SearchBrowseAboutContactDonate
Page Preview
Page 696
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાપાર-વ્યવસાયથી નિવૃત્તિ અને સર્વસંગત્યાગની તૈયારી ૬૪૯ શ્રીમદનું અમર કાવ્ય તે શ્રીમદુની “ કયારે થઈશું બાહ્યાંતર નિગ્રથ જો ની તમન્ના કેવી છે તે બુલંદ નાદથી પોકારી રહ્યું છે, તેનું સવિસ્તર દર્શન આપણે અપૂર્વ અવસર અંગેના પ્રકરણ (૬૭)માં કર્યું જ છે. આવા સર્વસંગપરિત્યાગરૂપ અપૂર્વ અવસરને ઝંખતા શ્રીમદે ત્યાગીઓની અને ત્યાગના ઉત્કૃષ્ટપણાની મુક્તકંઠે પ્રશંસા કરી છે કે –“મેટા મુનિઓને જે વૈરાગ્ય દશા પ્રાપ્ત થવી દુર્લભ, તે વૈરાગ્ય દશા તો ગૃહવાસને વિષે જેને પ્રાયે વર્તતી હતી, એવા શ્રી મહાવીર, અષભાદિ પુરુષો પણ ત્યાગને ગ્રહણ કરી ચાલી નીકળ્યા, એ જ ત્યાગનું ઉત્કૃષ્ટપણું ઉપદેશ્ય છે. (સં. ૬૬૪) ઉત્કૃષ્ટ સંપત્તિનાં ઠેકાણાં જે ચકવર્યાદિ પદ તે સર્વ અનિત્ય દેખીને વિચારવાન પુરુષો તેને છોડીને ચાલી નીકળ્યા છે; અથવા પ્રારબ્ધદ વાસ થયે તે પણ અમૂછિત પણે અને ઉદાસીનપણે તેને પ્રારબ્ધોદય સમજીને વર્યા છે; અને ત્યાગને લક્ષ રાખ્યો છે. (સં. ૬૬૬) મહાત્મા બુદ્ધ (ગૌતમ) જરા, દારિદ્ર, રોગ અને મૃત્યુ એ ચારને એક આત્મજ્ઞાન વિના અન્ય સર્વ ઉપાયે અજિત દેખી, જેને વિષે તેની ઉત્પત્તિને હેતુ છે, એવા સંસારને છેડીને ચાલ્યા જતા હતા. શ્રી ઋષભાદિ અનંત જ્ઞાની પુરુષોએ એ જ ઉપાય ઉપાસ્યો છે, અને સર્વ જીવોને તે ઉપાય ઉપદે છે. (અં. ૬૬૭).” અને અસિધારાવ્રત જેવા–કાળફૂટ વિષ જેવા વિષમ સંયમને જેણે અવિષમ ભાવથી આરાધ્ય છે એવા ઋષભદેવાદિ પરમ સંયમી પુરુષોને અને સંયમને શ્રીમદ ઉલ્લાસિત ભક્તિભાવે આ પૂર્ણ ભાવપૂર્ણ નમસ્કાર કરે છે–પુરુષોના અગાધ ગંભીર સંયમને નમસ્કાર. અવિષમ પરિણામથી જેમણે કાળકૂટ વિષ પીધું છે એવા શ્રી ઋષભાદિ પરમ પુરુષને નમસ્કાર. પરિણામમાં તો જે અમૃત જ છે, પણ પ્રથમ દશાએ કાળકૂટ વિષની પેઠે મુંઝવે છે, એવા શ્રી સંયમને નમસ્કાર. તે જ્ઞાનને, તે દર્શનને અને તે ચારિત્રને વારંવાર નમસ્કાર. (સં. ૮૦૮). પરમ પુરુષને અભિમત એવા અત્યંતર અને બાહ્ય બન્ને સંયમને ઉલ્લાસિત ભક્તિએ નમસ્કાર.” (અં. ૯૩૪). આમ સંયમીને અને સંયમને ઉલ્લાસિત ભક્તિએ નમસ્કાર કરતા શ્રીમદ્દ સંયમી મુનિવરે પ્રત્યેને પિતાના આત્માને પરમ ઉલ્લાસભાવ યશોવિજયજીના આ અમર શબ્દ ટાંકી વ્યક્ત કરે છે– ધન્ય તે મુનિવર રે, જે ચાલે સમભાવે; જ્ઞાનવંત જ્ઞાનીશું મળતાં, તન મન વચને સાચા. દ્રવ્યભાવ સુધા જે ભાખે, સાચી જિનની વાચા; ધન્ય તે મુનિવરો રે, જે ચાલે સમભાવે.” અને જગતમાં બાહ્ય ત્યાગવ્યવહારની પ્રતિષ્ઠા છે એટલે આ પ્રતિષ્ઠિત વ્યવહારરૂપ બાહ્ય ત્યાગ પ્રહણ કરી હવે આપ જગતકલ્યાણાર્થે નિકળી પડો એવા આશયની મુનિ દેવકરણુજીએ શ્રીમદ્ વિજ્ઞપ્તિપૂર્ણ સાગ્રહ સૂચના કરી; તેના પ્રત્યુત્તરરૂપ પત્રમાં (અં. ૭૯૦) મથાળે—“પરમ ઉત્કૃષ્ટ સંયમ જેના લક્ષમાં નિરંતર વર્યા કરે છે તે સપુરુષના સમાગમનું ધ્યાન નિરંતર છે”-–એમ આત્માને સ્વરૂપમાં સંયમી રાખવારૂપ સંયમનું અને તેવા આત્મસંયમી પુરુષનું ધ્યાન પિતાને નિરંતર વતે છે એ મ-૮૨
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy