________________
અધ્યાત્મ રાજચંદ્ર થઈ શકે. આમ અનેક પ્રકારે જ્ઞાનચર્ચા ચાલતી. અને ઘણું ઘણું બધવર્ષા શ્રીમદે વર્ષાવી હશે, પણ ઝીલનાર પાત્રોએ (ઉપદેશછાયા આલેખનાર અબાલાલભાઈના અપવાદ શિવાય) યથાશક્તિ થોડો-ઘણો બેધ ઝીલ્યું હોય તે પણ પત્ર પર આલેખ્યો જ ન હેય, તે સંબંધી વિશેષ અત્રિ કેમ લખી શકાય? (૬) ત્રણ વસ્તુ કેઈની બીજાને આપી શકાય નહિં-પુણ્ય, પાપ અને આયુષ્ય. ઈત્યાદિ.
૨. વસે વનક્ષેત્ર કાવિઠાથી શ્રીમદ્ ભાદ. શુ. ૧૪ના દિને વાક્ષેત્રે પધાર્યા અને ત્યાં પ્રથમ આશે શુદ ૧૩ પર્યત–એક પૂરે માસ સ્થિતિ કરી. તે વખતે શ્રી લલ્લુછમુનિની ચાતુર્માસસ્થિતિ અત્ર વસેમાં હતી. તેમની સાથેમાં મુનિ મેહનલાલજી અને ચતુરલાલજી હતા. લલ્લુછમુનિએ નડીયાદના એક ભાઈ મોતીલાલ જેઠાભાઈ ભાવસારને વસો શ્રીમદ્ પધારે તે તેમની સેવામાં રહેવાનું બની શકશે કે કેમ? એમ પૂછયું. મોતીલાલભાઈએ ઘણું જ પ્રસન્નતાથી હા પાડી ને કહ્યું કે હું બધી ગોઠવણ સારી રીતે કરીશ.” પછી શ્રીમદ્ કાવિઠાથી નિકળી વસો તરફ આવવા નિકળ્યા ત્યારે મોતીલાલ માફ તથા ગાડી લઈ સામા ગયા. “ચરામાં ગાડું સામું મળ્યું. તેમાં સાહેબજી તથા અંબાલાલભાઈ તથા લહેરાભાઈ બેઠેલા હતા. તેમને માફામાં–ગાડીમાં બેસાડી મોતીલાલ આદર-બહુમાનથી વસોમાં ઉપાશ્રય આગળ નારાયણની પથારી હતી ત્યાં લાવ્યા. રાતના દશ વાગ્યે શ્રીમદૂછ મુનિઓ હતા ત્યાં પધાર્યા. તે દર્શનપ્રસંગનું ભક્તિપૂર્ણ રોમાંચક ચિત્ર મુનિ લલ્લુજી આલેખે છે કે –“કૃપાળુ દેવના દર્શન કર્યા, તે વખતે તેમની અદ્ભુત દશા અમારા અનુભવમાં આવી તેનું વિશેષ વર્ણન કરવા અસમર્થ છું. પણ ટુંકામાં એટલું કે તે વખતે દેહ ને આત્મા સાવ સ્પષ્ટ જુદાં છે એ પ્રત્યક્ષ અનુભવ કૃપાળુદેવ વિષે થો. ડીવાર પછી જે જ્ઞાનીએ વીતરાગનું સ્વરૂપ વર્ણવ્યું છે તે પરમ પુરુષના દર્શન થવાથી આમ જ જ્ઞાનીનું સ્વરૂપ હાય એવી ખાત્રી થઈ. તે પછી થોડીવારે કૃપાળુદેવ બોલ્યા કે જીવને જ્ઞાનીનું માહાત્મ્ય જેવી રીતે સમજવું જોઈએ તેવી રીતે સમજાયું નથી. કેમકે એક ૭-૮ વર્ષનું બાળક જેમ રાત્રે પાણું ન પીતું હોય અને જ્ઞાની રાત્રે પીતા હોય; એમ સમજવામાં આવે તે જ્ઞાની વિષે બાળ છો તે એમ કલ્પના કરે કે આમાં કાંઈ નથી. એવી બાળ જીવે જ્ઞાનીની ઓળખાણ કરેલી હોય છે. પછી ઉતારે પધારી ગયા. ત્યાં આગળ અમારે કલાક કલાક બેધ મળતું. પૂછયું–સંન્યાસી કોને કહીએ? પૂજ્યશ્રીએ કહ્યું–રાવ વાસનાને ક્ષય કરે તેનું નામ સંન્યાસી કહીએ. મેં પૂછયું–ોંસાઈ કોને કહીએ? પૂજ્યશ્રીએ કહ્યુંઇટ્રિયેને કબજે કરે તેને ગુંસાઈ કહીએ. મેં પૂછ્યું-ચતિ કેને કહીએ? પૂજ્યશ્રીએ કહ્યું-પાર પહોંચેલા યા પરમાત્મપદને પામે તે યતિ કહીએ.”
એકવાર વનમાં પધાર્યા હતા ત્યાં શ્રીમદે મુનિઓને પ્રમાદ ત્યજવાને ઉપદેશ આપી, સુનિ લલ્લુજીને સંસ્કૃતને અભ્યાસ કરવાની ભલામણ કરી. એટલે મુનિ મોહનલાલજીએ કહ્યું–મહારાજ સાહેબને તથા દેવકરણજીને અવસ્થા થઈ છે તેથી કેમ