરૂર પડશે અને તે પ્રમાણે કરશે તેજ સુખી થશે. તેમજ સમક્તિ સહિત મનવૃત્તિને સ્થિર કરી કરણી કરવાની ભાવના રાખવી પણ તેમ ન બને ત્યાં સુધી જૈનમાર્ગાનુસારી વ્યવહારિક કિયા મૂકવી નહિ કે જેથી અને ભ્રષ્ટ તતે ભ્રષ્ટ ન થાય. વ્યવહારમાંથી નિશ્ચયની પ્રાપ્તિ થવા સંભવ છે. સડકે ચાલવાથી વહેલું મોડુંપણ નગર ભેગું થવાશે. માળપર ચડતાં નિસરણીના એક પગથીયેથી બીજે પગથીએ પગ મૂકશે તે પગથીયે પગથીયે માળ પર ચડાશે, પણ વ્યવહાર રૂપ નિસરણીને કોરે મૂકી કૂદીને માળ પર ચડવા ધારશે તે તે કદી નહિ ચઢી શકે. માટે વ્યવહારિક પણ ધર્મ કરણને વળગી રહેતાં નિશ્ચયની પ્રાપ્તિની ભાવના સહિત શુદ્ધ કરણી મેળવવા પ્રયત્ન કરે એ સિદ્ધાંતને ન્યાય માર્ગ છે.
પ્રશ્ન ૧૩–ત્રત લીધા પછી મન સ્થિર ન રહે તે કેમ કરવું ?
ઉત્તર–મન ચપળ છે તેને સ્થિર રાખવાને ઉપાય માત્ર આત્માને ઉપગજ છે. જો કે ગૌતમ સ્વામી જેવા મહાન પુરુષોને પણ ઉત્તરાધ્યયનના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org