________________
ધન્ય રે દિવસ આ અહો ! ” ૧૨ ના દિને વવાણીઆમાં સંગીત કર્યું, તે દિને કેઈ અપૂર્વ આત્મશાંતિના ઉલ્લાસમાં તેમને આત્મા આવી ગયેલે જણાય છે. તે જ દિને લખેલી હાથોંધ ૧-૩૧ પરથી પણ આ વસ્તુ સુપ્રતીત થાય છે. સત્યધર્મના ઉદ્ધારની રૂપરેખા અંગેની ટુંકી નેંધ આમાં દશ્ય થાય છે, તેમજ ગૃહવ્યવહાર શાંત કરી, પરિગ્રહાદિ કાર્યથી નિવૃત્ત થવાને, અને અપ્રમત્ત ગુણસ્થાન પર્યત પહોંચી કેવળ ભૂમિકાનું ધ્યાન ધ્યાવવાને એમને દઢ આત્મસંકલ્પ આ નંધમાં આ સ્પષ્ટ શબ્દોમાં સૂચિત થાય છે કાંઈક ગૃહવ્યવહાર શાંત કરી, પરિગ્રહાદિ કાર્યથી નિવૃત્ત થવું. અપ્રમત્ત ગુણસ્થાન પર્યત પહોંચવું. કેવળ ભૂમિકાનું સહજ પરિણામી ધ્યાન–' આમ ધન્ય રે દિવસના કાવ્યના ભાવને પડઘો પાડતી ને તેની પૂર્તિ કરતી આ શ્રીમદૂના જીવનદર્પણ સમી હાથનોંધ પરથી પણ સ્પષ્ટ સમજાય છે કે શ્રીમદૂના અધ્યાત્મ જીવનના છેલ્લા તબક્કાના પ્રારંભરૂપ આજને ધન્ય દિવસ ખરેખર ! ધન્ય રે દિવસ આ અહે!' હતે.
પ્રકરણ ચોરાણુમું વ્યાપાર-વ્યવસાયથી નિવૃત્તિ અને સર્વસંગત્યાગની તૈયારી
ધન્ય રે દિવસનું ધન્ય કાવ્ય શ્રીમદે ૧લ્પ૩ના ફા. માં સંગીત કર્યું, તે પૂર્વે પણ સં. ૧૫રના જેઠ માસથી શ્રીમદ્દ વ્યાપાર વ્યવસાયમાંથી નિવૃત્ત થવાની ઈચ્છા દર્શાવી માત્ર નામને જ સંબંધ રહે એવી રીતે તેમાંથી લગભગ નિવૃત્ત થયા, અને ગ્રહવાસથી પણ નિવૃત્ત થઈ સર્વસંગપરિત્યાગની પૂર્વતૈયારીમાં પ્રવૃત્ત થયા. તે અર્થે વ્યાપારવ્યવસાયમાંથી નિવવું એ પ્રથમ આવશ્યક પગલું હતું અને તે પણ સાથે જોડાયેલા સહચારી ભાગીદારોમાં પણ કોઈને પણ કંઈ પણ કલેશ-કષાયનું કે કચવાટનું કારણ ન થાય એમ સાંગોપાંગ સુખસમાધાનીથી કરવાનું હતું, પિતાની જોખમદારી અને ફરજ પૂર્ણ પ્રમાણિકપણે પૂરેપૂરી અદા કરીને કરવાનું હતું અને પિતાના લઘુ ભ્રાતા મનસુખભાઇ રવજીભાઈ કૌટુંબિક-આર્થિક જોખમદારી સંભાળી શકે એવી પુખ્ત ઉંમરના (adult) થાય ત્યાં લગી જોખમદારી સંભાળવાની ફરજ શ્રીમદે પૂરેપૂરી બજાવી. ૧૯૫૨માં મનસુખભાઈ પોતાની જવાબદારી સંભાળી શકે એવી પુખ્ત ઉમરના થયા ત્યારે ૧૯૬રના જેઠ માસથી શ્રીમદ્ વ્યાપારવ્યવહારમાંથી લગભગ નિવૃત્ત થયા અને બધો વહીવટ મનસુખભાઈને નામે સેંપી દીધે. શ્રીમદૂની આ વ્યાપારવ્યવસાય નિવૃત્તિ અને સર્વસંગત્યાગપ્રવૃત્તિ અંગે ઇતિહાસ આ પ્રકરણમાં વિચારશું અને તે માટે પ્રથમ થોડા ભૂતકાળના ઈતિહાસમાં ડેકીલું કરશે.
વ્યાપારમાં ઝંપલાવવું એ (૨૭) પ્રકરણમાં આપણે જોયું હતું તેમ શ્રીમદ્દ ૧૯૪૫ના પર્યુષણના અરસામાં મુંબઈ આવ્યા અને ૧૯૪૬ના ફાગણ માસમાં રેવાશંકર જગજીવનની