________________ અધ્યાત્મ રાજચંદ્ર [ મનસુખભાઈ એ દેહોત્સર્ગ દિનનું આ જે વર્ણન આલેખ્યું છે, તેનું સમર્થન કરતું પ્રાતઃકાળથી બપોર સુધીનું તાદશ્ય શબ્દચિત્ર તત્કાલીન સાક્ષી નવલચંદ ડેરાભાઈ વકીલે તથા ધારશીભાઈએ અંબાલાલભાઈ પરના પત્રમાં આલેખ્યું છે. તે તે અપૂર્વ સમાધિમરણ સમયની તત્કાલીન શ્રીમદની અપૂર્વ કોન્સર્ગદશા–દેહ છતાં દેહાતીત શુદ્ધાત્મસમાધિદશા પર અપૂર્વ પ્રકાશ નાંખે છે, એટલે તેમાંથી અન્ન તેમના શબ્દોમાં જ જેમ છે તેમ અવતારીએ છીએ. ધારશીભાઈ લખે છે–] સવારે લગભગ નવ બજ્યા પહેલાં મનસુખભાઈને વિક્ષેપ ન થાય તેટલા માટે જરા દવા તથા દૂધ વાપરેલું હતું. તેઓ વખતોવખત ડાક્તર વગેરેને સૂચના કરતા કે હું આર્ય છઉં. માટે અનાર્ય ઔષધિ મારા ઉપયોગમાં ન જાય તેમ કરવાનું છે, વગેરે. સવારના નવ વાગ્યાના અરસામાં હેલીયા ઉપર પડ્યા હતા, તે ઉપરથી લાંબી ઇગિર ઉપર શયનઆસન ગોઠવવા આજ્ઞા આપી. તે તિયાર થતામાં આસન તાકીદથી તૈયાર કરવા પૂરી આજ્ઞા આપી. આ વખતે શરીર તદ્દન અશક્ત હોવાથી તે આસન ઉપર તેમની આજ્ઞા પ્રમાણે શયન કરાવ્યું. આ વખતે પૂજ્યશ્રી મનસુખભાઈને બોલાવ્યા અને નીચે પ્રમાણે વચનવગણનું પ્રકાશવું થયું–‘તું કચવાઈશ મા ! માની સંભાળ રાખજે, હું આત્મસ્વરૂપમાં લીન થાઉ છું,’ એમ પ્રકાશી સમાધિસ્થિત થયા. સમાધિ સ્થિતપણું કાયમ રહી પછીથી સમાપિસ્થિત રહ્યા ને આખર સુધી આત્મસ્વભાવમાં લીનપણું– સમાધિસ્થિતપણું કાયમ રહી સમાધિમરણ થયું છે. સહજ આત્મસ્વરૂપ એ વિશેષણથી જોડાયેલા તે વિશેષણ આ વખતે પ્રત્યક્ષ અનુભવાણું. કારણ કે “હું આત્મસ્વરૂપમાં લીન થાઉં છઉં” એ વચને પછી એગ રુંધવાની મહેનત શિવાય સહજપણે તે જ ક્ષણે આત્મસ્વરૂપમાં લીન થયા. આ વખતે શરીરનું આસન ગયા ભાદરવા માસમાં જે મુદ્રા હતી તે જ હતી. તે આશરે નવ બજ્યાથી બપોર પછી એક બે અથવા ત્રણ બન્યા સુધીમાં તે શરીરમાં રહેવું સજેલ હશે, તે સમયસુધી રહી પરલોકગમન તે રત્નત્રયી આત્માએ કર્યું ." ઈ. [ આ ધારશીભાઈના પત્ર સાથે જ તા. ૨૧-૪-૧૯૦૧ના પત્રમાં નવલચંદ ડેરાભાઈ વકીલ તે વેળાને તાદશ્ય ચિતાર આપણી દષ્ટિસન્મુખ ખડો કરે છે.–] કૃપાળુદેવ ધ્યાનારૂઢ થયા વખતની શરીરસ્થિતિ કાર્યોત્સર્ગની પરિપૂર્ણતાદશા સૂચવતી હતી, અને તે છેવટ સુધી તેવી ને તેવી રહી હતી. નિદ્રાવશ થયેલ માણસ જે શ્વાસ લે તેવા શ્વાસ લેવાતા હતા. પ્રથમ નાભિથી, અને દેહ છોડ્યો ત્યારે કંઠથી તે મુખસુધી થડે વખત ચાલુ રહ્યો હતે. મૂર્તિ ચિતનવંત શોભાયમાન કેમ જાણે હમણાં ધ્યાનથી મુક્ત થઈ આપણને વચનામૃતને લાભ આપશે એમ સૂચના કરતી હતી. એવી અપૂર્વ મુદ્રા સર્વ કોઈને લાગતી હતી. કૃપાળુશ્રીએ ત્રણ યોગ રોકવાથી શરીરદશા બીજાની દષ્ટિએ અસાધ જેવી સહેજ જણાય, પણ દેહમુક્ત થતા સુધી આત્મસ્વભાવમાં પૂર્ણ જાગૃતિ હોય એમ શરીરનાં અવયવોની સ્થિતિ તથા શ્વાસોશ્વાસની ક્રિયાની ગતિ ઇત્યાદિથી એમ જણાતું હતું. આ વખતનું વર્ણન આત્મામાં યથાર્થ સમજાય છે. વળી દર્શાવવાને શબ્દો મૂકવાનું ધ્યાનમાં આવતું નથી.