________________
અધ્યાત્મ રાજર્ષિક પર શિષ્ટ મિષ્ટ ભાષામાં ડહાપણના ભંડાર જે હૃદયંગમ સદુધ આપે છે,– જે કઈ સાચા ભાવિતાત્મા મહાત્માના અંતરુના ઊંડાણમાંથી નિકળતો હોય એમ સહજ ભાસ આપતો પ્રતિપદે સુભાષિતરૂપ છે. જેમકે
કરવું કામ વિચારીને, જેથી સતફળ થાય; કામ વિચાર્યાથી કર્યો, નુકશાન ન ક્યાંય....વિશ્વપિતા વંદન કરૂં. નીતિથી ચાલે સદા, એથી રીઝે ઈશ; નીતિથી સુખ ઉપજે, નીતિ ગુણ ગણીશ....વિશ્વપિતા. શક્તિ વણ નહિં આદર, કેઈ વાર કે કામ; ઘટતું કરશે કામ જે, તે સજજની ગુણધામ વિશ્વ. હામથી રૂડાં કામને, પાર પાડજે નાર; હિમ્મત કિસ્મત જાણજે, સમજી સારો સાર....વિશ્વ. ગર્વ કદી નવ ધાર, ગર્વ કર્યાથી બાઇ; રાજ તજી ચાલ્યા ગયે, સફળ મળ્યું ન કાંઈ...વિશ્વ. ભરે કપટના જે ઘડા, તે લુચ્ચાની મિત્ર; પરમેશ્વરની ચોર છે, ચાળા ચિત્ર વિચિત્ર...વિશ્વ. શાહુકારની મેડીએ, દેખી મૂર્ખ ગમાર; પાડે છે નિજ ઝુંપડાં, વાહ ! વાહ! વિચાર...વિશ્વ. હાર્યા રહેવાથી અરે, વાર્યા રહેવું ઠીક; લુંટાણા પછી શી રહે, ચોર તણી રે બીક..વિશ્વ. જીભ જુઓ નરમાશથી, રહીં છે વચ્ચે દાંત; ક્રોધ કરે છે કારમી, માર ખાય ધરી ખાંત...વિશ્વ. મોટા મોટા મહીપતિ, ચાલી ગયા છે ધીર; રાજાધિરાજા તે હતા, હતા મહા શૂરવીર....વિશ્વ. કાળ સહુને લઈ ગયે, આણી દયા નહિ ઉર; તેજસ્વી પણ ચાલિયા, પૈસા નાસ્યા દૂર...વિશ્વ. શાણા સજજન ચાલિયા, ચાલ્યા રંકને રાય; આગળ પાછળ એ ગયા, નહિં એનો ઉપાય... વિશ્વ. કરોને વિચાર તું વિગતે. કરજે સારાં કામ; કીર્તિ મૂકી અહિં જજે, ખર્ચ સુકામે દામવિશ્વ.”
આ સબોધશતકના અંતે બાલરવિના અરુણોદય જેમ ઉદય પામતે આપણે આ બાલ કવિ રાયચંદ અતિ વિનમ્ર ભાવે કવિતમાં ઉપસંહરે છે—
વવાણીઆ-વાસી વળી વણિક જ્ઞાતિ વિચારે, વિશેષ વિનંતિ વદી પ્રણમું, હું પ્રેમથી ભૂલચૂક ક્ષમા કરો બુદ્ધિવાન નહિ બહુ, કર્યું કામ પ્રીત થકી પરમેશ રેમથી; વિબુધ વડે નહિ કવીશ્વર આપ નહીં, કાવ્ય કર્યું લેશ બુદ્ધિ સુંદર છે હેમથી. સજજની સુધ ગ્રહ રાયચંદ હેતે કહે, ભજો પરમેશ સુખી થાશો એવા નેમથી.”