________________
શ્રીમદ્દના અદ્દભુત નમસ્કારે, ધૂનો અને મહાન ભાવનાસૂત્રો ૬૬૩ મારે શિષ્ય છે, અથવા ભક્તિને કર્તા છે, માટે મારો છે, એમ કદી જોયું નથી, એવા જે સત્પરુષ તેને અત્યંત ભક્તિએ ફરી ફરી નમસ્કાર હે !
જે સત્પરુએ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે વ્યક્તિને પ્રાપ્ત થવાથી સદ્દગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છેદ મટે, અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે, તે ભક્તિને અને તે પુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો!
જે કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચારોને શક્તિપણે કેવળજ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે, શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે, વિચારદશાએ કેવળજ્ઞાન થયું છે, ઈચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે, મુખ્ય નયના હેતુથી કેવળજ્ઞાન વર્તે છે, તે કેવળજ્ઞાન સર્વ અવ્યાબાધ સુખનું પ્રગટ કરનાર, જેના વેગે સહજમાત્રમાં જીવ પામવા ગ્ય થયે તે પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હે! નમસ્કારે છે!”–શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૪૩.
અત્રે આ ચાર અદ્દભુત નમસ્કારમાં પરમ ભાવિતાત્મા શ્રીમદે સર્વ સત્યુના ચરણારવિંદને હૃદયમાં સ્થાપના કરી હદયમંદિરમાં તેઓની મહાપ્રતિષ્ઠા કરી છે, જેને પ્રત્યુપકાર –સામે વળતે ઉપકારન થઈ શકે એ પરમાત્મભાવ જેણે કંઈ પણ ઈચ્છયા વિના નિષ્કારણકરુણશીલતાથી આપે એવા સદ્દગુરુ ભગવાનના અનન્ય ઉપકારની પરમ કૃતજ્ઞભાવે અત્યંત ભક્તિથી ચિંતવના કરી છે, માત્ર એકાંત શિષ્યના કલ્યાણ અર્થે જે ભક્તિ નિરૂપણ કરી છે, તે ભક્તિને અને તે ભક્તિના નિરૂપનારા સપુરુષોને ફરી ફરી નમસ્કૃતિ કરી છે, અને જે સપુરુષ સદ્ગોગે કેવલજ્ઞાન સ્વભાવનું ભાન પ્રગટતાં અવ્યાબાધ સુખનું પ્રગટ કરનાર કેવલજ્ઞાન જેના યોગે સહજમાત્રમાં જીવ પામવા યોગ્ય થયે, તે પુરુષના ઉપકારની સર્વોત્કૃષ્ટ ભક્તિથી સ્મૃતિ કરી છે.
અને ક્ષસિદ્ધાંત પ્રબંધના (અં. ૭૫૭) મંગલાચરણમાં પણ શ્રીમદે જે પંચ પરમ ગુરુ-પંચ પરમેષ્ઠિને પૂર્ણ ભાવપૂર્ણ નમસ્કાર કર્યા છે, તે તે શ્રીમદૂના અનન્ય ભક્તિમય આત્માની તે પંચ પરમેષ્ટિ સાથે અનન્ય તન્મયતા–તદ્રુપતા પ્રકાશે છે–ઉદુષે છે—“કર્મરૂપ વૈરીને પરાજય કર્યો છે એવા અહંત ભગવાન, શુદ્ધ ચૈતન્યપદમાં સિદ્ધાલયે વિરાજમાન એવા સિદ્ધ ભગવાન; જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય એવા મોક્ષના પાંચ આચાર જેના આચરણમાં પ્રવર્તમાન છે અને બીજા ભવ્ય જીવોને તે આચારમાં પ્રવર્તાવે છે એવા આચાર્ય ભગવાન દ્વાદશાંગના અભ્યાસી અને તે મૃત શબ્દ, અર્થ અને રહસ્યથી અન્ય ભવ્ય જીને અધ્યયન કરાવનાર એવા ઉપાધ્યાય ભગવાન, ક્ષમાગને આત્મજાગૃતિપૂર્વક સાધતા એવા સાધુ ભગવાનને હું પરમ ભક્તિથી નમસ્કાર કરૂં છું.” અને આ પંચ પરમેષ્ઠિનું સ્વરૂપ જેમાં અંતર્ભત છે એ ૩ તા-શ્રીમદની એવી વિશિષ્ટતા છે કે તેમના પ્રાયે સર્વ પત્રોમાં મથાળે મૂકવામાં આવ્યો જ હોય છે, તે પ્રણવ પણ શ્રીમદની પ્ર+નવ=પ્રકૃષ્ટ નવપદજી-સિદ્ધચક્રજી અને પંચ પરમેષ્ઠિ પ્રત્યેની