________________ 768 અધ્યાત્મ રાજચંદ્ર જિન પ્રવચન દુગમ્યતા, થાકે અતિ મતિમાન; અવલંબન શ્રી સદગુરુ, સુગમ અને સુખખાણ. ઉપાસના જિનચરણની, અતિશય ભક્તિ સહિત મુનિજન સંગતિ રતિ અતિ, સંયમ ગ ઘટીત. ગુણપ્રમોદ અતિશય રહે, રહે અંતર્મુખ યોગ; પ્રાપ્તિ શ્રી સદ્દગુરુ વડે, જિન દર્શન અનુગ, જે આ મૂળ શુદ્ધ તે આત્મપદ જ સાધ્ય છે તે પછી આ જિનપદનું પ્રજન શું? એમ ને એમ તે તે આત્મસ્વભાવ અગમ્ય છે—નહિં પામી શકાય નહિં સમજી શકાય એવું છે, એટલા માટે તેના અવલંબન આધારરૂપ જિનપદથી તે શુદ્ધ આત્મસ્વરૂપપદને પ્રકાર દર્શાવ્યો છે. એમ કેમ? આ આત્મપદ અને જિનપદનો સંબંધ શે? આ જિનપદ ને નિજ પદની એકતા છે–એકપણું છે, એમાં કંઈ ભેદ ભાવ નથી, એને લક્ષ થવાને માટે જ સુખદાયક એવા સર્વ શાસ્ત્ર કહ્યાં છે. અને આ શાસ્ત્ર પણ કેમ સમજાય? કેમ ગમ્ય થાય? જેનાથી પર કેઈ નથી અને જે સર્વ કોઈથી પર છે— પ્રકૃણ છે એવા આ જિનપ્રવચનની દુર્ગમ્યતા–દુર્ગમ્યપણું છે, તેને પાર પામતાં અતિમતિમાન મહાબુદ્ધિશાળી પણ થાકી જાય છે, આવા અગમ આગમની ગમ પડવામાં અવલંબનરૂ૫ સુગમ અને સુખખાણ એવા શ્રી સદ્ગુરુ છે. આમ સદ્ગુરુગમને આધીન આ શાસ્ત્રસમજણ છે અને આ સદ્ગુરુમુખે શ્રત–આ શાસ્ત્ર થકી જિનસ્વરૂપનું ભાન થાય છે—જિનપદ નિજપદની એકતાને લક્ષ થાય છે, એટલે આ સમસ્ત સાધનમાર્ગ સદ્ગુરુમાં સમાઈ જાય છે. આમ સદ્ગુરુ દ્વારા શ્રતશ્રવણથી જિનનું સ્વરૂપ સમજી જિનપદની ઉપાસના કરવી, અને કદાચ આ સદ્ગુરુરૂપ ઉત્તમ સાધન ન હોય તો શું કરવું? ત્યારે પણ જિનચરણની ઉપાસના અતિશય ભક્તિ સહિત કરવી, મુનિજનની સંગતિમાં અતિ રતિ ધરવી, “ઘટિત'–પિતાપિતાની યેગ્યતા પ્રમાણે યથાયોગ્ય સંયમયેગ ધરે, એ બીજ ઉપકારી અવાંતર સાધન છે. અને તેની સાથે સાથે બીજું પણ શું કરવું? આ ઉપરાંત બીજાં સામાન્ય સાધન આ છે—ગુણપ્રદ અતિશય ધાર, અંતર્મુખ ગ રાખ, આમ કરતાં યોગ્યતા વધે એટલે શ્રી સદૂગુરુ થકી જિનદર્શનના અનુયોગની-અનુશાસનની પ્રાપ્તિ થાય.–આવા ભાવવાળા આ પંચસૂત્રમાં સંક્ષેપથી અપૂર્વ તવચમત્કૃતિથી સંપૂણ ગમાર્ગ–પરમાર્થ મોક્ષમાર્ગ સૂત્રિત કર્યો છે, ઈષ્ટ સાધ્યમાં સર્વ સાધકને ઉપકારી સંપૂર્ણ સાધનમાર્ગ પ્રકાશ્યો છે. ખરેખર ! અપૂર્વ તત્ત્વકળાથી મંત્રિત કરેલ આ પરમ અર્થગંભીર પંચસત્ર પ્રવચનસારની અંતિમ પંચસૂત્રરૂપ પંચરત્નની જેમ, જગતને મોક્ષમાર્ગની સ્થિતિ જાહેર કરતું સર્વતઃ જ્ઞાનઉદ્યોત રેલાવી રહ્યું છે, સર્વ કાળના સર્વમુમુક્ષુઓને માર્ગદર્શક દીવાદાંડી સમું બની રહ્યું છે. આનું પરમ આશયગભીરપણું કેવું છે?— પ્રવચન સમુદ્ર બિન્દુમાં, ઉલટી (ઉલસી) આવે એમ; ચૌદ પૂર્વની લબ્ધિનું, ઉદાહરણ તેમ, એમ–ઉક્તપ્રકારે પ્રવચનસમુદ્ર બિન્દુમાં ઉલટી આવે છે–ઉલ્લસી આવે છે,