________________
બાળવયનું સાહિત્યસર્જન સ્તુતિ કાવ્યમાં, અને નીતિ પ્રીતિ નમ્રતા ભલી ભક્તિનું ભાન, આર્ય પ્રજાને આપશો, ભયભંજન ભગવાન. હર આળસ એદિપણું, હર અઘ ને અજ્ઞાન; હર બ્રમણું ભારત તણી, ભયભંજન ભગવાન.” ઈ. અમર પંક્તિઓમાં “ભયભંજન ભગવાનની પ્રવ. પંક્તિથી ગૂંજતા પ્રભુપ્રાર્થના કાવ્યમાં, અને “જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કેઈને એ ધ્રુવપંક્તિથી ગર્જતા “કાળ કેઈને ન મૂકે” કાવ્યમાં શાંતરસની રેલ છેલ કરી છે. મુછ વાંકડી કરી ફાંકડા થઈ લીબું ધરતા તે પરે, કાપેલ રાખી કાતરા હર કોઈનાં હૈયાં હરે; એ સાંકડીમાં આવિયા છટક્યા તજી સહુઈને, જન જાણુએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. છે ખંડના અધિરાજ જે ચંડે કરીને નીપજયા, બ્રહ્માંડમાં બળવાન થઈને ભૂપ ભારે ઉપજ્યા; એ ચતુર ચકી ચાલિયા હેતા નહોતા હેઈને, જન જાણુએ મન માનએ નવ કાળ મૂકે કોઈને.”
પ્રેમની કળા ન્યારી છે એ વસંતતિલકા વૃત્તમાં સંગીત કરેલા ઉત્તમ કવિત્વપૂર્ણ કાવ્યમાં કાવ્યની વસંતઋતુ ખીલવા સાથે આ બાલ કવિ રાજચંદ્રની કાવ્યકળા પૂર્ણ કળાએ ખીલી ઊઠી છે; “છે પ્રેમ નેમ કળની પ્રિય વાત ન્યારી' એ ધ્રુવપંક્તિ લલકારતા આ કાવ્યમાં કવિએ પ્રેમની કળા ન્યારી–જૂદી છે એમ વિવિધ હૃદયંગમ દષ્ટાંતથી દર્શાવી આપી શૃંગારરસ જમાવ્યો છે. જેમકે–
શી ક્ષીરનીર રતિ તે વદને વદાશે, થાતાં વિગ જળનો પય ઉભરાશે સઘં સમાય પય એ મલતાં જ વારી, છે પ્રેમ નેમ કળની પ્રિય વાત ન્યારી. છે લેહ તો જડ જુઓ નહિ જ્ઞાન તેને, ભેટે સુચુંબક કને પડતો સ્વ-નેને; કેવી અહા! રતિ મતિ જડ તોય ધારી, છે પ્રેમ નેમ કળની પ્રિય વાત ન્યારી. દેખે અહો ! નિધિ તો શશિ સાથે સ્નેહ, આણે અતિ લહે ભરતી સ્વદેહ; છેળે કરી છલકતો હદને વિસારી, છે પ્રેમ નેમ કળની પ્રિય વાત ન્યારી. સવે કરી સમજવા શુભ સ્નેહ ખૂબી, દષ્ટાંતરૂપ ચતરી દઢ પ્રેમસૂફી; આ રાયચંદ વણિકે અરજી ઉચારી, છે પ્રેમ નેમ કળની પ્રિય વાત ન્યારી.”
અને વીર મરણ એ વીરરસપૂર્ણ કાવ્યમાં તો આ બાલકવિએ વીરરસની અદ્ભુત જમાવટ કરી છે, “અરે! અરેરે ! આજ ગયા ક્યાં? રઢિયાળા એવા રણધીર” એ ધ્રુવપંક્તિથી અંતદાઝભર્યો ખેદપ્રદર્શક ચીત્કાર કાઢતા આ કાવ્યમાં ભારતભૂમિના આ ભડવીર કયાં ગયા ? એ હૃદયવેધક પોકાર પાડ્યા છે; અને મડદાને પણ ઉભા કરી છે–પૌરુકીનને પણ પૌરુષ પ્રેરે એ વીરરસ જમાવ્યો છે. Sir Walter Scottના Ballad વીરરસ કાવ્યની સ્મૃતિ કરાવે એવા આ વીરરસકાવ્યની કેટલીક કંડિકાઓ આ રહી–
ઢાળ ઢળકતી ઝબક ઝબકતી, લઈ ચળકતી કર કરવાલ. ખરેખર ખૂદે રણમાં ત્યાં, મૂછ મલકતી ઝગતું ભાલ; વેરીને ઘેરી લેતા ઝટ, ભરતભૂમિના જે ભડવીર, અરે! અરેરે! આજ ગયા ક્યાં? રઢિયાળા એવા રણધીર.