________________ 746 અધ્યાત્મ રાજચંદ્ર પરમકૃતપ્રભાવક મંડળની સંસ્થાપના કરી. શ્રીમદૂની સન્નતની પ્રભાવના અંગે કેટલી બધી ઉદગ્ર ભાવના હતી તેનું બીજું ઝળહળતું ઉદાહરણ ખંભાત સુબોધક પુસ્તકાલયની શ્રીમની યેજનામાં પ્રાપ્ત થાય છે. આ અંગે મનસુખભાઈ કિરચંદ શ્રીમદ્દના સાક્ષાત્ સમાગમની નંધમાં નોંધે છે કે –“આ વખતે મુંબઈમાંથી સારા પુસ્તકોની ખરીદી કરી, ખંભાત સુબોધક પુસ્તકાલયની યોજના કરી. અમદાવાદ તથા વવાણીઆ માટે ધર્મ, વ્યવહાર, તત્ત્વજ્ઞાનનાં ઘણું પુસ્તક ખરીદ કરાવ્યાં. જૂદા જૂદા ભાઈઓને પણ તેની યોગ્યતા અને સ્થિતિ અનુસાર ઉપયોગી પુસ્તકે અપાવ્યાં. તેના કમીશનમાંથી ખંભાત સુબોધક પુસ્તકાલય ઉભું કર્યું. આ પુસ્તકની ખરીદી અને ચુંટણીનું કામ મને સોંપ્યું. અંદર તત્ત્વ, સાહિત્ય, વ્યવહાર, પરમાર્થ ઉપગિતાના સૌંદર્ય પૂર્ણ જેવાં; તેમ બાહ્ય સૌંદર્યની તેમની ચેકસી બેધપ્રદ હતી. પરમ ભાવિતાત્મા શ્રીમદૂની આ પ્રભાવના-પ્રકૃષ્ટ ભાવના પરથી સમજાય છે કે - આવા અનન્ય ઉપકારી પરમ શ્રુતજ્ઞાનને તેના પરમ ગુણગૌરવને છાજે એવા તેને અનુરૂપ પરમાદરથી–ગુણગૌરવ-બહુમાનથી તેના સર્વાંગસુંદર પ્રકાશન–પ્રભાવન કરવા યોગ્ય છે, એવી પરમ ઉદાર ભાવના શ્રીમદૂની હતી. અર્થાત ખરેખરી પ્રભાવનાભાવનાથી–શુદ્ધ આદર્શ લક્ષી ધર્મધગશથી આ પરમકૃતની જગમાં પરમ ઉદારતાથી પ્રભાવના કરવી જોઈએ—હાણ કરવી જોઈએ. વાણીયાવિદ્યા આમાં કામ ન આવે! વાણુયાગતથી રૂપીઆ-આના-પાઈના હિસાબથી નહીં, પણ છૂટે હાથે ઉદાર દિલથી પરમ ઉત્સાહથી–પરમ ઉલ્લાસથી–પરમ ઉમંગથી– પરમ ઉછરંગથી–પરમ ઉલટથી પ્રભાવના કરવી જોઈએ,–કે જેથી કરીને જગને વિષે જ્ઞાનીઓનો સનાતન સમાર્ગ પ્રભાવિત થાય. તે તે પરમકૃત–સતશ્રત શાની રસવતી એવી સરસ રીતે પીરસવી જોઈએ કે જગજજીને તે એકદમ રોચક થઈ પડી તેનું પેટ ભરીને ભાવભેજન કરવાની રુચિ-મરજી થઈ જાય. તેના અર્થને–પરમાર્થને યથાર્થપણે બહલાવે–વિકસાવે એવા સર્વ પ્રકારે સર્વાંગસુંદરપણે ભાષાંતર–વિવેચનાદિ સહિતપણે એવી પ્રભાવના કરવી જોઈએ કે તેની પ્રભાવના-પ્રકૃષ્ટ ભાવના જગજજીને થઈ જાય! આવી પ્રભાવના પણ કેણું કરી શકે? જેણે પોતાના આત્મામાં તે તે વચનની પ્રભાવના-પ્રકૃષ્ટ ભાવના કરી હોય તે જ કરી શકે. આવા ભાવિતાત્મા પુરુષ દ્વારા તેના અર્થ–વિવેચનાદિ કરાવી તેની સર્વાંગસુંદર કાગળ-છાપ-બાઈડીંગસુશોભન આદિ સર્વ પ્રકારે એવા સુંદર ગ્રંથ પ્રસિદ્ધ કરવા જોઈએ—સુપ્રસિદ્ધ કરવા જોઈએ કે તેને દેખતાં જ નયન ને મન ઠરી જાય! એવી પરમ ઉદાત્ત ભાવના પરમ ભાવિતાત્મા શ્રીમદની હતી. અને આવા પુણ્ય કાર્યમાં એક જ ધ્યેયવાળા ઘણું ભાવિત મુમુક્ષુજને સંમિલિત થાય તે આ કાર્યને પૂર વેગ મળે એ દષ્ટિએ પરમ દીર્ઘ દષ્ટિ આર્ષદ્રષ્ટા શ્રીમદે આ સંસ્થાને “મંડલ” એવું નામ આપ્યું હતું,–તે કોઈ વાડા કે group–જૂથ એવા કેઈ સાંકડા અર્થમાં સંકુચિત દષ્ટિથી નહિ, પણ વિશાલ વિશ્વગ્રાહી અર્થમાં વિશાલદષ્ટિથી આપ્યું હતું.