________________
માર્ગ પ્રભાવનાની ભવ્ય ભાવના અને દિવ્ય યોજના
૬ર૩ અને કૃતમાર્ગના ઉત્કર્ષ માટેની–પરમશ્રતના પ્રભાવ માટેની આ પરમ શ્રુતપ્રભાવક જ્ઞાનાવતાર શ્રીમદ્દની યેજના પણ કેટલા ને કેવા વિશાળ પાયા પર (grand scale) હતી, તેને નિર્દેશ પણ આ હાથોંધમાં મળે છે–વીતરાગદર્શન. ઉદ્દેશ પ્રકરણ. સર્વજ્ઞમીમાંસા. પર્દર્શન અવલેકન. વીતરાગ અભિપ્રાય વિચાર. વ્યવહાર પ્રકરણ. મુનિજમ. આગારધર્મ. મતમતાંતર નિરાકરણ. ઉપસંહાર. (હાથોંધ ૧-૪૯). નવતત્વ વિવેચન. ગુણસ્થાનક વિવેચન. કર્મ પ્રકૃતિ વિવેચન. વિચારપદ્ધતિ. શ્રવણાદિ વિવેચન. બેધબીજ સંપત્તિ. જીવાજીવવિભક્તિ. શુદ્ધાત્મપદભાવના. (હા. નં. ૧-૫૦). અંગ. ઉપાંગ. મૂળ. છે. આશયપ્રકાશિતા ટીકા. વ્યવહારહેતુ. પરમાર્થ હેતુ. પરમાર્થ ગૌણતાની પ્રસિદ્ધિ. વ્યવહારવિસ્તારનું પર્યાવસાન. અનેકાંતદ્રષ્ટિહેતુ સ્વગતમતાંતર નિવૃત્તિ પ્રયત્ન ઉમક્રમ ઉપસંહાર અવિસંધિ. લોકવર્ણન સ્થળ– હેતુ. વર્તામાનકાળે આત્મસાધનભૂમિકા. વીતરાગદર્શનવ્યાખ્યાને અનુક્રમ.” (હા. નં. ૧-૫૧). ઈત્યાદિ. તેમજ–“સૂત્ર લઈ ઉપદેશ કરવાની આગળ જરૂર પડશે નહીં. સૂત્ર અને તેનાં પડખાં બધાંય જણાયાં છે,”—એમ સૌભાગ્ય પરના પરમ અમૃત પત્રમાં (સં. ૧૭૦) શ્રીમદે આ સૂચક પંક્તિ લખી છે તે પણ સૂચવે છે કે શ્રીમદૂની પરમ શ્રત ઉત્કર્ષની–પરમ શ્રુતપ્રભાવનાની યોજના કેવા મોટા પાયા પરની હતી.
આમ આત્મસંયમના યોગે આત્મશક્તિને અપૂર્વ સંચય કરતે, કુતમાર્ગને ઉત્કર્ષ ચિંતવતે, સન્માર્ગ પ્રભાવનાની–પરમકૃતપ્રભાવનાની અનન્ય ભાવના ભાવ અને પરમ અદ્દભુત ભેજના જ આ પરમ પ્રભાવક પુણ્યશ્લેક પુરુષ આ સર્વોત્કૃષ્ટ શાંતરસમય સન્માર્ગના જયજયકારની આવી અલૌકિક ઉદ્દઘોષણા કરતો હતો
અહે! સર્વોત્કૃષ્ટ શાંતરસમય સન્માર્ગ–અહે! તે સર્વોત્કૃષ્ટ શાંત રસપ્રધાન માર્ગના મૂળ સર્વજ્ઞદેવ-અહો! તે સર્વોત્કૃષ્ટ શાંતરસ સુપ્રતીત કરા એવા પરમકૃપાળુ સદ્દગુરુદેવ–આ વિશ્વમાં સર્વકાળ તમે જયવંત વર્તા, જયવંત વર્તે.” (હાથનોંધ ૩-૨૩).
અને આમ રોમે રોમે જેને વીતરાગ શાસનની અનન્ય અંતરદાઝ લાગી હતી, આત્મપ્રદેશે–પ્રદેશે જેને શાંતસુધારસમય વીતરાગ સન્માર્ગની ભાવસંગતા લાગી હતી, સમયે સમયે જેને શુદ્ધ આત્મસ્વભાવમય વીતરાગધર્મની અંતરંગ લગની લાગી હતી, એવા શાંતસુધારસ જલનિધિ નિષ્કારણકરુણરસસાગર પરમ શાસનહિતચિંતક આ પરમકૃપાળુ જગદ્ગુરુ રાજચંદ્ર અનન્ય શાસનદાઝથી અંતરના ઊંડાણમાંથી નિકળતા આ અંતરોદ્ગાર પોકારે છે–
“હે જ્ઞાતપુત્ર ભગવાન ! કાળની બલિહારી છે. આ ભારતના હીનપુચી મનુને તારું સત્ય, અખંડ અને પૂર્વાપર અવિરેજ શાસન ક્યાંથી પ્રાપ્ત થાય ? થવામાં આવી વિના ઉત્પન્ન થયાં; તારાં બાધેલાં શાસ્ત્રો કલ્પિત અર્થથી વિરાધ્યાં, કેટલાંક સમળમાં પંડ્યાં. ધ્યાનનું કાર્ય, સ્વરૂપનું કારણ એ જે તારી પ્રતિમા તેથી કટાક્ષદષ્ટિએ લાખો ગમે લોકે વળ્યાં; તારા પછી પરંપરાએ જે આચાર્ય પુરુષ થયા તેના વચનમાં અને તારાં વચનમાં પણ શંકા નાંખી દીધી. એકાંત દઈ કુટી તારૂં શાસન નિંદાવ્યું.