________________
અધ્યાત્મ રાજચંદ્ર
હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કેઈ પણ મારાં નથી. શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એ હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષને ક્ષય થાય. (અં. ૬૨)
હું શરીર નથી, પણ તેથી ભિન્ન એ જ્ઞાયક આત્મા છું, તેમ નિત્ય શાશ્વત છું. આ વેદના માત્ર પૂર્વ કર્મની છે, પણ મારું સ્વરૂપ નાશ કરવાને તે સમર્થ નથી, માટે મારે ખેદ કર્તવ્ય જ નથી—એમ આત્માર્થીનું અનુપ્રેક્ષણ હોય છે. (અં. ૯૨૭)
છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપગી સદા અવિનાશ-મૂળ મારગ સાંભળો જિનને રે. એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ..મૂળ મારગ.
દેહથી ભિન્ન સ્વપરપ્રકાશક પરમ તિસ્વરૂપ એ આ આત્મા, તેમાં નિમગ્ન થાઓ. હે આર્યજનો! અંતર્મુખ થઈ, સ્થિર થઈ, તે આત્મામાં જ રહો તે અનંત અપાર આનંદ અનુભવશે.” (અં. ૮૩૨)
શુદ્ધ ચૈતન્યના નિર્વિકલ્પ ધ્યાનમાં લીન તન્મય ઉપયોગ કરનારા એવા પરમ શુદ્ધોપાગી, પરમ ભાવનિગ્રંથ, પરમ વીતરાગ. પરમ આત્મચારિત્રી, પરમ અસંગ શ્રીમદ પતે કેવી અનન્ય આત્મભાવના ભાવી રહ્યા હતા, તે સૂચવતા આ મહાન ભાવના સૂત્રો પરમ ભાવિતામાં શ્રીમના દિવ્ય આત્માની ઉચ્ચતમ અધ્યાત્મદશા પર અપૂર્વ પ્રકાશ નાંખે છે –
પરમ વીતરાગાએ આત્મસ્થ કરેલું, યથાખ્યાત ચારિત્રથી પ્રગટેલું એવું પરમ અસંગપણું નિરંતરવ્યક્તાવ્યક્ત પણે સંભારું છું–અંક ૮૬
સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું. એક કેવળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, પરમાત્કૃષ્ટ, અચિંત્ય સુખસ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવસ્વરૂપ હું છું. ત્યાં વિક્ષેપ છે? વિકલ્પ શે? ભય છે ? ખેદ છે? બીજી અવસ્થા શી? હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ પરમશાંત ચેતન્ય છું. હું માત્ર નિર્વિકલ્પ છું. હું નિજસ્વરૂપમય ઉપગ કરૂં છું. તન્મય થાઉં છું. શાંતિ: શાંતિ: શાંતિ:. અં. ૮૩૩.
આમ દેહાદિથી ભિન્ન હું શુદ્ધચૈતન્યમૃતિ આત્મા છું, એમ ભાવના કરી મુમુક્ષુએ આત્માર્થ પ્રધાન દષ્ટિ રાખી આત્માર્થ પ્રત્યે જ દષ્ટિ સ્થિર–કેન્દ્રિત કરવી જોઈએ; આત્માર્થ એ જ એક અર્થ છે, બાકી બધેય અનર્થ છે એમ સમજી આ આત્મા અર્થની સિદ્ધિને અર્થે આત્માથીએ,–“કામ એક આત્માર્થનું બીજો નહિં મનરેગ –એ મહાનું સૂત્ર નિરંતર હૃદયમાં ધારણ કરી, અમારે તો એક આત્માર્થનું જ કામ છે –આત્માર્થનું જ એક માત્ર અર્થ–પ્રોજન છે, બીજે કઈ માનાર્થ આદિ મનરોગ અમને નથી એમ પરમાર્થભાવના ભાવવી જોઈએ; દેહને અર્થે–દેહના ભલાને માટે–દેહના ઉપકારને માટે આ પરોપકારી(!) આત્માએ અનંત ભવ ગાળ્યા, પણ આત્માને અર્થે–આત્માના ભલાને માટે–આત્માના ઉપકારને માટે એકે ભવ ગાળ્યો નથી ! જે દેહ એક આત્માને અર્થે ગળાશે તે જ દેહે આત્મવિચાર જન્મ પામવા યોગ્ય છે એમ જાણુ નિરંતર આત્માથને જ લક્ષ રાખી આત્માથી મુમુક્ષુએ દેહાથની સર્વ કલ્પના