________________
અધ્યાત્મ રાજચંદ્ર ઓર દઢ બની,-એટલે જગકર્તા નહિં માનનાર જૈન પ્રત્યે તેમને ઘણી “જુગુપ્સા— સૂગ હતી, તેમજ ઉપર કહ્યું તેમ પ્રતિમાવિરોધક પ્રતિમાઅશ્રદ્ધાળુ (સ્થાનકવાસી) જેનોની (કેઈ) ક્રિયા મલિન લાગવાથી તેમને ગમતી ન હતી. વવાણીઆના વાણીઆઓ પણ મુખ્યપણે આ પ્રતિમા અશ્રદ્ધાળુ-પ્રતિમાવિરોધક સંપ્રદાયના અનુયાયી હતા, એટલે એ લોકોનો જ એમને પ્રસંગ પડતો હતો. બાલપણામાં શીધ્ર વિદ્યાગ્રહણાદિ ચમત્કારને લીધે સમર્થ શકિતવાળા નામાંકિત વિદ્યાથી ગણાતા રાયચંદની તેઓ પ્રશંસા કરતા. અને તેથી પોરહ પામી–ઉત્કર્ષ આણી ભદ્ર હૃદયનો ભદ્રમૂર્તિ રાયચંદ સેવા મંડળમાં બેસી બાળસુલભ નિર્દોષ ભાવથી વાકચાતુર્યાદિ પિતાની ‘ચપળ શક્તિનું પ્રદર્શન કરતો. તેઓ કંઠી માટે રાયચંદની હાંસી ઉડાવતા,-મીઠી મશ્કરી કરતા, ત્યારે રાયચંદ રદીએ આપી તેમને પ્રતિવાદ કરતો. આ જ વસ્તુનું તાદશ્ય શબ્દચિત્ર શ્રીમદે લાક્ષણિક રીતે સમુચ્ચયવયર્ચામાં આલેખ્યું છે-“ગુજરાતી ભાષાની વાંચનમાળામાં જગતુકર્તા સંબંધી કેટલેક સ્થળે બંધ કર્યો છે, તે મને દઢ થઈ ગયા હતા, જેથી જૈન લોકો ભણી મારી બહુ જુગુપ્સા હતી. બનાવ્યા વગર કોઈ પદાર્થ બને નહીં. માટે જેન લેકે મૂર્ખ છે, તેને ખબર નથી. તેમજ તે વેળા પ્રતિમાના અશ્રદ્ધાળુ લોકેની કિયા મારા જોવામાં આવી હતી, જેથી તે મલિન ક્રિયાઓ લાગવાથી તેથી હું બીતો હતો, એટલે કે તે મને પ્રિય નહોતી. જન્મભૂમિકામાં જેટલા વાણીયાઓ રહે છે તે બધાની કુળશ્રદ્ધા ભિન્નભિન્ન છતાં કંઈક પ્રતિમાના અશ્રદ્ધાળુઓને જ લગતી હતી; એથી મને તે લોકોને જ પાનાર હતો. પહેલેથી સમર્થ શક્તિવાળે અને ગામને નામાંકિત વિદ્યાથી લોકે મને ગણતા; તેથી મારી પ્રશંસાને લીધે ચાહીને તેવા મંડળમાં બેસી મારી ચપળ શકિત દર્શાવવાનું હું પ્રયત્ન કરતા. કઠીને માટે વારંવાર તેઓ મારી હાસ્યપૂર્વક ટીકા કરતા છતાં હું તેઓથી વાદ કરતે; અને સમજણ પાડવા પ્રયત્ન કરતો.” ઇત્યાદિ.
પણ હવે વળતા પાણી થવાની શરૂઆત થવાનો પ્રસંગ બન્યા. ધીરે ધીર રાયચંદને જૈન ધર્મના પ્રતિકનસૂત્રાદિ પુસ્તકો વાંચવા મળ્યાં. તે પરમ પવિત્ર સૂત્રોમાં “મિત્તિ જે સામૂng, વૈર મળ્યું ”—મહારે સર્વ ભૂતો પ્રત્યે મૈત્રી છે, મહારે કોઈ સાથે વૈર નથી, એમ સર્વ જગજીવો સાથે મૈત્રીના પરમોત્તમ-પરદાત્ત વિચારો જોવામાં આવ્યા તે બાલ રાયચંદના નિસર્ગથી વિશ્વપ્રેમી હૃદયને હૃદયસ્પર્શી બની ગયા. જગતમાં સ્વભાવથી જ સર્વથી એકત્વ ઇચ્છતા, સર્વ પ્રત્યે ભ્રાતૃભાવ ભાવતા, સર્વ પ્રત્યે વાત્સલ્ય ભાવ ધરતા બાલ રાયચંદને આ વિચારોમાં પોતાના વિશ્વવત્સલ હદયભાવનો પ્રતિધ્વનિ જણાય. એટલે અત્યારસુધી સંગદેવથી પોતે જૈન સંબંધી માની લીધેલી તેમની બ્રાંત માન્યતાઓને ધરતીકંપનો આંચકો લાગ્યો. આમ તે તે પ્રતિક્રમણસૂત્રાદિ આત્મસ્પર્શી થઈ સત્યતવેષક પરમ સરલહુદયી શ્રીમદના જીવનમાં પલટાનો પ્રારંભ આણનાર શુભ નિમિત્તરૂપ બની ગયા. એટલે તે તે જૈનસંસ્કાર પ્રત્યે શ્રીમદની પ્રીતિ થઈ અને પ્રથમના વૈષ્ણવ સંસ્કારમાં પણ રહી. આમ મિશ્ર સ્થિતિ થઈ. પછી ધીરે ધીરે જેમ જેમ આ જેનશાસ્ત્રોનો પરિચય પ્રસંગ વધતો ગયે, તેમ તેમ જૈનમાર્ગાનુકૂળ વલણ વધતું