________________
૬૫૦
અધ્યાત્મ રાજચંદ્ર ભાવ માર્મિકપણે જણાવી શ્રીમદે જણાવ્યું પ્રતિષ્ઠિત વ્યવહારની શ્રી દેવકીર્ણ જીની જિજ્ઞાસાથી અનંતગુણવિશિષ્ટ જિજ્ઞાસા વર્તે છે. બળવાન, અને વેદ્યા વિના અટળ ઉદય હોવાથી અંતરંગ ખેદ સમતા સહિત વેદીએ છીએ. દીર્ઘકાળને અ૯૫૫ણામાં લાવવાના ધ્યાનમાં વર્તાય છે.”—-અન્ને બાહ્યત્યાગરૂપ પ્રતિષ્ઠિત વ્યવહાર આદરવાની બા. માં શ્રીમદે માર્મિકપણે સ્પષ્ટ પ્રકાર્યું છે કે, દેવકરણુજીએ જણાવેલી ઈચ્છા કરતાં બાહ્યત્યાગ કરી નિકળી પડવાની પિતાની ઈચ્છા અનંતગણુ બળવાન છે; અને વેદ્યા વિના ટાન્ય ન ટળે એવો “અટળ” ઉદય સમતાભાવે સખેદ વેદતા રહી પિતે તે ઉદયને દીર્ઘ કાળમાંથી અલ્પકાળમાં આણવાના નિરંતર પુરુષાર્થમાં છે–સર્વ સંબંધનું બંધન તીર્ણ છેદવાને અને સર્વ બાહ્ય સંગમાંથી નિવર્તવાને નિરંતર પુરુષાર્થ પોતે કરી જ રહ્યા છે,–કે જેથી પિતાને પરમ ઇચ્છિત સર્વસંગપરિત્યાગ જેમ બને તેમ જલદી બની શકે. સર્વસંગપરિત્યાગની અનન્ય તમન્ના ધરાવતા શ્રીમદે દેવકરણજી મુનિને આ અદ્ભુત પ્રત્યુત્તર આપ્યો હતો. તેમ જ શ્રીમદના એક અનન્ય ભક્ત શ્રી મનસુખભાઈ કિરતચંદ મહેતાએ પણ શ્રીમદને જગજજીવોના કલ્યાણાર્થે નિકળી પડવાને–બાહ્ય પ્રતાપ-પ્રભાવ વર્તાવવાનો વિપ્તિપત્ર લખ્યો હતો, તેના ઉત્તરપત્રમાં (અં. ૮૮૨). પણ શ્રીમદે તે જ અદ્દભુત ભાવ પ્રકાશ્યો હતે–
મુમુક્ષ તથા બીજા જીવોના ઉપકારને નિમિત્તે જે ઉપકારશીલ બાહ્ય પ્રતાપની સૂચના-વિજ્ઞાપન દર્શાવ્યું, તે અથવા બીજાં કે કારણે કોઈ અપેક્ષાએ ઉપકારશીલ થાય છે. હાલ તેવા પ્રવૃત્તિ સ્વભાવ પ્રત્યે ઉપશાંતવૃત્તિ છે. પ્રારબ્ધગથી જે બને તે પણ શુદ્ધ સ્વભાવના અનુસંધાનપૂર્વક થવું ઘટે છે, મહાત્માઓએ નિષ્કારણ ? પરમપદને ઉપદેશ કર્યો છે, તેથી એમ જણાય છે કે તે ઉપદેશનું કાર્ય પરમ મહત જ છે. સર્વ જીવ પ્રત્યે બાહ્ય દયામાં પણ અપ્રમત્ત રહેવાને જેના વેગને સ્વભાવ છે, તેનો આત્મસ્વભાવ સવ જીવને પરમપદને આકર્ષક હોય, તેવી નિષ્કારણ કરુણુવાળો હોય તે યથાર્થ છે.'
–અત્રે નિષ્કારણકરુણરસસાગર પરમકૃપાળુ શ્રીમદે માર્મિકપણે સૂચવ્યું જણાય છે કે–પ્રારબ્ધયોગથી તવા ઉદય હશે તો જગકલ્યાણાર્થે સર્વસંગપરિત્યાગાદિ કરી અમે જે કાંઈ કરવા માગીએ છીએ તે શુદ્ધ સ્વભાવના અનુસંધાનપૂર્વક જ કરવા માગીએ છીએ,–જગતમાં મનાવા પૂજાવા આદિ કોઈ પણ કામનાથી રહિતપણે શુદ્ધ સ્વભાવનું અનુસંધાન આગળ કરીને જ નિષ્કારણ કરુણાથી કરવા માગીએ છીએ, અને તે પણ પ્રારખ્યદય પ્રમાણે થશે,-એમ અહં ત્વ–મમત્વનું સર્વથા વિલોપન કરનારા શ્રીમદે નિષ્કારણ કરુણાથી ઉપદેશમાર્ગ પ્રવર્તાવવા સર્વસંગપરિત્યાગની પિતાની આત્મધારણનું અત્ર ગભિતપણે માર્મિક સૂચન પણ કરી દીધું છે. આ જ મનસુખભાઈ પરના એક બીજા પત્રમાં (અ. ૮૫) પણ “જે જ્ઞાની પુરુષને દેહાભિમાન ટળ્યું છે તેને કંઈ કરવું રહ્યું નથી એમ છે, તો પણ તેમને સર્વસંગપરિત્યાગાદિ પુરુષાર્થતા પરમ પુરુષે ઉપકારભૂત કહી છે”—એમ જણાવી શ્રીમદે પોતાની પણ તેમ કરવાની આત્મધારણ છે એમ ગર્ભિતપણે સૂચવ્યું છે. અને સર્વસંગ પરિત્યાગની આ આત્મધારણાને