________________
અધ્યાત્મ રાજચંદ્ર શ્રીમદને ઉચ્ચાસને ગાદી તકીએ બેસાડતા અને પોતે તેમની સન્મુખ વિનીત શિષ્યની જેમ વિનયાન્વિતપણે બેસતા અને ગુરુની જેમ તેમના પ્રત્યે પૂજ્ય ભાવથી સર્વ પ્રકારે વિનયથી વર્તતા. એમાં ધારશીભાઈએ ન તો એમ ચિંતવ્યું કે હું એક ઉંચા હોદ્દેદાર ન્યાયાધીશ છું અને આ તે એક સામાન્ય વણિકપુત્ર છે, ન તે એમ ચિંતવ્યું કે હું ૪૫ વર્ષની વયને વૃદ્ધ સુપ્રતિષ્ઠિત ગૃહસ્થ છું અને આ તો એક ૧૫ વર્ષની વયનો અજાણ્યો કિશોર છે, પણ એમ ચિંતવ્યું કે આ ઉચ્ચ કોટિને અસાધારણ વિદ્યાધર” છે ને હું તે એક સાધારણ વિદ્યાર્થી છું; આ એક જ્ઞાનવૃદ્ધ સ્વરૂપસુપ્રતિષ્ઠિત જ્ઞાની છે ને હું તો એક બાલ અ૯૫જ્ઞ જિજ્ઞાસુ છું. આવા ભાવની વિચારણાથી માન મૂકી ધારશીભાઈએ શ્રીમદ શિષ્યભાવ ધાર્યો, અને માં સ્વાં કપ એમ શ્રીમદ્ સદ્દગુરુને શરણાપન્ન થયા. આ શિષ્યના સત્ત્વની કસોટી કરતો એક અદ્ભુત પ્રસંગ જો કે આગળ ઉપર બન્યો હતો તે પણ આ ધારશીભાઈને જ લગતા હેઈ આ પ્રકરણમાં આપશું. સર્વ મુમુક્ષુઓને ધડો લેવા ગ્ય આ રસપ્રદ બેધપ્રદ પ્રસંગ અત્રે જેમ છે તેમ વર્ણ વશું.
ધારશીભાઈ મોરબીના ન્યાયાધીશ હતા, ત્યારે શ્રીમદ્દ ૧૪-૧૫ વર્ષની વયે મોરબી કાર્યપ્રસંગે ધારશીભાઈને ત્યાં જવાનું થયું હતું. ધારશીભાઈ શાસ્ત્રના અભ્યાસી હતા, એટલે સાધુ-મુનિરાજે તેમની સાથે શાસ્ત્રવિષયક ચર્ચાદિ કરતા. એક દિવસ સ્થાનકવાસી પૂ. મહારાજ ધારશીભાઈને ત્યાં વહોરવા પધાર્યા. તે દિવસ રવિવારની રજાનો હોઇ તેમણે ધારશીભાઈને કહ્યું–બપોરે સ્થાનકે આવજે. શ્રીગાંગેય અણગારના ભાંગ મને બરાબર સમજાતા નથી, આપણે વિચારશું. ધારશીભાઈએ હા પાડી. આ વાર્તાલાપ ત્યાં હાજર રહેલા શ્રીમદે સાંભળે. ધારશીભાઈ જમીને બહાર ગયા; દરમ્યાન શ્રીમદે એક કેરો કાગળ લઈ તેમાં “ગાંગેય અણગારના સાંગાનું અપૂર્વ રહસ્ય” એ મથાળા નીચે તે ભાંગાનું સ્વરૂપ સુગમ શૈલીમાં લખી, તે કાગળ એક નાની ચોપડીમાં મૂક્યો ને પિતે ચાલ્યા ગયા. તેવામાં એક બકરી ઘરમાં આવીને તે
પડી મુખમાં લેતી હતી ત્યાં ધારશીભાઈ આવી ચઢ્યા. બકરીને હકાલતાં તેના મોઢામાંથી ચોપડી પડી ગઈ ને તે શ્રીમદના લખાણવાળો કાગળ નીચે પડી ગયો. તે લઈ વાંચતાં ધારશીભાઇના આશ્ચર્યને પાર રહ્યો નહિં, તે લખનાર પ્રત્યે બહુમાન સ્કુયું, પરમાદર ઉપજે, અને એકદમ ઉલાસમાં આવી જઈ રાયચંદભાઈને તરત બોલાવી લાવવા પટાવાળાને આજ્ઞા કરી. તે બોલાવવા જાય છે, ત્યાં રસ્તામાં જ ધીર ગંભીર ગતિથી ચાલ્યા આવતા શ્રીમદ્દ સામા મળ્યા. શ્રીમદે ઘરમાં પ્રવેશ કરતાં જ ધારશીભાઈએ શ્રીમદ્દને સાષ્ટાંગ દંડવત્ નમસ્કાર કર્યો ને ચરણમાં પડી અવિનયની ક્ષમા માગી. પછી ધારશીભાઈએ પોતાની ગાદી ઉપર શ્રીમદ્રને બેસાડ્યા, બે હાથ જોડી શ્રીમુખે ગાંગેય અણુગારના ભાંગાનું રહસ્ય સમજાવવા શ્રીમને વિનંતિ કરી. શ્રીમદે બે કલાક અપૂર્વ બોધ આપી માર્ગનું ભાન કરાવ્યું. શ્રીમની અમૃતવાણી સાંભળીને
* શ્રી જવલ હેને સંગ્રહીત કરેલ હકીકતના સાભાર આધારે આ પ્રસંગ અત્ર વર્ણવ્યા છે.