SearchBrowseAboutContactDonate
Page Preview
Page 700
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યાનુગાદિ સંબંધી મહાપ્રબંધ રથના ૬પ૩ અક્ષરે અક્ષરે નિઝરે છે, આત્મા અને આત્માની શુદ્ધ અલૌકિક દષ્ટિ પદે પદે ચમકે છે. આટલે સામાન્ય નિર્દેશ કરી અત્રે પ્રથમ નિર્દિષ્ટ પંચ મહાપ્રબધે પ્રત્યે કેટલાક ઊડતા દષ્ટિપાત કરીએ. ૧. આનંદઘન વીશી અંતર્ગત ર૦ષભજિન સ્તવન વિવેચન આનંદઘનચોવીશી અંતર્ગત પ્રથમ શ્રી રાષભજિન સ્તવનનું પરમ અદૂભુત તલસ્પર્શી વિવેચન જે શ્રીમદે કર્યું છે, તે તેમની પરમ અદ્દભુત અલૌકિક અનન્ય વ્યાખ્યાતા તરિકેની અસાધારણ અનન્ય શક્તિ પ્રકાશે છે. શ્રીમદુની ધારણા આનંદઘનચોવીશીનું વિવેચન કરવાની હશે એમ જણાય છે, પણ તેમણે માત્ર પ્રથમ ઋષભજિન સ્તવનનું અને દ્વિતીય અજિતજિનસ્તવનની બે કડીનું જ વિવેચન કર્યું છે, તે પણ પરમ વિશદ વિવેચનને આદર્શ નમૂને (Ideal model) પૂરો પાડે છે અને વિવેચન કેવું હોવું જોઈએ એની દિશા દર્શાવે છે. શ્રીમદ્દના શ્રીહસ્તે જે આ વિવેચન પૂરું થવા પામ્યું હતું તે આધ્યાત્મિક સાહિત્યમાં એક અનન્ય અસાધારણ મહાકૃતિની જગતને ભેટ મળત; તથાપિ તેમણે જે પ્રથમ સ્તવનનું આદશ વિવેચન કર્યું છે, તે પણ હજાર ગ્રંથ જેટલા મહાન આશયવાળું છે, તેમણે જે આ વિવેચન કર્યું છે, તે સર્વ સ્તવનના આશયમાં વ્યાપક બને એવા અદ્ભુત સામર્થ્યવાળું છે; અરે ! આ ચોવીશીમાં મંગલ પ્રવેશ કરાવનારી પ્રવેશક પ્રસ્તાવના જે તેમણે આલેખી છે, તે તે લાખો ચોવીશીઓમાં મહામંગલ પ્રવેશ કરાવનારી મહાનું પ્રસ્તાવના બની ગઈ છે. વીતરાગભક્તિને મહાન પરમાર્થ આશય પ્રકાશનારી આ મંગલમયી પ્રસ્તાવનામાં ભક્તિમાર્ગનું મહાત્ પરમાર્થ પ્રયોજન સ્પષ્ટ કરતું અપૂર્વ અનન્ય રહસ્ય પ્રકાશમાં શ્રીમદ્ આ પરમ અમૃત વચને પ્રકાશે છે– જે સ્વરૂપજિજ્ઞાસુ પુરુષો છે, તે પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પામ્યા છે એવા ભગવાનના સ્વરૂપમાં પોતાની વૃત્તિ તન્મય કરે છે, જેથી પોતાની સ્વરૂપદશા જાગ્રત થતી જાય છે અને સર્વોત્કૃષ્ટ યથાખ્યાત ચારિત્રને પ્રાપ્ત થાય છે. જેવું ભગવાનનું સ્વરૂપ છે, તેવું જ શુદ્ધનયની દૃષ્ટિથી આત્માનું સ્વરૂપ છે. આ આત્મા અને સિદ્ધ ભગવાનના સ્વરૂપમાં ઔપાધિક ભેદ છે. સ્વાભાવિક સ્વરૂપથી જોઈએ તો આત્મા સિદ્ધ ભગવાનની તુલ્ય જ છે. સિદ્ધ ભગવાનનું સ્વરૂપ નિરાવરણ છે; અને વર્તમાનમાં આ આત્માનું સ્વરૂપ આવરણસહિત છે, અને એ જ ભેદ છે; વસ્તુતાએ ભેદ નથી. તે આવરણ ક્ષીણ થવાથી આત્માનું સ્વાભાવિક સિદ્ધ સ્વરૂપ પ્રગટે છે. અને જ્યાં સુધી તેવું સ્વાભાવિક સિદ્ધ સ્વરૂપે પ્રગટયું નથી, ત્યાંસુધી સ્વાભાવિક શુદ્ધ સ્વરૂપને પામ્યા છે એવા સિદ્ધ ભગવાનની ઉપાસના કર્તવ્ય છે; તેમજ અહંત ભગવાનની ઉપાસના પણ કર્તવ્ય છે, કેમકે તે ભગવાન સોગસિદ્ધ છે. ૪ ૪ એટલે અહંત ભગવાનની ઉપાસનાથી પણ આ આત્મા સ્વરૂપલયને પામી શકે છે. xx ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવું તે પરમાથદષ્ટિવાન પુરુષોને ગૌણતાથી સ્વરૂપનું જ ચિંતવન છે. ૪૪ તેમજ શ્રી દેવચંદ્રસ્વામીશ્રીએ વાસુપૂજ્યના સ્તવનમાં કહ્યું છે કે જિનપૂજા રે તે નિજપૂજના.” જો યથાર્થ મૂળદષ્ટિથી જોઈએ તો જિનની પૂજા તે આત્મસ્વરૂપનું જ પૂજન છે.?
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy