________________ 748 અધ્યાત્મ રાજચંદ્ર વારસ વેચી તે વડે આપણા સ્વાર્થ, ઉપભોગ, આજીવિકાદિ વ્યવહાર ચલાવે એ પ્રત્યક્ષ અપ્રમાણિકપણું, માયા, અસત્ય અને થાપણ ઓળવવારૂપ છે; પુરુષાર્થની હીનતારૂપ છે. સુજ્ઞ ભવભીરૂ જીવો પુરુષાર્થ કરી ધન મેળવી નિર્વાહ કરે; પણ જ્ઞાન ન વેચે.”—શ્રી મનસુખભાઈ કિરચંદ કૃત શાંતસુધારસ–મુખમુદ્રા આમ પરમકૃતની–પરમ સતુશ્રુતની જગમાં પ્રભાવના કરે એવી પરમ પ્રકૃષ્ટ ભાવનાથી, પરમ ઈષ્ટ ઉદેશથી, પરમ પરમાર્થ પ્રજનથી, પરમ ભાવિતાત્મા પરમ પરમાર્થ રંગી જ્ઞાનાવતાર શ્રીમદ્દ જેવા પરમ વીતરાગમાર્ગપ્રભાવક પરમ પુરુષે આ પરમકતપ્રભાવક મંડળ સંસ્થાની સંસ્થાપના કરી જગતને મહાન ભેટ આપી. વીતરાગમુદ્રાની–તદાકારસ્થાપનારૂપ ચિત્રપટની અલૌકિક ભેટ તો અત્રે વઢવાણ કૅમ્પમાં જ આપી હતી; અને આ વીતરાગ મૂર્તિની શબ્દમાં મહાપ્રતિષ્ઠા કરવાના આ પરમ ઉદાત્ત ઉદેશવાળી આ ભવ્ય ભેટ પણ અત્રે વઢવાણકૅમ્પમાં જ આપી! આ સંસ્થાની રૂપરેખા અને દિશાદર્શન પણ તેમણે કરી દીધું. પણ કાળના ગર્ભમાં જુદી જ વાત હતી. જગતના દુર્ભાગ્યે આ સ્થાપના પછી માત્ર છ માસનું જ આયુષ્ય અવશેષ રહ્યું, એટલે શ્રીમદના વરદ હસ્તે-અનન્ય માર્ગદર્શન નીચે આ સંસ્થાને ફૂલવા-ફાલવા-વિકાસ પામવાનો અપૂર્વ અવસર આવવા પાપે જ નહિં, પરમકૃતપ્રભાવનાને ભવ્ય મહાપ્રાસાદ નિર્માણ થવા પામ્યો નહિં, એ મહાખેદની વાત છે. ભાવી! અને પછી તો આ સંસ્થાનું શ્રીમદે નિદેશેલ દિશા પ્રમાણે સંચાલન કરવાની –નિર્વાહન કરવાની અને વિકસાવવાની માટી પવિત્ર ફરજ ભક્તિમાન્ મુમુક્ષુજને પર આવી પડી; અને તે તેઓએ આ 66 વર્ષોના ગાળામાં યથાશક્તિ-થાભક્તિ બજાવવાનો -નિર્વાહવાનો પ્રશસ્ત પ્રયત્ન પણ કર્યો, પણ શ્રીમદના ઈષ્ટ મહાન ઉદ્દેશ પ્રત્યે દષ્ટિ કરતાં તેમાં હજુ વિશેષ વિશેષ પ્રયત્નને ઘણો ઘણે અવકાશ છે. એટલે હજુ પણ શ્રીમદૂના મહાન ઈષ્ટ ઉદેશ પ્રત્યે લક્ષ કેન્દ્રિત કરી, શ્રીમદ્દન સ્વશ્રીહસ્તે સંસ્થાપિત આ સંસ્થાને પરમ પ્રધાન ગણી ઇતર સર્વ સંસ્થાઓ આ પરમશ્રતપ્રભાવનાના પરમ પુણ્ય કાર્યમાં પરસ્પર સહકાર સાધી આના ઉત્કર્ષમાં સંયુક્તપણે યથાશક્તિ યથાભક્તિ પિતપોતાને ફાળો આપે તે જ્ઞાનપ્રદાનનું મહાન કેન્દ્ર બની આ સંસ્થા જગમાં જ્ઞાનસરિતાને મહાપ્રવાહ વહાવનારી-જગમાં જ્ઞાનને મહાપ્રભાવ વર્તાવનારી જગતપાવની જ્ઞાનગંગા બની જાય! અને આમ આર્ષદ્રષ્ટા શ્રીમદે જે પરમશ્રતપ્રભાવક મંડળ સંસ્થાની સંસ્થાપના કરી, જગત્ પર અપાર ઉપકાર કરનારી એક મહાન સંસ્થાને પાયે નાંખે, તે પર પરમશ્રતની પ્રભાવના કરનારો મહાપ્રાસાદ નિર્માણ કરવાનું કામ ભક્તિમાન મુમુક્ષુજનેનું છે! તણાતુ!