SearchBrowseAboutContactDonate
Page Preview
Page 664
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળમાર્ગ ઉદ્ધાર : “મૂળ માર્ગ સાંભળે જિનને રે ૧૯ દેવ જિનદે–દેવ જિનેન્દ્ર અથવા દેવ-નંદે દેવમાતાના નંદને (રાજચંદ્ર) મેક્ષમાર્ગનું શુદ્ધ સ્વરૂ૫ ભાખ્યું છે, અને ભવ્ય જનોના હિતને કારણે-કલ્યાણને અર્થે તે સ્વરૂપ સંક્ષેપમાં કહ્યું છે. આવું છે આ મૂળમાર્ગના મહાન ઉદ્ધર્તા શ્રીમદૂના દિવ્ય આત્માએ ગાયેલું મૂળમાર્ગનું દિવ્ય ગાન ! પ્રકરણ એકાણુમું માર્ગપ્રભાવનાની ભવ્ય ભાવના અને દિવ્ય જના અને માર્ગ પ્રભાવના માટે આવા પરમ સમર્થ હતા એટલે જ શ્રીમદ્ હાલ ગૃહાવાસપર્યત પ્રભાવનાકાર્ય ખેળ બે પાડવું પડ્યા છતાં નિરંતર તે માર્ગ પ્રભાવનાની પરમ ગંભીર વિચારણા અંતમાં કર્યા કરતા હતા, આવા મહાકાર્ય માટે ઉત્કૃષ્ટ રેગ્યતાવાળી આત્મશક્તિને સંચય વધાર્યા કરતા હતા, અને તે માટે એક નિષ્કારણકરુણારસસાગર પરમ શાસનહિતચિંતક-ચિંતવે એવી પરમ ભવ્ય ઉદાત્ત એજના ઘડવ્યા કરતા હતા. તેમના હદયના દર્પણ સમી તેમની હાથનોંધ (Private Diary) પ્રત્યે દષ્ટિપાત કરતાં આ વસ્તુ સ્વયં જણાઈ આવે છે. શ્રીમદ્દની આ વીતરાગમાર્ગ પ્રભાવનાની ભવ્ય જના (Grand plan) અંગે આ પ્રકરણમાં દિગ્દર્શન કરશું. મહાવીરના મહાન વિતરાગમાર્ગની પ્રભાવનાનું–વીતરાગ શાસનના ઉદ્યોતનું આ કાર્ય કેટલું મહાન છે ને તેનું પ્રવર્તન કરવામાં કેવા મહાન ગુણે હવા આવશ્યક છે—ધર્મરાજ્ય પ્રવર્તાવવામાં કેવું અપૂર્વ આત્મપરાક્રમ આવશ્યક છે, તે બાબત આ રાજ-ચંદ્ર કેવા અત્યંત સજાગ હતા, તે હાથોંધ ૧-૭૩ પરથી દેખાય છેઃ “જેનાથી માર્ગ પ્રવર્યા છે, એવા મોટા પુરુષના વિચાર, બળ, નિર્ભયતાદિ ગુણો મોટા હતા. એક રાજ્ય પ્રાપ્ત કરવામાં જે પરાક્રમ ઘટે છે, તે કરતાં અપૂર્વ અભિપ્રાય સહિત ધર્મ સંતતિ પ્રવર્તવામાં વિશેષ પરાક્રમ ઘટે છે. તથારૂપ શક્તિ થોડા વખત પૂર્વે અત્ર જણાતી હતી, તેમાં હાલ વિકળતા જોવામાં આવે છે તેનો હેતુ શ હોવો જોઈએ તે વિચારવાયેગ્ય છે.” આટલું લખી માર્ગ પ્રભાવને શ્રીમદ્દ આ માર્ગ દર્શનની રીતે કે સંપ્રદાયની રીતે પ્રવર્તવાથી જીવનું કલ્યાણ થાય એ બા. વિશદ વિચારણા કરે છે–“દર્શનની રીતે આ કાળમાં ધર્મ પ્રવર્તે એથી જીવોનું કલ્યાણ છે કે સંપ્રદાયની રીતે પ્રવર્તે તો જીવનું કલ્યાણ છે તે વાત વિચારવા યોગ્ય છે. સંપ્રદાયની રીતે ઘણુ જીવોને તે માર્ગ પ્રહણ થવા ગ્ય થાય, દર્શનની રીતે વિરલ જીવોને બહણ થાય. જે જિનને અભિમતે માર્ગ નિરૂપણ કરવા યોગ્ય ગણવામાં આવે, તે તે
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy