SearchBrowseAboutContactDonate
Page Preview
Page 799
Loading...
Download File
Download File
Page Text
________________ 750 અધ્યાત્મ રાજચંદ્ર યોગ્ય છે અને અલૌકિક દષ્ટિએ વિચારવા યોગ્ય છે. (અં. 704). લેક દષ્ટિ અને જ્ઞાનીની દષ્ટિને પશ્ચિમ પૂર્વ જેટલું તફાવત છે. જ્ઞાનની દષ્ટિ પ્રથમ નિરાલંબન છે, રુચિ ઉત્પન કરતી નથી, જીવની પ્રકૃતિને મળતી આવતી નથી, તેથી છવ તે દૃષ્ટિમાં રુચિવાન થતું નથી, પણ જે છે એ પરિષહ વેઠીને થોડા કાળ સુધી તે દષ્ટિનું આરાધન કર્યું છે, તે સર્વ દુઃખના ક્ષયરૂપ નિર્વાણને પામ્યા છે, તેના ઉપાયને પામ્યા છે.” (નં. 810). જ્યાં લગી લેકદષ્ટિનું વમન ન થાય ત્યાં લગી અલૌકિક આત્માર્થ– દૃષ્ટિનું પરિણમન ન થાય, એટલા માટે એક પત્રમાં શ્રીમદ્ આ લોકદષ્ટિના વિષનું વમન કરાવતે આ અમૃતબોધ આપે છે–લેકદ્રષ્ટિમાં જે જે વાત મોટાઈવાળી મનાય છે, તે તે વાતો અને વસ્તુઓ, ભાયમાન ગૃહાદિ આરંભ, અલંકારાદિ પરિગ્રહ, લેકદષ્ટિનું વિચક્ષણપણું, લોકમાન્ય ધર્મશ્રદ્ધાવાનપણું પ્રત્યક્ષ ઝેરનું રહણ છે, એમ યથાર્થ જણાયા વિના ધારો છો તે વૃત્તિને લક્ષ ન થાય. પ્રથમ તે વાતો અને વસ્તુઓ પ્રત્યે ઝેરદષ્ટિ આવવી કઠણ દેખી કાયર ન થતાં પુરુષાર્થ કરવો યોગ્ય છે. (અં. 729)." તેમજ એક બીજા અમૃતપત્રમાં પણ તે જ અમૃતબોધ આપે છે–પલેકસમુદાય કઈ ભલે થવાનું નથી, અથવા સ્તુતિનિંદાના પ્રયત્નાર્થે આ દેહની પ્રવૃત્તિ તે વિચારવાનને કર્તાવ્ય નથી. બાહ્ય ક્રિયાના અંતર્મુખવૃત્તિ વગરના વિધિનિષેધમાં કંઈ પણ વાસ્તવ્ય કલ્યાણ રહ્યું નથી. ગચ્છાદિ ભેદને નિર્વાહવામાં, નાના પ્રકારના વિક સિદ્ધ કરવામાં આત્માને આવરણ કરવા બરાબર છે. અનેકાંતિક માર્ગ પણ રામ્યફ એકાંત એવા નિજ પદની પ્રાપ્તિ કરાવવા સિવાય બીજા અન્ય હેતુએ ઉપકારી નથી, એમ જાણી લખ્યું છે. તે માત્ર અનુકંપાબુદ્ધિએ, નિરાગ્રહથી, નિષ્કપટતાથી, નિર્દભતાથી અને હિતાર્થે લખ્યું છે, એમ જે તમે યથાર્થ વિચારશે તો દષ્ટિગોચર થશે, અને વચનનું પ્રહણ કે પ્રેરણા થવાનો હેતુ થશે.” (અં. 702). “લૌકિક કારણોમાં અધિક હર્ષ વિષાદ મુમુક્ષુ જીવ કરે નહીં. (અં. 727). જગતમાં રૂડું દેખાડવા માટે મુમુક્ષુ કંઈ આચરે નહીં, પણ રૂડું હોય તે જ આચરે.” (નં. ર૭૪). ઇત્યાદિ અમૃત બેધવચનો આપી નિષ્કારણકરુણરસસાગર પરમ જગદગુરુ રાજચં કે મુમુક્ષુઓને લોકદષ્ટિના વિષનું વમન કરાવ્યું છે, અને આત્માર્થ દષ્ટિના અમૃતનું પાન કરાવ્યું છે. અને મતાર્થ દષ્ટિ જાય નહિં ત્યાં સુધી આત્માર્થદષ્ટિ આવે નહિં, માટે આત્માથીએ મતાર્થ દષ્ટિ પણ પરિત્યાગ કરી આત્મામાંથી વિસર્જન કરવી જોઈએ. મારું છે તે સાચું એવી મતદષ્ટિ છૂટે નહિં ત્યાં સુધી સાચું છે તે મારૂં છે એવી સતદષ્ટિ આવે નહિં, માટે મતદષ્ટિને આત્માથએ સર્વથા તિલાંજલિ આપવી જોઈએ. કારણ કે મત છે ત્યાં સત્ નથી, સત છે ત્યાં મત નથી, એટલે મતને આગ્રહ છેડયા વિના સત્ નું ગ્રહણ અસંભવિત છે, એટલા માટે સર્વ પ્રકારના મતાગ્રહ-દુરાગ્રહ-કદાગ્રહએકાંતાગ્રહ મુમુક્ષુ આત્માથએ ત્યજવા ચોગ્ય છે. આઝડરૂપ એકાંત છે ત્યાં મિથ્યાત્વમિથ્યાદષ્ટિ છે, નિરાગ્રહરૂપ અનેકાંત છે ત્યાં સમ્યકત્વ-સમ્યગ્દષ્ટિ છે. “શ્રી ગૌતમને ચાર વેદ પઠન કરેલા જેવાને શ્રીમત્ મહાવીરસ્વામીએ સમ્યફનેત્ર આપ્યાં હતાં” (અ,
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy