SearchBrowseAboutContactDonate
Page Preview
Page 687
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ રાજચંદ્ર સં. ૧૯૪૧માં અપૂર્વ અનુસાર આવ્ય, ૧૯૪રમાં અદ્દભુત વૈરાગ્ય ધારણ કર્યો, –આ બે મહાન બનાવે શ્રીમદ્દના અધ્યાત્મજીવનની પૂર્વભૂમિકારૂપ છે, અધ્યાત્મજીવન–પ્રાસાદના પાયારૂપ છે. પૂર્વે કદી પ્રાપ્ત નહાતો એ અપૂર્વ અનુસાર૪૧૯૪૧માં પ્રાપ્ત થયે. આ અંગે અત્રે સવિસ્તર વિવેચન “ આવ્યો અપૂર્વ અનુસાર રે એ પ્રકરણમાં (૧૨) કર્યું છે, તેમજ અદ્દભુત-પરમ આશ્ચર્યકારી વૈરાગ્ય–ગવાસિષ્ટમાં રામચંદ્રજીને વર્ણવ્યો છે તે પરમ વૈરાગ્ય પિતાને ઉપજ, એ અંગે પણ “અદૂભુત વિરાગ્ય ધાર રે એ (૧૬) પ્રકરણમાં સવિસ્તર વિવેચન કર્યું છે–એટલે તેનું અત્ર પિષ્ટપેષણ કરતા નથી, એટલે આગળ ચાલીએ. પછી સં. ૧૯૪૭માં શ્રીમદૂના અધ્યાત્મ જીવનને મધ્ય તબકકો પ્રારંભ થાય છે, ને તેના પ્રારંભને મુખ્ય મહાન બનાવ– શ્રીમદ્દના જીવનને મોટામાં મેટે ક્રાંતિકારી બનાવ શ્રીમદ્ આ શબ્દમાં અમર કરે છે– ઓગણીસસેં ને સુડતાલીસે, સમકિત શુદ્ધ પ્રકારયું રે; બુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે..ધન્ય રે દિવસ આ અહો!” સં. ૧૯૪૭માં શુદ્ધ સમકિત પ્રકાણ્યું, શ્રુત-અનુભવની વધતી દશા થતી ગઈ ને નિજ સ્વરૂપ અવભાસ્યું. પૂર્વે જે સમક્તિ-સમ્યગદર્શન હતું તે ઉત્તરોત્તર દર્શન વિશુદ્ધિ પામતું પામતું સં. ૧૯૪૭માં પૂર્ણ વિશુદ્ધિ પામી ગયું, એટલે જ્યાં પરમાણુ માત્ર પણ સમયમાત્ર પણ અશુદ્ધિને અવકાશ રહેવા પામ્યો નથી–સર્વથા અભાવ જ અને અસંભવ જ થયે છે એવું “શુદ્ધ સમકિત-સમ્યગ્ગદર્શન ૧૯૪૭માં પ્રકાશ્ય, પ્રગટ આત્માનુભવસિદ્ધપણે પ્રાપ્ત થયું. કેવલ એક શુદ્ધ આત્માની અનુભૂતિ જ્યાં પ્રગટ અનુભવસિદ્ધ વર્તે છે, એવું આત્મસાક્ષાત્કારરૂપ સમ્યગદર્શન–પરમાર્થ સમકિત-નિશ્ચયસમ્યગદર્શન પ્રગટયું; તેની સાથે સાથે શ્રુતજ્ઞાનની અને અનુભવજ્ઞાનની ઉત્તરોત્તર વધતી દશા થતી ચાલી, અને નિજસ્વરૂપ–પિતાનું શુદ્ધ સહજ આત્મસ્વરૂપ-સહજાન્મસ્વરૂપ અવભાસ્યું,–“અવ—જેમ છે તેમ સ્વસમયની સ્વરૂપમર્યાદા પ્રમાણે યથાવત ભાસ્યુંપ્રકાશ્ય, જેમ છે તેમ આત્મસ્વરૂપ જાણ્યું-શુદ્ધાત્માનુભૂતિથી અનુભવ્યું, અનુભવપ્રત્યક્ષપણે–આત્મસાક્ષાત્કારપણે અનુભવ્યું. આ શુદ્ધ સમકિત પ્રકાશન અંગે પણ અલગ પ્રકરણમાં (૫૩) પૂર્વે સવિસ્તર વિવેચન કર્યું છે, એટલે તેનું પણ અત્ર પુનરાવર્તન કરતા નથી. આમ અત્રે શુદ્ધ સમકિત પ્રકાશ્ય છે, પ્રત્યક્ષ નિશ્ચયરૂપ આત્માનુભવ થયો છે, સ્વસંવેદનજ્ઞાન ઉપજયું છે, નિશ્ચય-સંવેદ્યપદ પ્રગટયું છે, ગ્રંથિભેદ થઈ દર્શનમેહ નાશ પામી ચૂક્યો છે, સ્થિરાઆદિ દષ્ટિમાં સ્થિરતા–સ્થિતિ થઈ ચૂકી છે, પ્રત્યક્ષ આત્માનુભૂતિ થતાં દર્શન સંબંધી સર્વ વિકલ્પ ઉપશમી ગયા છે. એક પાઠાંતર પ્રમાણે “ ઓગણીસમેં એકત્રીસે આવ્યો અપૂર્વ અનુસાર રે' અપૂર્વ અનુસાર ૧૯૩૧માં પ્રાપ્ત થયા,–જ્યારે સાત વર્ષની વયે પૂર્વોક્ત અમીચંદને પ્રસંગ ને જાતિવમરણજ્ઞાનનો પ્રસંગ બન્યો હતો. આનું પણ સવિસ્તર વિવેચન પૂર્વે જાતિસ્મૃતિ-જાતિસ્મરણતાનના પ્રકરણમાં (૪) કરી ચૂકાયું છે.
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy