________________
પટ્ટ
અધ્યાત્મ રાજય
દેખી છક થઇ ગયા, અને આશ્ચર્ય ચકિત થઈ ચિંતવવા લાગ્યા—આ દશ વષ જેટલી લઘુવયના ખાલ કેવું અદ્ભુત બુદ્ધિચાતુર્ય દાખવે છે ! કેવું સુંદર વચનમા બતાવે છે ! કેવું પ્રૌઢ ગંભીર તત્ત્વચિંતન દર્શાવે છે! આમ વૃદ્ધવયના મનુષ્યા પણ ન કરી શકે એવી પ્રૌઢ ગંભીર વાર્તો આ જ્ઞાનવૃદ્ધ ખાલના મુખે સાંભળી આશ્ચયમાં લીન થઈ ગયેલા ધારશીભાઇએ કહ્યું——રાયચંદભાઈ! રાજકોટમાં તમે અમારે ત્યાં ઉતરી અમારી સાથે જ રહેજો. રાયચંદે કહ્યું—ના, હું તેા મ્હારા મામાને ત્યાં જ ઉતરીશ ને ત્યાંજ રહીશ. ધારશીભાઇએ બહુ આગ્રહ કર્યાં ત્યારે રાજચંદ્રે ——તમારે ત્યાં આવતા રહીશ, પણ રહીશ તે મામાને ત્યાં જ,
રાજચંદ્ર રાજકેટ પહેાંચી મેાસાળે ગયા, ત્યારે તેમના મામાએ પૂછ્યું-ભાણા ! કાની સાથે આવ્યે ? રાજચન્દ્રે કહ્યું—ધારશીભાઇ સાથે.
આમ રાજચંદ્રના મુખે ધારશીભાઈ રાજકોટ આવ્યાની ખબર પડતાં બન્ને મામા અંદરઅંદર ગુસપુસ કરવા લાગ્યા કે આ ઠીક લાગ આવ્યે છે, આપણે તેમને (ધાર શીભાઈ ને) ‘ઠેકાણે કરી દેવા.' ભાજન કરતાં રાજચંદ્રના કાને આ શબ્દો પડચા. તે પરથી આ ચકાર ખાલકે પ્રત્યુત્પન્ન ઔપત્તિકી બુદ્ધિથી વિચાયુ——આ મામાએને જરૂર કોઈ દુબુદ્ધિ છે અને તેએ ધારશીભાઈનુ કાટલું કાઢી નાંખવાના કાંઇ વિચાર કરતા હાય એમ એમના આ શબ્દો પરથી જણાય છે. માટે મ્હારે ધારશીભાઇને ત્યાં જઈ અગાઉથી તેમને ચેતાવી દઈ બચાવી લેવાનું ઉપકારકાય કરવું જોઇએ. એમ વિચા રીને તે જમ્યા પછી ધારશીભાઇને ત્યાં ગયા અને પૂછ્યું—ધારશીભાઇ, તમારે મારા મામાએ સાથે કોઈ પ્રકારના સંબંધ છે? ધારશીભાઈ—કેમ પૂછવુ પડ્યું? રાયચંદ કઈ પ્રત્યેાજન છે માટે પૂછું છું. ધારશીભાઈ—બીજો કાઈ જાતના સંબંધ નથી, પણ કઇક રાજખટપટ ચાલે છે તે અંગેના સંબંધ છે. રાયચંદ—જો એમ છે તેા તમારે સાવધાન રહેવું, ગાફેલ ન રહેવું, કારણ કે તમારા અંગે તેઓ લાગ આવે તેા ઠેકાણે કરી દેવાની વાત કરતા હતા, માટે તમારે ગલતમાં ન રહેવું, સાવચેત રહેવું. ધારશી ભાઇ—પણ તમે કેમ જાણ્યું કે તેએ મારા અંગે જ આવી વાતને વિચાર કરતા હતા? રાયચંદ—હું મેાસાળ પહોંચ્યા ત્યારે તું કેાની સાથે આવ્યેા એમ મામાએએ પૂછતાં મે તમારૂં નામ આપ્યું. તે પરથી બન્ને મામા તે અંગે અંદરઅંદર ગુસપુસ કરવા લાગ્યા, અને હું ભેજન કરતા હતા ત્યારે મને સંભળાય એવા ઊંચા અવાજે તેએ મ્હાર તેવા પ્રકારની વાર્તા કરી રહ્યા હતા. ધારશીભાઇ—પણ રાયચંદભાઇ! તમારી હાજરીમાં તેવા પ્રકારની વાતે તેએ કરે જ કેમ ? રાયચંદ—આ તે બાળક છે, આ તે આમાં શું સમજે ? એમ સમજીને તેએ બેધડક વાતા કચે જતા હતા. પણ હું તેા ઢાળમાં કઇક કાળુ છે' એમ વાતના આગળપાછળના પૂર્વાપર સંબંધથી તરત સમજી ગયા, એટલે તેએ તેવી કાંઈ પેરવી કરે તે પૂર્વે તમને અગાઉથી વેળાસર ચેતાવવા અને મામાએને દુષ્કૃત્યથી બચાવવા આવ્યે છું.
ધારશીભાઈ તા સ્ફટિક જેવા સ્વચ્છ હૃદયના આ ખાળ મહાત્માની આવી આ