SearchBrowseAboutContactDonate
Page Preview
Page 806
Loading...
Download File
Download File
Page Text
________________ દિવ્ય દષ્ટા યોગીશ્વર રાજચંદ્ર જગતને અપેલી અલૌકિક આત્મદષ્ટિ 757 નિષ્ફળ ઠરશે એમ પણ નથી, કેમકે તે પણ કારણને અર્થે છે, તે કારણે આ પ્રમાણે છે? આત્મજ્ઞાન રહી શકે એવી પાત્રતા પ્રાપ્ત થવા, તથા તેમાં સ્થિતિ થાય તેવી ચોગ્યતા આવવા એ કારણે ઉપદેશ્યાં છે. તત્ત્વજ્ઞાનીઓએ એથી, એવા હેતુથી એ સાધને કહ્યાં છે; પણ જીવની સમજણમાં સામટે ફેર હોવાથી તે સાધનોમાં જ અટકી રહ્યો અથવા તે સાધન પણ અભિનિવેશ પરિણામે રહ્યા. આંગળીથી જેમ બાળકને ચંદ્ર દેખાડવામાં આવે, તેમ તત્ત્વજ્ઞાનીઓએ એ તત્ત્વનું તત્ત્વ કહ્યું છે... અં. 691 અને આ સર્વ અમૃત બાધ પર કળશ ચઢાવતે પરમ અમૃત બોધ પ્રકાશતા એક બીજા તેવા જ અમૃતપત્રમાં તે શ્રીમદે આ આત્મજ્ઞાનનો અનન્ય મહિમા સંગીત કર્યો છે - શ્રી તીર્થકરાદિએ ફરી ફરી ને ઉપદેશ કહ્યો છે; પણ છવ દિશામૂઢ રહેવા ઇચ્છે છે ત્યાં ઉપાય પ્રવતી શકે નહીં. ફરી ફરી ઠેકી ઠોકીને કહ્યું છે કે એક આ જીવ સમજે તો સહજ મેક્ષ છે, નહીં તો અનંત ઉપાયે પણ નથી. અને તે સમજવું પણ કંઇ વિકટ નથી, કેમકે જીવનું સહજ જે સ્વરૂપ છે તે જ માત્ર સમજવું છે; અને તે કંઈ બીજાના સ્વરૂપની વાત નથી કે વખતે તે રોપવે કે ન જણાવે, તેથી સમજવી ન બને. પિતાથી પિતે ગુપ્ત રહેવાનું શી રીતે બનાવાયેગ્ય છે? પણ સ્વમદશામાં જેમ ન બનવાગ્ય એવું પોતાનું મૃત્યુ પણ જીવ જુએ છે, તેમ અજ્ઞાનદશારૂપ સ્વમરૂપગે આ જીવ પિતાને, પોતાનાં નહીં એવાં બીજાં દ્રવ્યને વિષે સ્વપણે માને છે; અને એ માન્યતા તે સંસાર છે, તે જ અજ્ઞાન છે, નરકાદિ ગતિને હેતુ તે જ છે, તે જ જન્મ છે, મરણ છે, અને તે જ દેહ છે, દેહના વિકાર છે, તે જ પુત્ર, તે જ પિતા, તે જ વ, તે જ મિત્રાદિ ભાવ કલ્પનાના હેતુ છે, અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે; અને એ જ નિવૃત્તિને અર્થે સત્સંગ, સતપુરુષાદિ સાધન કહ્યા છેઅને તે સાધન પણ જીવ જે પિતાના પુરુષાર્થને તેમાં ગોપવ્યા સિવાય પ્રવર્તાવે તો જ સિદ્ધ છે. વધારે શું કહીએ? આટલો જ સંક્ષેપ છવમાં પરિણામ પામે તો તે સર્વ વ્રત, યમ, નિયમ, જપ, યાત્રા, ભક્તિ, શાસ્ત્રજ્ઞાન આદિ કરી છૂટ્યો એમાં કંઈ સ ય નથી.—અ.૫૩૭ અને આવો સહજ સંગમ શાશ્વત મોક્ષમાર્ગ જીવના લક્ષમાં નથી આવતે તેનું સખેદ આશ્ચર્ય દર્શાવતાં આ સહજાન્મસ્વરૂપસ્વામી શ્રીમદ્દ “સમજ્યા તે સમાયા એ પરમ અમૃતપત્રમાં (અં. 651) આ સ્વરૂપ સમજી સ્વરૂપમાં શમાવારૂપ અનંતજ્ઞાની પુરુષે અનુભવેલા આ શાશ્વત માર્ગની ઉદ્ઘેષણ કરે છે અનંત જ્ઞાની પુરુષે અનુભવ કરેલે એ આ શાશ્વત સુગમ મેક્ષમાર્ગ જીવને લક્ષમાં નથી આવતો, એથી ઉત્પન્ન થયેલું ખેદ સહિત આશ્ચર્ય તે પણ અત્રે શમાવીએ છીએ. સત્સંગ, સદ્વિચારથી શમાવા સુધીનાં સર્વ પદ્ધ અત્યંત સાચાં છે, સુગમ છે, સુગોચર છે, સહજ છે, અને નિઃસંદેહ છે.” આમ આત્મા પ્રત્યે લક્ષ કેન્દ્રિત કરાવતી પરમ અધ્યાત્મદષ્ટિ જગતને અર્પણ કરી આ દિવ્ય દૃષ્ટા જગદગુરએ જિનાગમોમાં કહેલી કેટલીક વાતોને–લોકાદિ સ્વરૂપને પણ અધ્યાત્મદષ્ટિથી અવલોકવાની ખાસ ભલામણ કરી છે: “ભગવાન જિને
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy