________________
–હા ૨૧ ]
પરમામપ્રકાશ
૧૮૧
पुद्गलद्रव्यस्य पर्यायो भवति तर्हि पुद्गलपरमाणुपिण्ड निष्पन्नघटादयो यथा मूर्ता भवन्ति तथा अणोरण्वन्तरव्यतिक्रमणाजातः समयः, चक्षुःसंपुट विघटनाजातो निमिषः, जलभाजनहस्तादिव्यापाराज्जाता घटिका, आदित्य बिम्बदर्शनाजातो दिवसः, इत्यादि कालपर्याया मूर्ता दृष्टिविषयाः प्राग्भवन्ति । कस्मात् । पुद्गलद्रव्योपादानकारणजातत्वाद् घटादिवत् इति । तथा चोक्तम् । उपादानकारणसदृशं कार्य भवति मृत्पिण्डायुपादानकारणजनितघटादिवदेव न च तथा समयनिमिषघटिकादिवसादिकालपर्याया मूर्ता दृश्यन्ते । यैः पुनः पुद्गलपरमाणुमन्दगतिगमननयनपुटविघटनजलभाजनहस्तादिव्यापारदिनकरबिम्बगमनादिभिः पुद्गलपर्यायभूतैः क्रियाविशेषैः समयादिकालपर्यायाः परिच्छिद्यन्ते, ते चाणुव्यतिक्रमणादयः तेषामेव समयादिकालपर्यायाणां व्यक्तिनिमित्तत्वेन बहिरङ्गसहकारिकारणभूता एव ज्ञातव्या न चोपादानकारणभूता घटोत्पत्तौ कुम्भकारचक्रचीवरादिवत् । तस्माद् ज्ञायते तत्कालद्रव्यममूर्तमविनश्वरमस्तीति तस्य तत्पर्यायाः समयनिमिषादय इति । अत्रेदं तु कालद्रव्यं सर्वप्रकारोपादेयभूतात् शुद्धबुद्धक
ઘટાદિ જેવી રીતે મૂર્ત હોય છે તેવી રીતે એક પ્રદેશથી બીજા પ્રદેશ સુધી પરમાણુના ગમનથી ઉત્પન્ન થતા સમય, આંખના બીડવા-ઉઘડવાથી ઉત્પન્ન થતો નિમિષ, જલભાજન અને હસ્તાદિ વ્યાપારથી ઉત્પન્ન થતી ઘડી, સૂર્યના બિબના ઉદયથી ઉત્પન્ન થતે દિવસ ઇત્યાદિ કાલપર્યાયે મૂર્ત હોવા જોઈએ, અને મૂર્ત હોવાથી દષ્ટિના વિષય થવા જોઈએ, કારણ કે તેઓ પુતદ્રવ્યના ઉપાદાન કારણથી ઉત્પન્ન થયેલા માન્યા છે. વળી કહ્યું છે કે–પાશાળતાં વાર્થ મતિ' ઉપાદાન કારણના જેવું જ કાર્ય થાય છે. જેવી રીતે માટીના પિંડાદિ ઉપાદાન કારણ જેવું ઘટાદિ કાર્ય મૂર્ત થાય છે, પણ તે પ્રમાણે સમય, નિમિષ, ઘડી, દિવસ આદિ કાલપર્યાય મૂર્ત જોવામાં આવતા નથી.
વળી પુદ્ગલપરમાણુનું મંદગતિથી ગમન, નયનપુટવિઘટન ( આંખના પલકોર ), જલભાજન તથા હસ્તાદિને વ્યાપાર, સૂર્યબિંબનું ગમન વગેરે પુદ્ગલપર્યાયભૂત ક્રિયા વિશેથી સમયદિ કાલપર્યાયે જણાય છે તે પરમાણુના વ્યતિક્રમાદિ ક્રિયાવિશેષોને કાલના તે સમયાદિ પર્યાયની જ પ્રગટતાના નિમિત્તપણે માત્ર બહિરંગ સહકારી કારણભૂત જ જાણવા, પણ જેવી રીતે ઘડાની ઉત્પત્તિમાં કુંભાર, ચાકડો, ચીવરાદિ ઉપાદાનકારણ નથી તેવી રીતે તેમને ઉપાદાનકારણભૂત ન જાણવા. માટે જણાય છે કે તે કાલદ્રવ્ય અમૂર્ત અને અવિનશ્વર છે. સમય, નિમિષ, આદિ કાલદ્રવ્યના પર્યાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org