________________
અધ્યાત્મ રાજચંદ્ર યથાહેતુ જે ચિત્તને, સત્ય ધર્મને ઉદ્વાર રે;
થશે અવશ્ય આ દેહથી, એમ થયો નિરધાર રે...ધન્ય રે દિવસ આ અહે! અમારા ચિત્તને જે “યથાહેતુ’–જેવો હેતુ છે કે સત્ય ધર્મનો ઉદ્ધાર કરે, તે તે હેતુ અવશ્ય-ચોક્કસ નિશ્ચય કરીને આ દેહથી–આ રાજચંદ્ર નામધારી દેહથી થશે, એમ નિર્ધાર થયો. અમારા આત્મામાં દઢ નિશ્ચયે કરીને ભાસે છે કે ભગવાન મહાવીરને જે પરમાર્થ માર્ગ-મૂળમાર્ગરૂપ સત્ય ધર્મ, તેનો ઉદ્ધાર કરવાની મહેચ્છા ધરાવતે અમારા ચિત્તને જે ઘણા વર્ષને નિર્ધારેલ હેતુ છે, તે તે હેતુ આ દેહ દ્વારા અવશ્ય ફળીભૂત થશે-સિદ્ધ થશે, એમ અમારો આત્મા સાક્ષી પૂરે છે. અને આ સત્ય ધર્મના ઉદ્ધારરૂપ હેતુને પાર પાડવા સાથે અમારી આત્મસાધનાની પૂર્ણતાને અમારે પુરુષાર્થ પૂર્ણ સંવેગથી ચાલુ જ રહેશે–
આવી અપૂર્વ વૃત્તિ અહો! થશે અપ્રમત્ત યોગ રે; કેવળ લગભગ ભૂમિકા, સ્પર્શીને દેહ વિયોગ રે...ધન્ય રે દિવસ આ અહો! ”
આ સત્ય ધર્મના ઉદ્ધારરૂપ ચિત્તને જે યથાતુ છે–અંતરાત્માન અંતર્ગત ભાવનાત્મક હેતુ છે, તેની યથાવત્ સિદ્ધિને અર્થે-જગતુકલ્યાણકારી પરમાર્થ માર્ગ– પ્રકાશની સિદ્ધિને અર્થે પૂર્ણ પણે પ્રવૃત્તિ કરતાં પોતાની લગભગ પૂર્ણ થયેલી આત્મસાધનાને પૂર્ણ કરવાને શ્રીમદૂને દઢ નિર્ધાર છે, અને પિતાની આત્મસાધના ક્યાંસુધી પહોંચી શકવાની સંભાવના પિતાને હાલમાં–હમણાં ૧૯૫૩માં વેદાય છે, તેનું સૂચન અત્ર શ્રીમદ કરે છે–પૂર્વે કદી આવી નથી એવી અપૂર્વ વૃત્તિ આવી અમને અપ્રમત્ત યોગ થશે, અપ્રમત્ત ગની દશાને અમે પહોંચશું; અને તેવા શુદ્ધોપયોગમય અપ્રમત્ત દશાવંતને સિદ્ધ સમાન-દેહ છતાં નિર્વાણ જેવી જીવન્મુક્ત દશા જ વર્તે છે, એટલે કેવળ એક શુદ્ધ આત્માનો અખંડ અનુભવ કરનારી કેવલજ્ઞાનની લગભગ ભૂમિકાને સ્પર્શીને આ દેહને વિયેગ થશે. આમ આયુપૂર્ણતાના કારણે આત્મપુરુષાર્થની પૂર્ણસિદ્ધિ થવા પામે તે પૂર્વે આ દેહનો વિરોગ થશે, એટલે જ છેવટે કથે છે–
6 અવશ્ય કર્મનો ભોગ છે, ભગવો અવશેષ રે; તેથી દેહ એક જ ધારીને, જાશું સ્વરૂપ સ્વદેશ રે...ધન્ય રે દિવસ આ અહો!”
હજુ કંઈ કર્મને ભેગ અવશ્ય બાકી છે, તે ભગવો શેષ રહ્યો છે, એમ સત્તા. પરના કર્મ પ્રત્યે દષ્ટિ કરતાં જણાય છે, એટલે હવે એક જ-એકથી વધારે નહિં– દેહ ધારણ કરીને અમે સ્વરૂપ સ્વદેશ જશું,-અર્થાત્ અમને એક ભવથી વધારે ભવ થશે જ નહિં એમ એકાવતારીપણુને અમારા આત્મામાં દઢ નિશ્ચય પ્રકાશે છે. એમ છાતી ઠોકીને આત્મસામર્થ્યને યથાર્થ ભાનથી જ, નિરહંકારપણે, પોતાની જીવનધન્યતા પરમ આત્મલાસથી ગાનાર દિવ્ય દ્રષ્ટા “કવિની આત્મદશા કેટલી બધી ઉચ્ચ કોટિની હશે, તે તો વિરલા સહુદો જ સમજી શકે એમ છે. “જાગી જે રે શાંતિ અપૂર્વ રે? ધન્ય રે દિવસ આ અહે!”—એવું આ પરમ ધન્ય દિવ્ય સંગીતમય કાવ્ય જ કઈ પણ સકર્ણ સહૃદયના હૃદયતાર ઝણઝણાવી મૂકવા માટે બસ છે!
આ ધન્ય રે ! દિવસ આ અહો નું ધન્ય કાવ્ય શ્રીમદે ૧૯૫૩ના ફાગણ વદ