________________
પ્રકરણ ત્રાણુમું “ધન્ય રે દિવસ આ અહો !” ધન્ય રે દીવસ આ અહે! જાગી જે રે શાંતિ અપૂર્વ રે
દશ વર્ષે રે ધારા ઉલ્લસી, મઢો ઉદય કર્મનો ગર્વ રે...ધન્ય રે દીવસ. ધન્ય રે દિવસ આ અહો – સં. ૧૫૩ના ફા. વદ ૧૨ ભોમ !—આજન આ દિવસ ધન્ય છે! અહ ધન્ય છે ! આજના ધન્ય દિને શ્રીમદને દિવ્ય આત્મા આત્માના કેઈ દિવ્ય પરમાનંદઉલાસમાં ઉલસી રહ્યો છે અને તેના અપૂર્વ ભાવઉલાસમાં ને ઉલ્લાસમાં તેમના દિવ્ય આત્મામાંથી આજના દિવસની ધન્યતા સંગીત કરનારૂં આ દિવ્ય સંગીત નિકળી પડ્યું છે. આ દિવસ ધન્ય શાથી છે? “જાગી જે રે શાંતિ અપૂર્વ રે? તેથી; “અપૂર્વ”-પૂર્વે કદી ઉપજ નહોતી એવી અપૂર્વ શાંતિ જાગી તેથી સર્વ વિકલ્પ-કન્લલ ઉપશમી ગયા-શાંત થઈ ગયા, સમસ્ત વસ્તુસ્વરૂપનેસર્વ પદાર્થને યથાવત અનુભવસિદ્ધ નિર્ધાર થઈ ગયે, જેમ ભગવાન જિને નિરૂપણ કર્યું છે તેમજ સર્વ પદાર્થનું સ્વરૂપ છે (હા. ને ૨-૨૧)–એવી અનુભવસિદ્ધપણે પરમ નિર્વિકલ્પ પરમાવગાઢ આત્મવિનિશ્ચયરૂપ પરમ આત્મશાંતિ ઉ૫જી તેથી. અને આજે–આજના પરમ શુભ પરમ પ્રશસ્ત ધન્યદિને– દશ વર્ષે રે ધારા ઉલસી દશ વર્ષે–દશ વર્ષ વીતી ગયા પછી–એક દાયકે વીત્યે ધારા ઉલસી,–જે પરમાર્થ. માર્ગ પ્રકાશની ધારા દશ વર્ષ પૂર્વે સં. ૧૯૪૩માં પ્રારબ્ધવશાત્ ગૌણ થઈ હતી– દબાઈ ગઈ હતી-અંતરમાં શમાવી દેવી પડી હતી, તે આજે ઉલ્લસી–ઉલસાયમાન થઈ ચઢતી કળાને પામી. જે ધારા તેવા અનિવાર્ય ઉદયકમના યોગે ત્યારે આગળ વધતી અટકી ગઈ હતી તે આજે ઉલ્લાસાયમાન થઈ, અને “મટા ઉદય કર્મને ગર્વ રે–ઉદયકમને ગર્વ મટ્યો-મટી ગયે. તે વખતે પરમાર્થ માર્ગ પ્રકાશની ધારણામાં કાવવા નહિં દેતું ઉદયકર્મ જાણે એમ કહેતું હતું કે હે રાજચંદ્ર! તે ગમે તેવા પુરુષાર્થના ફાંફાં મારે પણ હું તને નહિં ફાવવા દઉં, હે રાજચંદ્ર! મેં તને હારી ધારણામાં કેવો દબાવી દીધે,–આમ જાણે ઉદયકર્મ-પૂર્વ પ્રારબ્ધ જે ગર્વ કરતું હતું, તે તેને ગર્વ મટી ગયે; હવે આપણી અવધિ પૂરી થઈ, માટે હવે આ પરમ પુરુષાથી રાજચંદ્ર આગળ આપણું કાંઈ ચાલવાનું નથી, એમ તે ઉદયકર્મને ગર્વ ગળી ગયો. આ દશ વર્ષે ધારા ઉલસી ને ઉદયકમને ગર્વ મટ્યો, તે દશ વર્ષના ગાળામાં ને તે પૂર્વે પોતાના જીવનના મુખ્ય શું શું બનાવે બની ગયા, જીવનના ક્યા કયા મુખ્ય તબકકા વીતી ગયા, તેનું સિંહાવકનન્યાયે અવલોકન કરતાં શ્રીમદ્દ લલકારે છે–
ઓગણીસસેં ને એક્તાલિ, આ અપૂર્વ અનુસાર રે, ઓગણીસસેં ને બેતાલિમેં, અદભુત વૈરાગ્ય ધાર રે...ધન્ય રેવિસ આ અહો !”