________________ અંતિમ સંદેશ ચૌદ પૂર્વની લબ્ધિનું ઉદાહરણ પણ તેમ-તે જ પ્રકારે છે. અર્થાત્ આ ઉપર જે પંચસૂત્ર કહ્યું તે બિન્દુરૂપ પ્રવચનમાં આખું પ્રવચનસિંધુ ઉલટી આવે છે– ઉલ્લસી આવે છે,–આ પ્રવચનસિંધુ ઉલટી રીતે (Reverse order) આવીને આ પ્રવચનબિ૬માં સમાઈ જાય છે, એવું એનું સાગરવરગંભીર પરમ આશયગંભીરપણું છે. શ્રી ચિદાનંદજીનું ધન્ય વચન છે તેમ–“એક બુંદ જલથી એ પ્રગટ્યા, શ્રતસાગર વિસ્તારા; ધન્ય જનોને ઉલટ ઉદધિયું એક બુંદમેં ડારા.” હવે આ ઉક્ત યોગમાર્ગના ગ્ય-અયોગ્ય પાત્રાપાત્રનો સ્પષ્ટ વિવેક દર્શાવતા ચાર સૂત્રોથી અનુક્રમે અપાત્રનું અને જઘન્ય-મધ્યમ-ઉત્તમ પાત્ર સાધકનું સ્પષ્ટ સ્વરૂપ પ્રકાશે છે - વિષય વિકાર સહિત જે, રહ્યા મતિના યોગ; પરિણામની વિષમતા, તેને યોગ અગ. મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર કરુણું કેમલતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર. રોક્યા શબ્દાદિક વિષય, સંયમ સાધન રાગ; જગતુ ઈષ્ટ નહીં આત્મથી, મધ્યપાત્ર મહાભાગ. નહિં તૃણું જીવ્યા તણું, મરણ વેગ નહિં ક્ષેભ; મહાપાત્ર તે માના, પરમગ જિતેલોભ. મતિના યોગ જે વિષયવિકાર સહિત રહ્યા છે, અને પરિણામની વિષમતા વસે છે, તેને પ્રાપ્ત થેગ અગરૂપ થઈ પડે છે, અર્થાત્ તે અપાત્ર છે. મંદ વિષય, સરળતા, આજ્ઞા સહિત સુવિચાર, કરુણ-કમળતા આદિ ગુણ જ્યાં છે, તે પ્રથમ ભૂમિકા છે, એમ ધાર. શબ્દાદિક પંચ વિષય જેણે રોક્યા છે, ને જેને સંયમસાધનનો રાગ છે અને આત્મા કરતાં જગત્ ઈષ્ટ નથી, તે મહાભાગ-મહાભાગ્યવંત મધ્યમ પાત્ર છે. જેને જીવ્યાની તૃષ્ણ નથી ને મરણને પેગ પ્રાપ્ત થતાં ક્ષોભ નથી, એવા જે લોભ જીતી લીધો છે એવા પરમગપ્રાપ્ત છે, તે માર્ગના મહાપાત્ર છે. આમ મૂળ શુદ્ધ તે આત્મપદરૂપ ઈષ્ટ સાધ્યને ઉક્ત સસાધન વડે સાધતે પાત્ર સાધક અનુક્રમે. આત્માના સ્વભાવમાં આવવારૂપ સિદ્ધિ વરે છે, તે સૂચવતું સૂત્ર ગૂંથે છે– આવ્યું બહ સમ દેશમાં, છાયા જાય સમાઈ આવ્યું તેમ સ્વભાવમાં, મન સ્વરૂપ પણ જાઈ. બહુસમ–અત્યંત સમ દેશમાં આવ્યું જેમ છાયા-પુરુષને પડછાયે પુરુષમાં સમાઈ જાય છે, તેમ આત્મા સ્વભાવમાં આવ્યું મનનું સ્વરૂપ પણ જાય છે –આત્મામાં જ સમાઈ જાય છે–સમાધિ પામે છે, અલગ રહેવા પામતું નથી. આમ છે મનઃસમાધિરૂપ આઠમું ભેગનું અંગ પ્રાપ્ત થતાં સંપૂર્ણ ગસિદ્ધિ સાંપડે છે, આત્મા શુદ્ધ સ્વભાવસ્થિતિરૂપ મેક્ષ પામે છે. આમ આ કાવ્યના દ્વાદશઅંગરૂપ દ્વાદશ સૂત્રમાં સાધ્ય-સાધન-સાધક-સિદ્ધિ એ ચતુરંગ પરમાર્થમાર્ગપ્રકાશ કરી, એક જ અ-૯૭