________________
૭૦
શ્રી પ્ર
ત્તર મેહનમાળા-ભાગ ૧ લે.
વિશેષ નુકસાની નથી, પણ એ સે ટકાના લાભમાં પાંચ પચીસ ટકાને લાભ ઓછો થયે, એટલા માટે પણ ટકાને લાભ જ કરી એટલે વખત સંસારની ખટપટમાં કે આરંભ સમારંભમાં કે વિષય કષાયમાં કે વિકથામાં કે કોઈની નિંદા કરવામાં કે ખોટી કુથલી કરવામાં અથવા પ્રમાદમાં ગુમાવવાથી કેટલી નુકસાની થઈ તેના હિસાબ ગણાશે નહિ. માત્ર એક મનની ચંપલતાને દોષ મૂકી (આગળ ધરી) સામાયિકાદિ વ્રતને નિષેધ કરવાને સરવાળે બંધાણે કે મણમાં ૪૮ શેરની ભૂલરૂપ આખું સાંબેલું વાસીદામાં ચાલ્યું જાય, એને ડહાપણ કઈ જાતનું ગણવું ? ડાહ્યો તે તે કહેવાય કે સીધે હિસાબ ગણે, સીધે સરવાળે બાંધે છે. એક તરફથી સામાયિકમાં મનની ચલિતાની નુકસાની અને બીજી તરફથી સામાયિક એટલે વખત છૂટો રહેવાની નુકસાની. તેમાં કઈ નુકસાની વધે? તેમજ બન્ને તરફથી નુકસાનીની એક તરફની ખોટ અને તેની સામે બીજી તરફ સામાયિકમાં વચન અને કાયા, વ્રતમાં રહ્યાને લાભ. તે સર્વને હિસાબ ગણી તેમાં લાભને વધારો છે કે બોટને ? તે ડાહ્યા માણસે વિચારવું જોઈએ.
પ્રશ્ન ૧૧–સામાયિકમાં મન, વચન ને કાયા ત્રણે જગ બાંધવામાં આવે છે કે તે પછી મન છૂટું રહે, આડું અવળું જાય અને મનથી સામાયિકને ભંગ થાય તે ત્રણે જગનો ભંગ થયો એમ કેમ ન કહેવાય ?
ઉત્તર–મન છૂટું રહેવાથી કે આડે અવળે મનને વિચાર થવાથી કોઈ સામાયિકને ભંગ થતો નથી, પણ અતિચાર દોષ લાગે છે, એમ આવ
શ્યક સૂત્રો જણાવે છે. નવમા સામાયિક વ્રતના અતિચારમાં મન, વચન કે કાયા દુપ્રણિધાનમાં એટલે ખોટા વિચારમાં પ્રવર્યા હોય તે તેને અતિચાર દોષ લાગે. તે દોષ તે આલોચના ઇહાપ કે પશ્ચાતાપ કરવાથી યા મિચ્છામિ દુક્કડે દેવાથી દૂર થાય છે. તેમાં પણ મનને દોષ તે માત્ર નવીન કેરા વસ્ત્ર ઉપર ઉડીને પહેલી જ જે છે, કે ખંખેરવાથી તે રજ તરતજ ખરી પડે. તેમ અતિચારને દોષ પણ તેજ પ્રકારે છે. તેમાં પણ મનની ચપળ– તાને ઘણાજ હળવે છે. દાખલા તરીકે હજાર મણ લાડવાને ઢગલે પડે છે તેની પાસે લાડવા ખાવાનાં પચ્ચખાણવાળ મનવડે લાડવા ખાવાને સંક૯પ કર્યા કરે, પણ તેના મેઢામાં એક કણ પણ પસશે નહિ કે તેની બાધાનો ભંગ થાય. પણ લાડ ઉપાડી મોઢામાં મેલે તે તેની બાધા તેજ વખતે ભાંગી ગણાય, તેમ સામાયિકનું પણ સમજવું. માટે સામાયિકમાં અતિચાર દેષ લાગે તે તેને ટાળી સામાયિકની શુદ્ધિ કરવાને રસ્તે ભગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org