________________
અધ્યાત્મ રાજચંદ્ર પરાભક્તિનું સૂચન કરે છે. (ગુણીથી ગુણ અભિન્ન છે, એટલે પંચ પરમેષ્ટિ ગુણીમાં જ્ઞાનાદિ ચાર ગુણનું અંતર્ભાવન છે જ).
તેમજ–તે તે પત્રોના મથાળે મૂકવામાં આવેલા મથાળાના નમસ્કાર પણ તેવા જ અદ્દભુત અને પરમ ભાવવાહી છે, અને તે શ્રીમદ્દના અંતભાવના-અંતર્દશાના ઘાતક અથવા તે તે પત્રમાં આવતી વસ્તુને પુષ્ટ કરે એવા ભાવના પોષક હોય છે. જેમ કે–વિષમ સંસાર બંધન છેદીને ચાલી નીકળ્યા તે પુરુષોને અનંત પ્રણામ. (અં. ૫૮૮). પુરુષોના અગાધ ગંભીર સંયમને નમસ્કાર. (સં. ૮૦૮). ભુજાએ કરી જે સ્વયંભૂરમણ સમુદ્ર તરી ગયા તરે છે અને તરશે તે પુરુષને નિષ્કામ ભક્તિથી ત્રિકાળ નમસ્કાર. (સં. ૬૯૭). અપારવત્ સંસારસમુદ્રથી તારનાર એવા સદુધમને નિષ્કારણ કરુણાથી જેણે ઉપદેશ કર્યો છે, તે જ્ઞાની પુરુષોના ઉપકારને નમસ્કાર હો નમસ્કાર હે! (અં. ૬૦૦) દેહધારી છતાં નિરાવરણ જ્ઞાન સહિત વતે છે એવા મહાપુરુષોને ત્રિકાળ નમસ્કાર. (અં. ૬૭૪). પરમ ભક્તિથી સ્તુતિ કરનાર પ્રત્યે પણ જેને રાગ નથી અને પરમÀષથી પરિષહ ઉપસર્ગ કરનાર પ્રત્યે પણ દ્વેષ નથી, તે પુરુષરૂપ ભગવાનને વારંવાર નમસ્કાર. (નં. ૭૬૭). દીર્ઘકાળની જેની સ્થિતિ છે, તેને અલ્પકાળની સ્થિતિમાં આણી, જેમણે કર્મક્ષય કર્યો છે તે મહાત્માઓને નમસ્કાર. (અં૭૯૧). સર્વ દ્રવ્યથી, સર્વ ક્ષેત્રથી, સર્વ કાળથી અને સર્વ ભાવથી જે સર્વ પ્રકારે અપ્રતિબંધ થઈ નિજસ્વરૂપમાં સ્થિત થયા તે પરમ પુરુષોને નમસ્કાર. (અં. ૮૩૩). અગમ્ય છતાં સરળ એવા મહતુપુરુષોના માર્ગને નમસ્કાર.” (અં. ૮૮૭). અને પત્રોના અંતે ને કવચિત્ વચ્ચે પણ શ્રીમદ્દના તેવા અદ્ભુત ભાવનમસ્કાર દશ્યમાન થાય છે-- “જ્ઞાનમય આત્મા જેમને પરમત્કૃષ્ટ ભાવે પ્રાપ્ત થયો, અને જેમણે પરદ્રવ્યમાત્ર ત્યાગ કર્યું છે, તે દેવને નમન હો! નમન હો! (અં. ૭૬૩) પરમ સુખસ્વરૂપ, પરમોત્કૃષ્ટ શાંત, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સમાધિને સર્વકાળને માટે પામ્યા તે ભગવંતને નમસ્કાર. તે પદમાં નિરંતર લક્ષરૂપ પ્રવાહ છે જેને તે પુરુષોને નમસ્કાર. (સં. ૮૩૩). જે મહાત્માઓ અસંગ ચૈતન્યમાં લીન થયા, થાય છે અને થશે તેને નમસ્કાર. * શાંતિઃ' (અં. ૯૦૧) આ છેલ્લા ત્રણ નમસ્કાર તે શ્રીમદની અનન્ય તત્વષ્ટિ અને અદૂભુત તસ્વભક્તિ પ્રદ્યોતે છે. અને પત્રાંક ૬૭૪ના અંતે આ પરમ ભાવવાહી નમસ્કાર તે “નમો મુજ! નમો મુજ !” એવી આનંદઘનજીએ ગાયેલી પરમ ધન્યદશાને પામેલા શ્રીમદ્દ જાણે પિતે પિતાને નમસ્કાર કરતા હોય એ ભાસ આપે છે–
“જે દેહધારી સર્વ અજ્ઞાન અને સર્વ કષાય રહિત થયા છે તે દેહધારી મહાત્માને ત્રિકાળ પરમ ભક્તિથી નમસ્કાર હે! નમસ્કાર હે! તે મહાત્મા વર્તે છે તે દેહને, ભૂમિને, ઘરને, માર્ગને, આસનાદિ સર્વને નમસ્કાર હે! નમસ્કાર હે! (અં. ૬૭૪).”
અને આત્મસિદ્ધિ અમૃતશાસ્ત્રની “જે સ્વરૂપ સમજ્યા વિના” ઈ. આઘ મંગલરૂપ અને “દેહ છતાં જેની દશા” ઈ. અંત્ય મંગલરૂપ એ બે અમર ગાથા અને પરમ પુરુષ પ્રભુ સદ્દગુરુ એ પ્રાસ્તાવિક ગાથા,-એ શ્રીમદની સુપ્રસિદ્ધ નમસ્કારયી