SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ બાલ્યવયના ધર્મસંસ્કાર ગયું અને વૈષ્ણવમાર્ગાનુકૂળ વલણ ઘટતું ગયું; છતાં હજુ સ્વચ્છતા આદિ બાહ્ય (શૌચ) આચારવિચાર તેમને શૌચપ્રધાન વૈષ્ણવના પ્રિય હતા, અને જગકર્તાની શ્રદ્ધા હતી. તેવામાં કંઠી અકસ્માત્ ત્રટી ગઈ એટલે ફરીથી તેમણે તે બાંધી નહિં. તે વખતે તે બાંધવા-ન બાંધવાનું કંઈ કારણ ન હતું, પણ સહજ સ્વભાવે તેમ બની ગયું. આ અંગે જેના વચનમાં અક્ષરે અક્ષરે નિર્દભ નિખાલસ સચ્ચાઈને રણકાર રણકે છે એવા શ્રીમદ્ પરમ ઋજુ નિખાલસ ભાવે લખે છે કે –“પણ હળવે હળવે મને તેમના પ્રતિક્રમણ સૂત્ર ઈત્યાદિક પુસ્તક વાંચવા મળ્યાં. તેમાં બહુ વિનયપૂર્વક સર્વ જગજીવથી મિત્રતા ઈચ્છી છે, તેથી મારી પ્રીતિ તેમાં પણ થઈ, અને પેલામાં પણ રહી. હળવે હળવે આ પ્રસંગ વળે, છતાં સ્વચ્છ રહેવાના તેમજ બીજા આચારવિચાર મને વૈષ્ણવના પ્રિય હતા, અને જગકર્તાની શ્રદ્ધા હતી. તેવામાં કંઠી ત્રુટી ગઈ એટલે ફરીથી મેં બાંધી નહીં. તે વેળા બાંધવા ન બાંધવાનું કંઈ કારણ મેં શેડ્યું નહોતું.” આમ બાલ રાજચંદ્રને તથા પ્રકારના સંસ્કારગે છેડે વખત વૈષ્ણવસંસ્કારને ઉદય આવ્યું, પણ તે પણ હવે ધીરે ધીરે ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં આવી છેવટ અસ્ત પામી ગયો. જો કે પરમાર્થ દષ્ટિથી જોઈએ તો આત્મા નથી વૈષ્ણવ, નથી જૈન, કે નથી ઇતર કેઈ અને આત્મા શુદ્ધ આત્મત્વ પામે એ જ સાચો ધર્મ સંસ્કાર છે; પણ આ તે બાહ્ય સંસકારની અપેક્ષાએ વિવેક્ષા થઈ. એટલે કમે કમે બાહ્ય શોચપ્રધાન-શૃંગારપ્રધાન વિષ્ણુવસંસ્કારનું સ્થાન પરમ ભાવશૌચપ્રધાન-વૈરાગ્યપ્રધાન નસંસ્કાર લેતા ગયા. આમ શ્રીમદના મૂળ જીવનપ્રવાહમાં આમૂલ પરિવર્નાન થઈ ગયું. તે એટલે સુધી કે વૈષ્ણવ સંસ્કારનું નામનિશાન રહ્યું નહિં, સ્મૃતિષમાત્ર બની ગયા; અને રાજચંદ્ર વીતરાગમાર્ગના વાલેપ દઢ પરમાર્થ રંગથી અસ્થિમજજા એવા તો રંગાઈ ગયા કે, જે જગકર્તત્વવાદની અમાન્યતાના કારણે જૈન પ્રત્યે તેમને “વૃણુ” હતી, તે જ જગકર્તૃત્વવાદની અમાન્યતાનું સમર્થન કરી તેઓ જગતકર્તૃત્વવાદનું સમર્થ નિરસન કરનારા કેવી રીતે બની ગયા, તે આપણે હવે પછીના જીવનમાં ક્રમે કરી અવલકશું. લેલક પાછું પિતાને ઠેકાણે આવે-સ્વસ્થાને અદલે-“Pendulum swings back ” તે આનું નામ અને આનું નામ જ મૂલ્યપરિવર્તનથી થતું આમૂલ પરિવર્તન. અને આ આમૂલ પરિવર્તન થયું તે પણ કાંઈ મતની દષ્ટિથી કે કઈપણ પ્રકારના મતાગ્રહથી નહિં, પણ કેવલ શુદ્ધ સની દષ્ટિથી ને કેવળ શુદ્ધ સત્રહણની સત્યાહી નિષ્પક્ષપાત ન્યાયપ્રિયતાથી. શ્રીમદને વૈષ્ણવધર્મસંસ્કારના મૂળ નિમિત્તભૂત અને ઉત્તરોત્તર તેની પુષ્ટિના અવલંબનભૂત દાદા પંચાણુભાઈ હતા, તેમનું અવસાન પણ લગભગ આ જ અરસામાં થયું, તેની નોંધ પણ અત્ર પ્રસંગથી લેવી જોઈએ. સં ૧૮૩૬માં જન્મેલા (દાદા) પંચાણુભાઈનું અવસાન સં ૧૯૩૪માં તેમની ૯૮ વર્ષની વયે થયું. ત્યારે બાલ રાજચંદ્રની વય ૧૦ વર્ષની હતી અને સ્મશાને જતાં આ બાલકે જ નનામીની આગળ ચાલી છાણી ઉપાડી હતી અને પિતાના પ્રિય દાદાને અગ્નિદાહ પણ પિતાના હાથે દીધે
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy