________________
શ્રી પ્રત્તર મેહનમાળા-ભાગ ૧ લે.
કિત વિના ભવ ઘટે નહિ તેમજ શુભ કરણી વિના ગતિ પણ સુધરે નહિ. હવે જ્યારે સમકિત અને કરણ બેયની અપ્રાપ્તિએ નરક તિર્યંચાદિક અશુભ ગતિને પ્રાપ્ત થવું અને તેનાં અશુભ ફળ ભેગવવાં, તેમ કરવા કરતાં, એકાંત શુભ કરણથી શુભ ફળની પ્રાપ્તિ થાય અને શુભ ફળ ભેગવવા તેમાં શું નુકશાની છે ? તે જરા વિચાર કર જોઈએ. દાખલા તરીકે બે રૂપિયાના પગારથી સરકાર દરબારમાં દાખલ થયેલ હોય તો તેને ઉચે હોદ ચડવાને સમય કઈ વખત આવે ખરે. જેમ તામલી તાપસ તથા પુરણ તાપસ વગેરે અકામ નિર્જરાની કરણી કરતા થકા દેવગતિ પામ્યા. તે ત્યાં તીર્થ કરાદિકના જેગે દેવતાના ભવમાં સમકિત પામીને મનુષ્ય થઈને મેક્ષ જશે. તે પછી જૈન માર્ગને અનુસરી કરણી કરવાવાળાને તે નુકશાની હાયજ શાની ?
જેમ સમકિત સહિત કરણી કરવાથી મોક્ષ ફળ કડું છે તેમજ સમકિત રહિત પણ જૈન માનુસારે કરણી કરતાં મેક્ષ ફળ ઢુંકડું જ છે. સાખ ભગવતીજી શતક ૩૩ મે ઉદ્દેશે ૯ મે વરૂણ નાગ નતુયાને બાળ મિત્ર (અજ્ઞાન મિત્ર) વરૂણની પેઠે જૈન માર્ગને કરણ કરવાથી, સંથારે કરવાથી ઉત્તમ કુળમાં મનુષ્યપણે ઉત્પન્ન થશે, ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય થઈ મેક્ષ જશે. વરૂણની સમકિત સહિત કરણીએ તે જ પલ્યોપમની સ્થિતિએ દેવતા છે અને ત્યાંથી રવી મહાવિદેહમાંથી મેક્ષ જશે. અને તેને મિત્ર તે પહેલાં મિક્ષ જશે. એ ઉપરથી એમ નિશ્ચય થાય છે કે જેના માર્ગનુસાર કરણી પણ મહા ફળદાયક છે.
પ્રશ્ન ૧૦–કેટલાક કહે છે કે સામાયિકમાં મન સ્થિર રહેતું નથી માટે સામાયિક કરવાથી ઉલટું કર્મ બંધાય છે. જ્યાં ત્યાં મન ફરતું ફરે અને સામાયિક કરવું તે શા કામનું ?
ઉત્તર--મન સ્થિર રહે અને સામાયિક કરવું તે તે મહા લાભદાયક છે. પણ મને તે ચપલ છે, તે કદાપિ કાબુમાં ન રહે તેથી સામાયિક ન કરવું તે તે ઠામુકી મુડી ગુમાવવા જેવું છે. બે ઘડી સુધી વચન અને કાયાને કબજામાં રાખવાને લાભ ઠામુકો નાશ થાય એવું કામ કેણ કરે ? જે. કે મનની ચપલતાને લઈને મન આડું અવળું દોડ્યાં કરે તેથી તેની સામાયિકને ભંગ થવા સંભવ નથી. ભંગ તે મન, વચન કે કાયાએ કરી સાવદ્ય ક્રિયા કરે અથવા કરાવે તે થાય તેમાં કદાપિ મને કરીને સાવદ્ય કામ કરે એટલે જીવના વધરૂપ મનમાં સંકલ્પ કરે તે મનથી ભંગ થ ગણાય, તે પણ વચન અને કાયાથી ભંગ નથી થયું, ત્યાં સુધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org