________________
૬૫૪
અધ્યાત્મ રાજચંદ્ર આવા પ્રબલ નિમિત્ત અવલંબન વિના સીધેસીધું (Directly) સ્વરૂપશ્રેણીએ ચઢવું અતિ અતિ દુષ્કર છે, પણ જેને પ્રગટ આત્મસ્વરૂપ પ્રગટયું છે એવા સાક્ષાત્ સહજત્મસ્વરૂપી અહંત-સિદ્ધ પ્રભુના ધ્યાનાલંબનથી તે શ્રેણીએ ચઢવું સુગમ થઈ પડે છે. પણ ઉપાદાનના નામે માત્ર એકલા નિરાલંબન અધ્યાત્મસ્વરૂપચિંતનમાં વ્યામોહ, શુષ્કતા, સ્વેચ્છાચારિપણું ઉન્મત્તપ્રતાપદશા આદિ અનેક દેષરૂપ ભયસ્થાને રહેલા છે, પણ ભગવદ્ભકિતના આલંબનથી તેવા કેઈ પણ દેષની સંભાવના નથી હોતી, ભક્તિમય અધ્યાત્મ અથવા અધ્યાત્મમય ભક્તિના માર્ગે ચઢતાં ઉકત દેષરૂપ પતન સ્થાન (Pitfalls) નથી હોતા, અને ભક્તિપ્રધાનપણે વર્તતાં આત્મા અનુક્રમે ઉચ્ચ ઉચ્ચ ગુણસ્થાને સ્પર્શતે સ્વાભાવિક એવી અધ્યાત્મ ગુણશ્રેણીએ આરોહણ કરતો જાય છે. એ જ વસ્તુ દર્શાવતા આ ટકેલ્કીર્ણ અમર વચને શ્રીમદે આ પ્રસ્તાવનાના અંતે પ્રકાશ્યા છે,–જે સર્વકાળના સર્વ મુમુક્ષુઓને અપૂર્વ માર્ગદર્શક દીવાદાંડી સમા અમર વચન પ્રત્યેક અધ્યાત્મપ્રેમી મુમુક્ષુઓ હૃદયમાં કેતરી રાખવા યોગ્ય છે—
વળી માત્ર એકલું અધ્યાત્મસ્વરૂપ ચિંતવન જીવને વ્યામોહ ઉપજાવે છે; ઘણું જવાને શુષ્કતા પ્રાપ્ત કરાવે છે, અથવા છાયારિપણું ઉત્પન્ન કરે છે અથવા ઉન્મત્તપ્રલાપદશા ઉત્પન્ન કરે છે. ભગવાનના સ્વરૂપના ધાનાલંબનથી ભક્તિપ્રધાન દષ્ટિ થાય છે, અને અધ્યાત્મદષ્ટિ ગૌણ થાય છે. જેથી શુષ્કતા, છાયાચિપણું અને ઉન્મત્તપ્રલાપતા થતાં નથી. આમદશાબળ થવાથી સ્વાભાવિક અયાત્મપ્રધાનતા થાય છે. આત્મા સ્વાભાવિક ઉચ્ચ ગુણેને ભજે છે, એટલે શુષ્કતાદિ દોષ ઉત્પન્ન થતા નથી; અને ભક્તિમાર્ગ પ્રત્યે જુગુસિત થતા નથી. સ્વાભાવિક આત્મદશા સ્વરૂપલીનતા પામતી જાય છે, જ્યાં અહંતાદિના સ્વરૂપધ્યાનાવલંબન વગર વૃત્તિ આત્માકારતા ભજે છે.
આવી પરમ અદ્દભુત આશય ગંભીર પ્રસ્તાવના આલેખી શ્રીમદે આ પ્રથમ સ્તવનનું જે પરમ પરમાર્થગંભીર અદ્દભુત વિવેચન આલેખ્યું છે, તે તો “આશય આનંદઘન તણે અતિ ગંભીર ઉદાર એ પ્રસિદ્ધ ઉક્તિ પ્રમાણે સાગર જેવા પરમ ગંભીર આશયવાળા આનંદઘનજીના વચનને એવો પરમાર્થ પ્રકાશે છે, કે તેને આશય વળી સાગરના સાગર જેવો (Ocean of oceans) સાગરવરગંભીર છે; અને એટલે જ સુજ્ઞ વિચક્ષણ જનો તેના અક્ષરે અક્ષરે આક્રીન પોકારે છે કે–અહો રાજચંદ્ર! તમે તે આનંદઘનના હદયમાં જાણે પ્રવેશ કર્યો હોય ને તેને વીંધીને તેથી પણ આગળ ચાલ્યા ગયા હે એ આ અદ્દભુત આશય પ્રકાશી-શુદ્ધ ભક્તિમાર્ગને આ અનન્ય ઉદ્યત કરી જગત પર અપાર ઉપકાર કરી ગયા છે; અને આનંદઘનવચનનું આવું પરમ ગૌરવ કરી આ આનંદઘનકૃતિ સાથે જોડાયેલ તમારા નામને જગમાં આ અમર કીર્તિસ્થંભ રોપી ગયા છે !
૨. દુઃખનિવૃત્તિઉપાયરૂપ વીતરાગમાર્ગ દુખનિવૃત્તિઉપાયરૂપ વીતરાગમાર્ગનું દર્શન કરાવતા આ મહાન પ્રબંધની (અં. ૭૫૫) પ્રસ્તાવનામાત્ર જ શ્રીમદે આલેખી છે; અને તેના પ્રારંભમાં જ–શારીરિક, માનસિક અનંત પ્રકારનાં દુઃખેએ આકુળવ્યાકુલ જીવેને તે દુખોથી છૂટવાની