SearchBrowseAboutContactDonate
Page Preview
Page 814
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીરના મહાન માર્ગનો મહાન ઉદ્ધારક 765 પરમ વિરક્ત દશા, અંતરંગ નિગ્રંથ શ્રેણી અને સમશ્રેણીથી નિગ્રંથ વિતરાગ પંથની અનુસરણા, પરમ અસંગતા, અભુત ઉદાસીનતા, અપૂર્વ વીતરાગતા, ચિત્તની ચિતન્યમય દશા, અપ્રમત્ત યોગચર્યા, અવધૂત વિદેહી દશા, વનક્ષેત્રાદિમાં અસંગ ચગસાધના, અક્ષોભ કાર્યોત્સર્ગલીનતા, શુદ્ધ આત્મધ્યાન, અદ્ભુત આત્મમગ્નતા આદિ પ્રત્યે દષ્ટિ કરતાં આ વસ્તુ સ્પષ્ટ જણાય છે; અને મહાવીર સ્વામીની મુનિચર્યા અંગેના શ્રીમદુના સ્થળે સ્થળે પરમ આદરપૂર્ણ X ઉલ્લેખે આને પુષ્ટ કરે છે. પરમાર્થ માર્ગ પ્રકાશની ગૌણતાના પ્રકરણમાં દર્શાવ્યું છે તેમ જ્યાંસુધી ગૃહવાસ ઉદય હાય અને યથાયેગ્ય પરિપકવ દશા ન થાય ત્યાંસુધી પ્રગટપણે માર્ગ પ્રકાશ ન કરે એ મુદ્રાલેખ સ્વરૂપગુપ્ત શ્રીમદૂને માન્ય હતા, અને તેમાં પણ તેઓ ભગવાન મહાવીરના ઉત્તમ આદર્શને અનુસર્યા હતા, એમ ક્વચિત્ તેમના ઉદ્ગાર પરથી વનિત થાય છે. અને એમ કરવું તે આવા પરમ સમર્થ પુરુષને અત્યંત આત્મસંયમ ને અદ્દભુત સ્વરૂપગુપ્તિ સૂચવે છે. “અધૂરો ઘડો છલકાય પૂરો નહિં” એ લોકોક્તિ અત્ર લાગુ પડે છે. અને પછી આપણે અત્રે પૂર્વ પ્રકરણમાં જોયું તેમ તથારૂપ યથાયોગ્ય પરિપકવ દશા થયે, જ્યારે તેઓ બાહ્ય વ્યવહારઉપાધિથી નિવૃત્ત થઈ, સર્વસંગપરિત્યાગની તૈયારી કરી રહ્યા હતા, ત્યાં તે અસાધ્ય રોગથી તેમને દેહ પ્રસ્ત થયે અને હવે પછી આપણે શું તેમ આપણુ દુર્ભાગ્યે તે પ્રાણહારક નિવડ્યો.) એટલે એમના શ્રીમુખે પરમ આત્મલાભની પરમાર્થમેઘવૃષાના લાભથી સમાજ વંચિત રહ્યો, એ આ વિષમ દુઃષમ કલિકાલનો જ દેષ કહી શકાય. તથાપિ “સત્ય ધર્મના ઉદ્ધારરૂપ પરમાર્થમાર્ગની સુરેખ રેખાને જે અપૂર્વ નિર્દેશ તેમણે કર્યો છે, તે પણ સાચા મુમુક્ષુ આત્માથીને અવંધ્ય-અચૂક માર્ગદર્શન કરાવવાને પરિપૂર્ણ સમર્થ છે. આમ વર્તમાનયુગના સંતશિરોમણિ શ્રીમદ્ રાજચંદ્રવર્તમાનમાં મહાવીરના મહાન માગના આવા મહાનું ઉદ્ધારક થઈ ગયા છે. શ્રીમદ્દના પવિત્ર ચરિત્રામૃત પ્રત્યે અને વચનામૃત પ્રત્યે દષ્ટિપાત કરતાં સહજ ભાસે છે કે–આ કાળમાં પ્રાયે પરમેસ્કૃષ્ટ આત્માનુભવસિદ્ધપણે મહાવીરના મહાન વીતરાગમાર્ગને પરમ મહિમા હૃદયમાં વચ્ચે હતે શ્રીમદ્ રાજચંદ્રને; મહાવીરના મહાન વીતરાગ માર્ગની પરમ ભક્તિ આત્માના પ્રદેશ પ્રદેશ પ્રગટી હતી શ્રીમદ્ રાજચંદ્રને; મહાવીરના મહાન વીતરાગ માર્ગનું પરમ ગૌરવ રમે રેમે વ્યાખ્યું હતું શ્રીમદ્ રાજચંદ્રને; મહાવીરના મહાન વીતરાગ માગને મહાન ઉદ્ધાર આ કાળમાં કર્યો છે. શ્રીમદ્ રાજચંદ્ર. મહાવીરનો અમર સંદેશો જગને આપી મહાવીરના મહાન માર્ગને મહાન ઉદ્ધાર કરનાર આ આત્મસ્થાને અનન્ય આત્મપરાક્રમ દાખવનારે મહા વીર રાજચંદ્ર, વર્તમાનમાં આ પરમ પુણ્યશ્લોક પુરુષ થઈ ગયે ! નમસ્કાર હો નમસ્કાર હો આ આત્મસ્થાને અપૂર્વ મહાવરપણું દાખવનારા આ મહા વીર રાજચંદ્રને! * જુઓ, શ્રીમદ્ રાજચંદ્ર, અં. 516. 620, હાથનોંધ, 1-37, ઇત્યાદિ.
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy