________________ 762 અધ્યાત્મ રાજચંદ્ર આત્મપરાક્રમી યોગીક રાજચંદ્રનું રાત્રી અને દિવસ એક પરમાર્થવિષયનું જ મનન કેવું હતું, કેવલ જ્ઞાનને આત્મપુરુષાર્થ કેવો હતો, આત્મસાક્ષાત્કારરૂપ શુદ્ધ આત્માનુભૂતિમય શુદ્ધ સમકિત કેવું હતું, નિર્વિકલ્પ આત્મસમાધિ કેવી હતી, જીવન્મુક્તદશાને-કેવલ એક શુદ્ધ આત્મદશાને અમૃતાનુભવ કેવો હતો, પરાભક્તિની પરાકાષ્ઠા અને પુરાણપુરુષ સથી અભેદતા કેવી હતી, વર્તમાનના આ મહા વિદેહીની દેહ છતાં દેહાતીત વિદેહી દશા કેવી હતી, પ્રારબ્ધોદયજનિત વ્યવહારોપાધિ મળે પણ આત્મસમાધિ કેવી હતી –અલૌકિક રાધાવેધ કેવો હતા, ઉદાસીનતા કેવી અદ્ભુત હતી, અસંગતા કેવી અલૌકિક હતી, ચિત્તની ચૈતન્યમય દશા કેવી હતી, વીતરાગના આ સાચા અનુયાયીની અપૂર્વ વીતરાગતા કેવી હતી, અપૂર્વ આત્મસંયમ અને શુદ્ધ આત્મચારિત્ર ભણની દોટ કેવી હતી, “અપૂર્વ અવસર એવો ક્યારે આવશે?” એમ બાહ્યાભ્યતર નિગ્રંથપણાની ગવેષણ કેવી હતી, પરમપદપ્રાપ્તિનો મને રથ કે હતો, અપૂર્વ આત્મધ્યાન કેવું હતું, સુધારસ–શુદ્ધાત્માનુભૂતિ કેવી હતી, પરિગ્રહપ્રપંચથી નિવર્તવાના આત્મોલ્લાસનું ધન્યપણું કેવું હતું, સર્વસંગત્યાગની તૈયારી કેવી હતી, વનક્ષેત્રોમાં અને પહાડોમાં એકાકી વિચરતા આ અવધૂત ચગદ્રની–સિદ્ધ ગીશ્વરની અસંગતા કેવી હતી, અપ્રમત્ત ચોગધારા કેવી હતી, શુદ્ધ ચૈતન્ય ધ્યાન કેવું હતું, પ્રયોગસિદ્ધ સમયસાર–શુદ્ધ આત્મદશા કેવી હતી, તીવ્ર અસાતાઉદયમાં પણ આ સહજાન્મસ્વરૂપસ્વામી શુદ્ધ ચિતન્યમૂર્તાિ પરમ વીતરાગ રાજચંદ્રની સમતા કેવી હતી,-એ બધું આપણે અત્રે અધ્યાત્મ રાજચંદ્રમાં તે તે પ્રકરણોમાં પ્રત્યક્ષ દીઠું છે–પ્રત્યક્ષ દર્શન કર્યું છે. આમ દિવ્ય આત્મદષ્ટ ગીશ્વર શ્રીમદ રાજચંદ્રનું શુદ્ધ આત્મચારિત્રમય ચરિત્ર આલેખતા આ અધ્યાત્મ રાજચંદ્ર ગ્રંથમાં સર્વત્ર ડિડિમ નાદથી ઉદ્ઘેષણ કરી સ્પષ્ટ દર્શાવી આપવામાં આવ્યું છે તેમ,-સર્વોત્કૃષ્ટ સમ્યગદર્શન, સર્વોત્કૃષ્ટ સમ્યજ્ઞાન અને સર્વોત્કૃષ્ટ ચારિત્રની અભેદ એકતા આત્મામાં પરિણમવી સાક્ષાત જિનમાર્ગને પામેલા–નિજ સ્વરૂપને પામેલા સહજાન્મસ્વરૂપસ્વામી શ્રીમદ્ રાજચંદ્ર જીવન્મુક્ત બન્યા હતા, કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા ભવના અંતરૂપ નિગ્રંથના પંથને પામી સદેહમુક્ત બન્યા હતા, દેહ છતાં દેહાતીત નિર્વાણ દિશા પામ્યા હતા. સાક્ષાત પ્રગસિદ્ધ સમયસાર શુદ્ધ ચિતન્યમૂર્તિ પરમ વીતરાગ શ્રીમદ્ રાજચંદ્ર મહાવીરને મહાન વીતરાગમાર્ગ યથાર્થ બોળે છે એટલું જ નહિ પણ યથાવત્ આચર્યો છે,–જેવી પ્રરૂપણું તેવી આચરણ કરી દેખાડી સાક્ષાત અને ભવસિદ્ધ કર્યો છે, અને આ શુદ્ધ આત્મપરિણતિમય અધ્યાત્મપ્રધાન પરમ વીતરાગમાર્ગનો પરમ ઉદ્ધાર કર્યો છે, એ સિદ્ધ હકીકત છે. અને આમ વીતરાગમાર્ગની અનન્ય આચરણ કરી દેખાડી–અધ્યાત્મદશાની પરાકાષ્ઠા પામી આ પરમર્ષિ પરમ ગદ્ર શ્રીમદ્ રાજચંદ્ર તે અદ્ભુત આત્મદશાની પ્રત્યક્ષ પ્રતીતિ પમાડી છે. આવું અલૌકિક જેનું અધ્યાત્મ ચરિત્ર છે એવા આ પરમ અધ્યાત્મ ચોગીંદ્ર શ્રીમદ