________________ પરમકૃતપ્રભાવક મંડળની સ્થાપના 747 અને તે જાણે પોકારીને કહે છે કે સર્વે મુમુક્ષુજનેએ આ પુણ્યકાર્યમાં સંમિલિત થવું જોઈએ અને કઈ પણ પ્રકારના ગુણષ–મત્સર-ઈર્ષા–અદેખાઈ રાખ્યા વિના, પિતાની સમસ્ત શક્તિથી-સર્વાત્માથી આ પરમ જ્ઞાનદાન દેવા યોગ્ય છે. તન-મનધન-વચનની સમસ્ત શક્તિ ખર્ચી નાંખીને, ઓવારી નાંખીને આ જ્ઞાનની પ્રભાવના પરમ ઉદારતાથી કરવા ચોગ્ય છે. આ મુમુક્ષુજને આ જ્ઞાનદાનથી કેમ આત્મત્કર્ષ પામે, કેમ રોગગુણની વૃદ્ધિ કરે ને તે દેખીને હું રાજી થાઉં–પ્રસન્ન થાઉં, એવી પ્રમોદભાવના સહિત પરમ ઉદાર ભાવથી છૂટા હૃદયે ને છૂટા હાથે આ જ્ઞાનધનનું દાન દેવા ગ્ય છે. આ જ્ઞાનધન તે અક્ષયનિધિ છે. એ દાન દેતાં કદી ખૂટતું નથી અને દાતાનું કંઈ જ્ઞાનધન ઓછું થઈ જતું નથી, ઉલટું જળવાઈ રહે છે ને વૃદ્ધિ પામે છે. માટે જેમ બને તેમ બહોળા હાથે આ જ્ઞાનદાન આપી પરમશ્રતની પ્રભાવના કરવા યોગ્ય છે. અને તે અર્થે,–સ પુસ્તકમાં–સુંદર ગ્રંથમાં તે તે સતુશા છપાવવા યોગ્ય છે. તે તે સિદ્ધાન્તને છાજે એવા ગૌરવને અનુરૂપ કાગળ, શાહી, પુંઠાં વગેરે, શાસ્ત્રનું ગૌરવ દીપાવે એવા બાહ્ય આકર્ષણરૂપ ગુણોથી; તેમજ અક્ષર, વણ, શબ્દ, અર્થ, પરમાર્થ આદિની શુદ્ધિ–સુસંકલના વગેરે આત્યંત ગુણોથી યુક્ત, એવા સર્વાંગસુંદર સદૂગ્રંથોમાં સસ્સાર–પરમકૃત શાસ્ત્ર પ્રસિદ્ધ કરવા ગ્ય છે. આ પુરુષના વચનામૃતને માટે હું હારું સર્વસ્વ ઓવારી નાંખ્યું તે પણ ઓછું છે, આ સત્પરુષના વચનામૃત જગજજીના હૃદયમાં અખંડ જ્ઞાન-દીપક પ્રગટાવો ! એવી પરમ ઉદાત્ત ભાવનાથી સર્વથા નિઃસ્વાર્થ પણે–નિષ્કામપણે સતશ્રતનીપરમશ્રતની એકાંત આત્મકલ્યાણાર્થે જગતમાં પ્રભાવના કરવા ચોગ્ય છે. એમ પુણ્યશ્લેક શ્રીમદે આપેલું આ પરમકૃતપ્રભાવક મંડળ” એ નામ જગને અમર સંદેશ આપે છે. આ અંગે મહામુમુક્ષુ શ્રી મનસુખભાઈ કિરચંદે શાંતસુધારસની મુખમુદ્રામાં આ મનનીય શબ્દો લખ્યા છે– “આપણું પુણ્ય મુજબ આપણને પ્રાપ્ત થયેલ શણગાર, ઘરેણાં, પૈસા, મણિ, માણિક્યાદિ જવાહર સાચવવા આપણે શોભીતા કબાટ, પેટી, પટારા કે તેજુરી વસાવીએ છીએ, તે ચિંતામણિ રત્ન સમાન શબ્દ જેમાં રહેલા છે, તે ગ્રંથ અર્થને (રહસ્ય, લક્ષમી) જાળવી રાખવા કેવા સુંદર કાગળ, છાપ, પુંઠાં, બાઈડીંગ આદિ સાધન જોઈએ? બહુ સુંદર, શોભનિક, ટકાઉ, મનહર, ગ્રંથનું ગૌરવ જાળવે, વધારે એવાં, જ્ઞાનનાં બહુમાન, ભક્તિભાવ સૂચક,-આવાં કાગળ, છાપ, પુંઠાં આદિ જોઈએ. જીવ ગ્રંથમાં પ્રવેશ કરી બોધ પામે તે પહેલાં આ બહારના દેખાવથી જ બોધ પામી, ઠરી જાય છે. xxx સિદ્ધાંત જ્ઞાન કાંઈ આપણી માલીકીનું નથી. તે તો પરાપૂર્વથી ઉત્તરત્તર ચાલી આવેલું છે. સદ્દગુરુદ્વારા આપણે સાંભળ્યું, અથવા પુસ્તકો દ્વારા આપણે વાંચ્યું એટલે કાંઈ આપણી માલીકી થઈ જતી નથી. એ તે જેમ પૂર્વના મહાપુરુષો નિ:સ્વાર્થ પણે, નિસ્પૃહીપણે, આપણને વારસો આપી ગયા, તેમજ નિઃસ્વાર્થ પણે, નિપૃ. હુપણે આપણી ભવિષ્યની સંતતિને એ વારસો આપણે આપી જ જોઇએ છે. એ