________________
પ્રકરણ દશમું આશુપ્રજ્ઞ’ શ્રીમન્ની ત્વરિત શ્રુતપાસના
જાગ્યો આત્મ વિણ પરિશ્રમે તત્ત્વસંસ્કારધારી,
તદ્દબોધે લઘુ વય છતાં વૃદ્ધ જ્ઞાનાવતારી. (સ્વરચિત) થવાણીઆ ગામમાં નામાંકિત બની ગયેલા અને સર્વ કેઈનું આકર્ષણ બની રહેલા બાલ રાયચંદની ખ્યાતિ દેશ-કાળની સીમાના બંધનો તોડી દિગદિગંતમાં પ્રસરવા લાગી. પુષ્પની સૌરલથી આકર્ષાઈને મધુરો મેરથી આવી પડે, તેમ વિદ્વાને સંન્યાસીઓ સાધુઓ બાલ રાયચંદનો સંપર્ક સાધી સમાગમ કરતા. કસ્તુરીનો પરિમલ છાનો રહે નહિં,પરિમલ કસ્તૂરી તણાજી મહી માંહે મહકાય’,–તેમ રાયચંદની કીર્તિ-કસ્તુરીની સુવાસ કચ્છ-મોરબી આદિ આજુબાજુના વિસ્તારમાં તો એકદમ વાયુ વેગે પ્રસરી ગઈ કે વવાણીઆમાં એક વાણીઆન બાલપુત્ર આવો ચમત્કારિક મહાપ્રજ્ઞાવાન્ મહાબુદ્ધિશાળી છે. તે વખતના કચછના દિવાન મણિભાઈ જશભાઈએ તો રાયચંદને કચ્છ પધારવાનું આમંત્રણ આપ્યું હતું, તેને માન આપી રાયચંદ કચ્છ ગયા હતા અને ત્યાં “ધર્મ” વિષય ઉપર એક સુંદર ભાષણ કર્યું હતું. તેથી અત્યંત પ્રભાવિત થયેલા લોકેએ ધાર્યું કે આ તેજસ્વી બાળક આગળ જતાં મહાપ્રતાપી વિજયવાન થશે. ખરેખર ! આ બાર તેર વર્ષને નાનો બાલક ન હતો, પણ પૂર્વન આરાધક હજારો વર્ષની વયને જ્ઞાનવૃદ્ધ પુરાણ પુરુષ હતા!
તેરમાં વર્ષ પછી રાજચંદ્ર તેમના પિતાની દુકાને બેસતા, પિતાને વ્યાપારકાર્યમાં મદદગાર થતા તેમના અક્ષર સુંદર અને મરોડદાર છટાદાર હોવાથી કચ્છ દરબારના ઉતારે તેમને નકલ કરવા માટે બોલાવતા ત્યારે ત્યાં જતા. દુકાને બેસતાં પણ નિર્દોષ આનંદમૂર્તિ રાજચંદ્ર અનેક પ્રકારે આનંદમાં કાળ નિર્ગમન કરતા, નાના પ્રકારની લીલાલહેર કરતા; અનેક પુસ્તક વાંચતા, રામ ઇત્યાદિકના ચરિત્રો પર કવિતાઓ રાતા, સંસારી તૃષ્ણાઓ કરતા; છતાં વ્યાપારમાં પૂરેપૂરી નીતિમત્તા-પ્રમાણિકતા જાળવતા, કેઈને ઓછો અધિકે ભાવ કહેતા નહિં કે ઓછું અધિકું તોળતા નહિં. શ્રીમદે સ્વયં સમુચ્ચયવયચર્યામાં આ પ્રકારે ઉલેખ્યું છે – “આ મારી તેર વર્ષની વયની ચર્ચા છે. પછી હું મારા પિતાની દુકાને બેસતો, અને મારા અક્ષરની છટાથી કચ્છ દરબારને ઉતારે મને લખવા માટે બોલાવતા ત્યારે ત્યાં હું જતો. દુકાને મેં નાના પ્રકારની લીલાલહેર કરી છે; અનેક પુસ્તકો વાંચ્યાં છે, રામ અત્યાદિકનાં ચરિત્રો પર કવિતાઓ રચી છે, સંસારી તૃષ્ણાઓ કરી છે, છતાં કેઈને મેં એ છે અધિકે ભાવ કહ્યો નથી કે કઈને મેં ઓછું અધિકું તળી દીધું નથી, એ મને