________________
૬
અધ્યાત્મ રાજચંદ્ર
ખળભળ ખળભળ ખલક કરી દે, ખડગ ધરીને અડગ ખચીત, ધક ધક ધક ધક નિક ચલાવે, રુધિર કેરી જે રણજીત; દુશ્મનને ખૂબ ચાંપી ચાપે, છાતી ભેદી દે ભડવીર, અરે અરેરે! આજ ગયા કયાં? રઢિયાળા એવા રણધીર. અરિ હણીને અખંડ એણે, નવે ખંડમાં રાખ્યું નામ, ખંડ અનેક ધ્રુજાવે એવા, રણ જગે ધીરજનાં ધામ; ધન્ય ધન્ય તે જનની એની, ધન્ય ધન્ય વહાલા શૂરવીર, અરે! અરેરે! આજ ગયા ક્યાં? રઢિયાળા એવા રણધીર. પાણી પૂર્વજનું ખાનારા, જાગ્યા આવા જેને વંશ, બાપનામના બળી બેઠા, ધિક ધિક્ક એના આ વંશ; મરો બૂડીને નર બાયલા, ઢાંકણીમાં નાખીને નીર, આર્ય કીર્તિને ઝાંખપ દીધી, તમને એને બટ્ટો શિર હા! શિવ ! હા શિવ! ગજબ થયો શો ? અજબ થાઉં છું નીરખી આમ, આર્ય પરાધીન દીન થયાથી, રહેતી નથી હૈયામાં હામ; કાળજ કંપે જ્યાં કરુણાથી, સ્થિતિ અવલેકીને આમ, ઢળું ધરણીએ મૂછ પામી, ભાખી હર, હર, હર, હર, રામ. શું પ્રાચીન પૂર્વજ સંભારુ ? આંખે આંસુ આવે વીર, શી હિમ્મત એના હૈયાની, રે શાં એના નૌતમ નીર; હાય! રામ ના ગતિ થઈ શી? હાય! હાય! શો કાળો કેર ! રાય હૃદય ફાટે છે હર ! હર! નથી જોવાતી આવી પર.”
આ વિવિધરસવિષયક કાવ્યો ઉપરાંત અવધાન સમયે શીધ્ર રચેલા વિશિષ્ટ “અવધાન કા ’નું રસદર્શન અવધાન પ્રકરણમાં કરશું. આમ સ્ત્રીનીતિબોધકથી માંડી શૂરવીર સ્મરણ પર્વતની આ બાલવયની કાવ્યકૃતિઓના દિગદર્શન પરથી આ બાલ કવિના મનોરાજ્યનું અને આંતરજીવનપ્રવાહનું દર્શન થાય છે; આ “કવિ ” રાજ-ચંદ્રની કાવ્ય-કળા ઉત્તરોત્તર કેમ ઉદય પામતી ગઈ અને એનું વ્યક્તિત્વ ઊર્ધ્વ ઊર્ધ્વ ભૂમિકાઓને સ્પર્શતું કેમ વિકસતું ગયું તેનું ભાન થાય છે. એટલે જ આ કવનવિકાસ સાથે એમના જીવનવિકાસનું સુજ્ઞ વાચકને દર્શન થાય તે અર્થે, અને આ બાલવયની કૃતિઓ વર્તમાનમાં લુપ્તપ્રાય જેવી વા વિસ્મૃતપ્રાય જેવી હતી તે જિજ્ઞાસુઓને સ્મૃતિગેચર થાય તે અર્થે, સ્થળસ કેચ છતાં અત્રે પ્રસંગથી તે તે કૃતિએના વિપુલ અવતરણ અવતારવામાં સંકેચ અનુભવ્યું નથી, તે સુજ્ઞ વિજ્ઞ જનોને ક્ષેતવ્ય જણાશે. કારણ કે આ સમસ્ત પરથી આ બાલકવિના અદ્ભુત કવિત્વની અને ઉત્તમ વ્યક્તિત્વની ઝાંખી થાય છે. ખરેખર ! જાણમાં છે ત્યાં સુધી સમગ્ર ભારતવર્ષના ઇતિહાસમાં આટલી ૧૩–૧૪ વર્ષ જેટલી બાલવયે આવું કવિત્વ દર્શાવનાર આપણે આ બાલ કવિ રાજચંદ્ર એક અને અદ્વિતીય છે, મેવદ્વિતીયં છે.