________________ પ્રકરણ એકસો સાતમું અંતિમ સંદેશે આવા સત્ય ધર્મના ઉદ્ધારક, પરમાર્થમાર્ગના પ્રકાશક પરમ જગદુપકારી જગદ્ગુરુ રાજચંદ્રના દેવદુર્લભ દિવ્ય અધ્યાત્મ ચરિત્રનું આલેખન કરતો આ અધ્યાત્મ રાજચંદ્ર હવે પૂર્ણતા પામવા આવ્યો છે; અષ્ટોત્તરશતગુણપૂર્ણ મંગલમૂત્તિ શાંતસુધારસજલનિધિ 108 શ્રીમદ્ રાજચંદ્રના અધ્યાત્મજીવનનું અષ્ટોત્તરશતપ્રકરણમાં આલેખન કરતા આ અધ્યાત્મ રાજચંદ્રના રસપ્રવાહમાં તણાતાં તણાતાં આપણે તેના ઉપાંત્ય પ્રકરણના ઉપકઠે આવી પહોંચ્યા છીએ. જ્ઞાનદિવાકર રાજચંદ્રને દિવ્ય આત્મપ્રકાશ ઝીલતું આ અધ્યાત્મ રાજચ દ્ર–અષ્ટોત્તરશતદલ-કમલ કેવું વિકાસ પામતું ગયું, અને તેની કર્ણિકામાં બિરાજમાન રાજચંદ્રની આત્મદશા ત્રણે અધ્યાત્મ જીવનતબકકામાં કેવી વિકાસ પામતી ગઈ તેનું અત્રે આપણે દર્શન કર્યું; “આપ સ્વભાવે પ્રવૃત્તિ પૂરણુ” એવી પૂર્ણ ચંદ્ર સમી પરાદષ્ટિ પામેલા પરંબ્રહ્મ રાજચંદ્રના આત્મચંદ્રની સોળે કળાએ પૂર્ણ આત્મકલા કેમ ઉદય પામતી ગઈ તેનું શબ્દબ્રહ્મમાં આલેખન કર્યું. આમ આવા આ સિદ્ધ ગીશ્વરના અધ્યાત્મ જીવનનું શબ્દશિ૯૫માં નિર્માણ કરતો આ જાણે અષ્ટોત્તરશતપ્રકરણાત્મક સિદ્ધપ્રાસાદ સિદ્ધપ્રસાદથી હવે પૂર્ણ થવા આવ્યો છે. તે આ ત્રણ તબક્કાવાળા પંચભૂમિક પૂર્ણ પ્રાસાદના એકસો આઠ પ્રકરણ-ખંડમાં પ્રત્યેકમાં દિવ્ય આત્મપ્રતિભાસંપન્ન રાજચંદ્રની શબ્દશિલ્પમાં પ્રતિષ્ઠાપિત અખંડ આત્મપ્રતિમા દર્શન દે છે,–શુદ્ધ ચિતન્યમૂત્તિ રાજચંદ્રની દિવ્ય આત્મતિ ઝગારા મારે છે ! આવી આ દિવ્ય તેજમૂત્તિ વિશ્વની વિરલ વિભૂતિએ પિતાના દિવ્ય આત્મચારિત્રમય ચરિત્રથી અને દિવ્ય આત્મકલામય કવનથી જગને જે સમસ્ત આત્મવિભવનું મહાદાન કર્યું છે તે અનુપમ છે; દિવ્ય આત્મવિભૂતિસંપન્ન શ્રીમદ્ રાજચંદ્રના દિવ્ય આત્માએ આત્મવિભૂતિના સર્વસ્વદાનની જે પરમ ઉદારતા દર્શાવી છે તે અદ્ભુત છે. પ્રત્યેક મહાકૃતિમાં જગહિતાર્થે આત્મસંપત્તિના સર્વસ્વનું આ મહાજ્ઞાનેશ્વરી મહા દાનેશ્વરીએ કરેલું સર્વોત્કૃષ્ટકેટિનું મહાદાન તેમની શાશ્વત મહા યશસ્કીર્તાિ પોકારી રહ્યું છે. આપણા ચરિત્રનાયક મહાજ્ઞાનેશ્વરી-મહાદાનેશ્વરી ગીન્દ્ર રાજચંદ્ર જગતહિતાર્થે પિતાના આત્માના સર્વ “સ્વવિભવનું–આત્મસંપત્તિસર્વસ્વનું પિતાની એક એકથી સરસ જગતુકલ્યાણકર અમર કૃતિઓમાં સમર્પણ કરી અમર બની ગયા છે. આવા જગકલ્યાણકર જગદ્ગુરુ શ્રીમદની અમૃત (Immortal, nectarlikc) કૃતિઓ અને અમૃત ચરિત્ર એ જ આ દિવ્ય વિભૂતિનો જગને અમૂલ્ય વારસો છે, શ્રીમદ રાજચંદ્રનું સમગ્ર જીવન અને સમસ્ત કવન જગને અનુપમ બોધ આપતા દિવ્ય સંદેશો છે.