________________ પ્રકરણ એકસો છમું મહાવીરના મહાન માગને મહાનું ઉદ્ધારક આમ જગતને દિવ્ય આત્મદષ્ટિ અર્પનારા જેનું અધ્યાત્મ ચરિત્ર આવું દિવ્ય, આવું ભવ્ય, આવું અલૌકિક, આવું અનુપમ, આવું અદ્ભુત, આવું અમૃત છે, એવા આ જગતકલ્યાણકર પરમ અમૃત (Immortal, nectarlike) પુરુષ શ્રીમદ રાજચંદ્ર– અધ્યાત્મ રાજચંદ્ર ભગવાન મહાવીરના મહાન માર્ગના કેવા મહાન ઉદ્ધારક થઈ ગયા છે, તેનું આ અધ્યાત્મ રાજચંદ્ર ગ્રંથના પ્રકરણમાં આપણે સ્થળે સ્થળે દર્શન કર્યું; આ પૂર્ણ અધ્યાત્મગીશ્વર પરમ વીતરાગ શ્રીમદ્ રાજચંદ્ર ભગવાન મહાવીરના મહાન વીતરાગ માર્ગના કેવા અનન્ય મહાપ્રભાવક થઈ ગયા છે, તેનું આ વિશ્વની વિરલ વિભૂતિના આત્મચારિત્રમય ચરિત્ર આલેખતા અધ્યાત્મજીવનના ત્રણ તબક્કામાં આપણે યથાસ્થાને અવલોકન કર્યું. અત્રે આ પ્રકરણોમાં આપણે જોયું તેમ, –મહાદર્શનપ્રભાવક મેક્ષમાળા અંગેના પ્રકરણોમાં, ભાવનાબેધ પ્રકરણમાં, મહાવીરના માર્ગને અનન્ય નિશ્ચય એ પ્રકરણમાં, વીતરાગ માર્ગ પ્રભાવનાની ભાવનાના પ્રકરણમાં, માર્ગ પ્રભાવનાની ભવ્ય ભાવના અને દિવ્ય યોજનાના પ્રકરણમાં, વીતરાગદર્શન પ્રમાણુતાના પ્રકરણમાં, મુમુક્ષુઓને અને મુનિઓને માર્ગદર્શનના પ્રકરણમાં, આત્મસિદ્ધિશાસ્ત્રસજનના પ્રકરણમાં, –મૂળમાર્ગ ઉદ્ધારના પ્રકરણમાં, મહાવીરના મહાત્ માર્ગના આ મહાનું ઉદ્ધારકે મહાવીરના માર્ગને કે મહાન ઉદ્ધાર કર્યો છે, એ અંગે સવિસ્તર વિવેચન કર્યું છે,-એટલે તેનુ અત્ર પિષ્ટપેષણ નહિં કરતાં સુજ્ઞ વાચકને તેનું માત્ર અનુસ્મરણ જ કરાવીએ છીએ. શ્રીમદ્દના આ અધ્યાત્મજીવનવિકાસના ત્રણ તબક્કામાં આપણે જોયું છે તેમ–મહાવીરના મહાન વીતરાગ માર્ગની ટીમની શ્રદ્ધા ઉત્તરોત્તર બળવત્તર બનતી ગઈ છે અને છેવટે વજેલેપ પરમાવગાઢ થઈ છે,–અને તે પણ હારે છે માટે સાચો એવી મતની દષ્ટિથી નહિં, પણ સાચે છે માટે હાર એવી કેવળ શુદ્ધ સત્ની દષ્ટિથી આત્માનુભવપ્રત્યક્ષ પરીક્ષાપ્રધાનપણથી. અર્થાત્ તેવી તથારૂપ શુદ્ધ વીતરાગ દશા આત્માનુભવસિદ્ધ કરી આત્માનુભવપ્રત્યક્ષપણે વીતરાગ માર્ગને અનન્ય સત્યકાર શ્રીમદે કર્યો છે. આની સાક્ષી પિકારતા સેંકડો ઉદાહરણો અમે અત્રે આપ્યા છે, અને ડિડિમ નાદથી ઉદ્ઘેષનારા થોડાક આ રહ્યા સંશબીજ ઉગે નહિં અંદર, જે જિનના કથન અવધારું; રાજ્ય સદા મુજ એ જ મરથ, ધાર થશે અપવર્ગ ઉતાર જે મધ્યવયના ક્ષત્રિયપુત્રે જગત અનાદિ છે, એમ બેધડક કહી કત્તને ઉડાડ્યો હશે, તે તે પુરુષે શું કંઈ સર્વજ્ઞાતાના ગુમ ભેદ વિને કર્યું હશે?(મેક્ષમાળા).